________________
શાસનનાં શ્રમણીરત્નો |
[ ૩૮૯ હતા. સાધ્વીજીએ સમિત કહ્યું, “તમારા જેવા ડોકટરનેય ઓપરેશન અને માંદગીનો સામનો કરે પડે ખરો?
ત્યાર બાદ કર્મની થીઅરીની ડે. સાથે વાતચીત કરીને કહ્યું કે દર! દવાઓ ઓછી કરી નાખો. મને લાગે છે કે લાંબે સમય હું નહીં કાઢી શકું. તમને જે તકલીફ આપી તેની ક્ષમા ચાહું છું.
જાણે પિતાને સૂઝી આવ્યું ન હોય! તે રીતે સાધવજીને પણ ચેતવણી આપી દીધેલી કે મારે આજનો દિવસ ભારે અને બીજા મુકામમાંથી પણ સાધ્વીજી તેઓશ્રી પાસે આવ્યાં હતાં તેમને પણ કહ્યું કે પહેલેકપ્રયાણ માટે સાંજને સમય છે માટે “તમે બધાં ભેગાં થઈને આવજો”. આવા સ્પષ્ટ ઉગારો પણ તેમના મુખમાંથી નીકળેલા, જે તેમનો સત્ય અવાજ અને ઊંડી જ્ઞાનદષ્ટિને આ સ્પષ્ટ પુરાવા પણ સાક્ષાત્કાર બતાવે છે.
ઘડિયાળમાં એક-દોઢના કેરા પડ્યા, ધાસની તકલીફ વધતી ચાલી, નિરાશ્રીજી વધુ સાવધ બની ગયાં. ઘેડી પળમાં નબળા દેડ પર ચતરફથી રગોએ હુમલો કર્યો. તાવનું પ્રમાણ ૧૦૭ ડિગ્રી વટાવી ગયું. પ્રેશર, ડાયાબિટિસ આદિન હુમલાઓ બીમારીને ગંભીરતા તરફ વળાંક આપવા માંડ્યા.
તે વખતે સમાધિમાં સહાયક એવાં હાજર રહેલાં પૂ. સાધ્વીજી સમુદાય અને પિતાના પૂ. ગુ. મ. નિર્મલા શ્રીજી મ. આદિ શિષ્ય પરિવાર તરફથી અઢળક તપ-જપ અને નાની નાની ૬ વર્ષની બાલિકાઓએ પણ આયબિલ, સામાયિક વગેરે પુન્યપાથેય સમર્પણ કર્યું, તેમ જ ભાવુક તરફથી શુભ માગે સારી એવી રકમનો સદ્વ્યય કરવાની નેધ થવા લાગી.
રેગોન માત્રા વધતી ગઈ, એમ બીજી તરફ સમતા-સમાધિની ધર્મયાત્રા પર વધુ વેગવતી બનવા માંડી અને મહામંત્રની ધૂન, ચત્તારિમંગલમના નાદ તેમ જ ખામેમિ સવ્યજીની રમઝટ વચ્ચે પૂ. સાધ્વીજી શ્રી નિરાશ્રી મહારાજની વ્યાધિની આંધી વચ્ચેય પિતાની સમાધિજોત જાળવવામાં વિજયી બનીને પલેક પ્રયાણ કરી ગયાં! વાતાવરણ ગમગીન અને ગંભીર બનીને જાણે નિસાસો નાખી ગયું.
હંસલાઓ ઊડીને ગમે ત્યાં જાય, એ તે પૃથ્વીની શોભા જ બનવાના છે ! પણ એમના ઊડવાથી ખોટ તે એ સરોવરને જ પડે, જેમને હંસનો વિયોગ થતો હોય છે.
આદર્શની વિરલ વિભૂતિ, વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીજી શ્રી ચન્દ્રોદયાશ્રીજી મહારાજ અનેક રીતે સમૃદ્ધિસભર કચ્છ પ્રદેશમાં વ્યાપાર-વાણિજ્યથી ધમધમતું માંડવી બંદર છે, જ્યાં એક વખત દેશ-પરદેશના ૮૪-૮૪ બંદરના વાવટા ફરતા હતા. આજેય ત્યાં ઊંચી ઊંચી મહેલાત, મોટી મોટી હવેલીઓ અને ઉત્તગ જિનાલયે એક વખતની સમૃદ્ધિનાં પ્રતીક સમાં શેભી રહ્યાં છે. નીતિ, સદાચાર, સાહસ, પરોપકાર આદિમાં પ્રતિષ્ઠિત અનેક જૈન શ્રેષ્ઠિઓ આજે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org