________________
૩૯૨ ]
શાસનનાં શ્રમણીરત્ન. - જિન-આદર્શોની વેદી પર સર્વસ્વ અર્પણ કરનાર આ શાસનપ્રભાવક શ્રમણીરત્નને અગણિત વંદના !
—
નમ્રતા-ક્ષમા-કરુણાનો ત્રિવેણી સંગમ ૫. સાધ્વી શ્રી ચંદ્રરેખાશ્રીજી મહારાજ જન્મ-મરણની સ્થિતિ સુનિશ્ચિત છે, પરંતુ તે બંને વચ્ચે જે અણમલ જીવન પ્રાપ્ત થાય છે તેને ભવ્ય-સુંદર બનાવનાર વિરલા ઇતિહાસમાં પિતાનું નામ સુવર્ણાક્ષરે કોતરાવી જાય છે. જિનશાસનમાં આવી અસંખ્ય વિરલ વિભૂતિઓ જન્મી છે, જેનાં જીવન આજે પણ અને કોને પ્રેરણાનાં પીયૂષ પાય છે. પૂ. સાદવજી ચંદ્રરેખાશ્રીજીનું જીવન પણ એનું મૂર્તિમંત દષ્ટાંત છે.
સેહામણા સૌરાષ્ટ્રમાં ગારિયાધાર ગામ છે. ત્યાં સુશ્રાવક દયાળભાઈ અને તેમનાં ધર્મપત્ની રતનબહેન ધર્મમય જીવન જીવે. તેમને ત્યાં સં. ૧૯૬૨માં એક સુપુત્રીને જન્મ થયે. માનવજીવન પર વિજય મેળવવા જ જાણે જગતમાં અવતાર ધારણ કર્યો ન હોય, તેથી માતાપિતાએ નામ પાડ્યું વિજયા. અને પરિણામ પણ એવું જ આવ્યું ! વિજયાબહેન નાનપણથી ખૂબ તેજસ્વી રહ્યાં. વ્યાવહારિક શિક્ષણમાં બુદ્ધિની પ્રખરતાનો પરચો બતાવતાં રહ્યાં, તે ધાર્મિક સંસ્કારોમાં ભક્તિની મૃદુતા કેળવતાં રહ્યાં. યૌવનને ઉંબરે પગ મૂકતાં વિજયાબહેનને માબાપે વડોદરા પરણાવ્યાં. સુસંસ્કારોથી વિજયાબહેને સાસુ-સસરાના અને કુટુંબીજનોનાં દિલ જીતી લીધાં. પણ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું. થોડા સમયમાં વિજયાબહેનનું સૌભાગ્યસિંદૂર ભૂંસાઈ ગયું.
આ કારમા આઘાતથી વિજયાબહેનમાં સુષુપ્ત પડેલ વૈરાગ્ય પુનજાગૃત થયો. સંસારના ક્ષણભંગુર સુખને બદલે પરમાત્મના શાશ્વત સુખની કામના જાગી. ચારિત્ર પામવાને નિર્ધાર કર્યો. મહામહેનતે વહાલાં કુટુંબીજનોને સમજાવ્યાં. શુદ્ધ સંકલ્પવાળાં વિજયાબહેનને વિજય થયે. તેમને સિદ્ધક્ષેત્રમાં અભ્યાસ માટે રાખવામાં આવ્યાં. ત્યાં બહેન ચાંદુબહેનના પરિચયમાં આવ્યાં. સેનામાં સુગંધ ભળે તેમ, બંને મુમુક્ષુ બહેનોમાં આત્મીયતાનાં અમીઝરણાં ફૂટયાં, તે આગળ જતાં ગુરુડિ વ્યારૂપે સંગ પામ્યાં! સાથે દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. વિ. સં. ૧૯૯૬ના અષાઢ સુદ ૭ ને શુભ દિને, વાગડ દેશદ્ધારક પૂજ્યપાદ કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, પૂ. ચતુરશ્રીજી મહારાજનાં ચરણોમાં બંને બહેનોએ દિક્ષા અંગીકાર કરી. ચાંદુબહેન સાધ્વી શ્રી ચંદ્રોદયાશ્રીજી બન્યા અને વિજયાબહેન તેમનાં વિનયી શિષ્યા શ્રી ચંદ્રરેખાશ્રીજી નામે ઘેપિત થયાં. ગુરુ-શિષ્યાને સાથે દીક્ષા મહોત્સવ કન્ય પ્રસંગ બની રહ્યો !
દીક્ષા અંગીકાર કરીને પૂ. ચંદ્રરેખાશ્રીજી મહારાજે પોતાનું સંપૂર્ણ જીવન શાસનસેવામાં અને ગુરુભગવંતાની આજ્ઞામાં સમર્પિત કરી દીધું. સ્વાધ્યાય અને સાધનામાં નિમગ્ન રહેતાં પૂજ્યશ્રીએ અપૂર્વ નમ્રતા-ક્ષમા-મૃદુતા–મૈત્રી-કરુણા-સંયમ–સંતોષ–સમતા અને સંઘનિષ્ઠાના સકલ ગુણો કેળવીને ગુરુજનોના મન જીતી લીધાં. પૂજ્ય ગુરુણીશ્રી ચંદ્રોદયાશ્રીજીની તબિયત પહેલેથી નાજુક હતી, તે તેમની દરેક પ્રકારની સેવાચાકરી કરવામાં સહેજ ચૂક લાવતાં નહીં. ઊલટું, માનતાં કે આ સેવાને અવસર પામીને હું ધન્યાતિધન્ય બની ગઈ છું !
તે સાથે અધ્યયન-અધ્યાપનમાં પણ એટલો જ રસ લેતાં. સ્વાધ્યાયમાં પણ ક્યારેય પ્રમાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org