________________
૩૮૪ ]
[ શાસનનાં શમણીરત્નો સહનશીલતા, વિનય, વૈયાવચ્ચ, ઉદારતા, દાક્ષિણ્ય આદિ ગુણોથી ગરિષ્ઠ બનેલાં પૂજ્યશ્રી ટૂંક સમયમાં જ ગુરુદેવનાં હૃદઘમાં સ્થાન પામી ચૂક્યાં હતાં. પિતાના હૃદયમાં ગુરુનો ન્યાસ કરે સહેલું છે, પણ ગુરુના હૃદયમાં વાસ કરે દુષ્કર છે. પૂજ્યશ્રી તે ગુજ્ઞા એ જ જીવનની લ્હાણ, ગુરુજને પ્રત્યે વિનય એ જ સંસ્કાર અને ગુરુદેવાની વૈયાવચ્ચ એ જ મારું નિધાન છે, એમ દઢ નિર્ણય કરીને આવ્યાં હતાં. તેથી સદા સમર્પણની સેજમાં મોજ માણતાં.
ગુણોનું સંગીત : નમ્રતા, નિખાલસતા અને નિરભિમાનતાનો અજોડ નમૂનો : પૂજ્યશ્રીમાં નમ્રતાને ગુણ અજોડ રીતે ખીલ્યા હતા. વડીલો પ્રત્યે શિષ્યાભાવ અને નાનાઓ પ્રત્યે ગવિછતાને અભાવ–એવી નમ્રતા તેઓશ્રીમાં ડગલે ને પગલે જોવા મળતી. કોઈ વાર અનુપયોગથી ભૂલ થઈ જાય તો “મિચ્છામિ દુકકડ' કહી નાનાને ખમાવતાં જરા પણ અચકાતાં નહીં. વિદ્વત્તા, તપ અને તેજસ્વિતા હોય ત્યાં આવી નમ્રતા હોય એ વિરલ ગણાય. તે સાથે નિખાલસતા અને નિરભિમાનતાના ગુણોનો પણ સુયોગ્ય વિકાસ થયો હતો. એવા ઉત્તમ ગુણોના આવિર્ભાવને લીધે તેમનું વ્યક્તિત્વ પ્રસન્નતાથી પ્રકુલિત, શાસનનિષ્ઠાથી સમુલસિત, સત્યનિષ્ઠાથી સ્વસ્થ અને વિરાગથી વૈભવપૂર્ણ હતું. પરિણામે, પૂજ્યશ્રી એવી ઊંચાઈએ પહોંચ્યાં હતાં કે તેમણે કઈ દિવસ માન-સન્માનની પરવા કરી નહોતી, કાતિ–પ્રશંસાની ખેવના રાખી ન હતી, જં પાસે આવવા દીધા ન હતા. તેઓશ્રી નિતિશય સરળતાની મૂતિ હતાં. પોતાના અંતરાત્મામાં લીન હતા. બાહ્ય-ભૌતિક વ્યવહારની પરવા કરતાં ન હતાં.
પૂજ્યશ્રી વિદ્વાન હતા, તે સાથે સરળ અને લઘુભાવ-વિનમ્રભાવ ધરાવતાં હતાં. નાનાં સાધ્વીઓ ભણીને, વાંચીને, સમજીને આવે તે ખૂબ પ્રસન્ન મુખમુદ્રાથી તેમની વાત સાંભળતાં, તેમને ધન્યવાદ આપતાં, તેમને આગળ વધવા પ્રેત્સાહિત કરતાં. પરિણામે નાનાને પૂ. ગુરુદેવ ગંગાના પ્રવાહ જેવા શીતળ, પવિત્ર, મધુર અને શાંતભાવને અનુભવ કરાવનાર લાગતા.
આહાર પ્રત્યે અનાસક્તિ : પૂજ્યશ્રીમાં સ્વાદ અને મિતાહારિતાને ગુણ ખીલેલ હતો. આહારમાં કદી ગમતું-અણગમતું કરતાં નહીં. મળી, ખારી, કડવી–ગમે તેવી વસ્તુ સારા–રાબ ભાવ વિના વાપરી જતાં. તેઓશ્રી માનતાં કે જીવન ટકાવવા પેટને ભાડું આપવાનું હોય ત્યાં આહાર પ્રત્યે અભિરુચિ શું રાખવી? સ્વાદિષ્ટ ભજનને સ્વાદ નહીં ને નરસ ભેજનને ખેદ નહીં—એવી અનાસક્તિ ધરાવતાં ગુરુદેવ આહાર કરતાં અણગારપદની આરઝૂ રાખતાં, તપની તમન્ના રાખતાં, ભગવાનની ભાવના રાખતાં, સંયમની સાધના કરતાં, કર્મ અપાવવા ક્રિયા રુચિ કેળવતાં.
આવા સંયમી જીવનના ઉત્તમ આદર્શ સમું વ્યક્તિત્વ ધરાવતાં ગુરુણીશ્રી પિતાનાં શિખ્યાઓને સ્વયં માર્ગદર્શક સ્તંભ રૂપ હતાં. તે છતાં જ્યારે જ્યારે પ્રસંગ પડે ત્યારે મધુરતાથી–આત્મીયતાથી હિતશિક્ષા આપવાનું ચૂકતાં નહીં. તેઓશ્રી કહેતાં કે, મા-બાપ, કુટુંબકબલે તેમજ સુખસાહ્યબી અને રંગરાગ છેડને દીક્ષા લીધી છે, તો હવે કર્મોનો ક્ષય થો જોઈએ, ભવનો નિસ્તાર થવું જોઈએ, સાધના-આરાધના દ્વારા જિનાજ્ઞામાં જડાઈ જવું જોઈએ અને પુનરપિ જનનનાં ફેગટ ફેરામાંથી મુક્તિ મેળવવી જોઈએ. તે માટે સ્વાધ્યાય, તપસ્યા, વૈયાવચ્ચ, ભક્તિમાં જ પળેપળ વાપરવી જોઈએ.
માન્યતાઓને પરિચય પિતાના જ આચરણ દ્વારા વ્યક્ત થતા હોવાથી અનુવતીએ હોંશે હશે તેઓશ્રીની હિતશિક્ષાને સ્વીકારતા. તેથી તેમની આસપાસ પ્રમાદને સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org