________________
૩૭૬ ]
[ શાસનનાં શ્રમણીરને સહનશીલતા : આ ગુણ પૂજ્યશ્રીએ જીવનમાં એ અભુત કેળવ્યો છે કે જે જોતાં સૌનાં મસ્તક નમી પડે. આ ગુણને એટલે બધે આત્મસાત કરી લીધો છે કે જેથી અત્યારે તદ્દન પરાધીન અવસ્થામાં પણ કદી મુખ પર અસ્વસ્થતા જોવા મળતી નથી. હાલમાં કમર અને પગથી એકદમ જકડાઈ ગયાં છે. પગની ભયંકર પીડા છે. રાતદિન ચત્તા સૂવાનું. જાતે બેસી પણ શકે નહી, પગ ઊંચા-નીચા કરી શકે નહીં, ને પડખું પણ તે ફરી શકે નહીં. આહાર-વિહારની ક્રિયા પણ સૂતાં-સૂતાં જ કરવાની. બીજા જયારે પડખું ફેરવે કે બેસાડે ત્યારે અસહ્ય વેદના થાય, છતાં મુખ પર ગ્લાનિ જોવા મળે નહીં. સદાય પ્રસન્ન મુખ જોવા મળે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ કયારેય ગરમી લાગે છે” એવું બોલે તે નહીં, પણ પ્રવેદથી સંથારા, કપડાં વગેરે ભીંજાઈ ગયાં હોય ત્યારે પૂછીએ, કે ગરમી લાગે છે? તો કહેશે, કે “હતુ ઋતુનું કામ કરે. સાધુએ સહન કરવાનું હોય. સહે તે સાધુ.” ત્યારે ખરેખર, મસ્તક ઝૂક્યા વિના રહે નહીં. આવી છે પૂજ્યશ્રીની સહિષ્ણુતા, સહનશીલતા.
નમ્રતા : પૂજ્યશ્રીમાં જ્ઞાનની સાથે નમ્રતાનો ગુણ અનુપમ કેટિને છે. આટલું જ્ઞાન છતાં આડંબર કે અહંકારનું નામ નહીં. “નમ્યા તે સૌને ગમ્યા ” આ પંક્તિ જીવનમાં વણી લીધી છે. તેના ગે વડીલેને પ્રેમ સંપાદન કર્યો છે. વડીલે સામે આનાકાની કે દલીલ કર્યા વિના, ભૂલ હોય યા ન હોય તે પણ એક વાર તે નમ્રભાવે સ્વીકાર કરી લે. અરે ! નાના પ્રત્યે પણ એ જ ભાવ. ત્યાં પણ “મિચ્છામિ દુક્કડમ ” આપવામાં જરા પણ ખચકાય નહીં. નાના પારિચારિક સાધ્વીજી જ્યારે પૂજ્યશ્રીને વપરાવવામાં કે સારવાર માટે પડખું ફેરવે કે ઊંચ-નીચાં કે આઘાપાછાં કરે ત્યારે પગ વગેરેમાં ઘણી પીડા થાય, જેથી સહજ અકળાઈ જાય, ને કહે, કે “બેન ! મારા પગને અડશે નહીં. મને બહુ જ દુઃખે છે. હું તમને કરડ-કરોડ વાર પગે લાગું છું.” પણ તેમાં કષાયની કટુતા કયારેય જોવા મળે નહીં; વાણીની મધુરતા જ મળે. બીજી જ પળે સાવધ બનીને તરત જ “મિચ્છામિ દુક્કડમ' આપે અને કહે, “હું તમારા બધા પાસે બહુ કામ કરાવી ભારે તો થાઉં છું; પણ તેનું પણ ક્યારે વાળીશ?”
સરલતા : પૂજ્યશ્રી આકૃતિથી સૌમ્ય ને શીતલ, સ્વભાવે સરલ અને ભદ્રિક. કઈ જાતના માયા-કપટ કે દંભ વિના નિખાલસ હૃદયથી જે હોય તે કહે.
અપ્રમત્તતા : પ્રત્યેક ક્રિયા અને આરાધના તથા સ્વાધ્યાય અપ્રમત્તપણે કરતા. બેસી રાતાં ત્યાં સુધી વૃદ્ધાવસ્થામાં પણ ટેકા વિના બધી ક્રિય કરતાં. દિવસે કોઈ વાર પણ કારણ વિના પ્રમાદ કે નિદ્રા કરતાં નહીં. રાત્રે પણ નિદ્રા પણ અપ ને સજાગતા ઘણી.
જિનભક્તિઃ ત્રિકાલદર્શન-દેવવંદન સાથે, અવસ્થામાં ચાલવાની મુશ્કેલી છતાં પણ નાનાં સાધ્વીજીના હાથ પકડીને પણ નિત્ય જુદા-જુદા જિનાલયેનાં દર્શન કરવા જતાં. વિવિધ તીર્થયાત્રા તથા ગિરિરાજની નવ્વાણુંની યાત્રા વિધિપૂર્વક કરી છે, અને પ્રભુભક્તિની મસ્તી માણું છે.
મધુર રણકાર : પૂજયશ્રીજીનો કંઠ—સુસ્વર નામકર્મના ઉદયવાળે મીઠ, મધુર ને સુરીલો છે. સ્તવન–સજાય એવા ભાવવાહી સ્વરે બોલે કે સાંભળ્યા જ કરીએ. આસપાસથી માણસે પણ સાંભળવા માટે આવે. તેઓ જ્યારે પૂ. આચાર્ય ભગવંતે આદિને સમુદાય સાથે અશુદ્ધિઓ ખામે ત્યારે જાણે કેયલને ટહુકાર થયે હોય તેવો તેમના શબ્દનો રણકાર મધુર લાગે.
શિષ્યદિ પરિવાર : હાલમાં પૂજ્યશ્રીજીની ૮૩ વર્ષની બુઝર્ગ વય છે, જેમાં ૬૫ વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાયમાં પૂજ્યશ્રીજીને નવપદજીનાં નવ નિધાન સમાં ૯ શિકાઓ છે : સાધ્વીશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org