________________
તપ, ત્યાગ અને સાધનાથી વિભૂષિત કચ્છ-વાગડ શ્રમણી સમુદાય
ભારતની પશ્ચિમ દિશાએ આવેલે ખમીરવંત કચ્છ પ્રદેશ એના ભેગેલિક સ્થાન, એની ભાષા અને રિવાજેથી સૌમાં નિરાળા તરી આવે છે. અહીં જૈનધર્મ પ્રાચીનકાળથી પળાતે આવ્યો છે. આ ભૂમિને ભારે મેટું ગૌરવ અપાવવામાં અનેક સંતરત્નનું મૂક છતાં મહત્વનું પ્રદાન નોંધપાત્ર બની ગયું છે. વાગડ સમુદાયના ઉપકારી અનેક પૂજ્ય આચાર્ય ભગવંતે, સાધુ ભગવંત તથા પૂજ્ય સાધ્વીજી મહારાજે વાગડ જેવા અણવિકસિત પ્રદેશમાં ઝબકી ઊઠયાં. તેમના ત્યાગી-વૈરાગી અને ઉત્તમ ચારિત્રજીવનના અપૂર્વ પ્રભાવે અનેક જીને શુદ્ધ ક્ષમાગે ચડાવ્યા છે. તેઓશ્રીના નિમલ ચારિત્રપ્રભાવથી વાગડ સમુદાય દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતે ગયે. તેમાં વળી રાજસ્થાન જેવા પ્રદેશમાં જન્મ લઈ કચ્છ-વાગડની અજાણ ભૂમિને પિતાની ધમ-કર્મભૂમિ બનાવનાર, આ ભૂમિને પોતાની સાધનાની અનુભૂતિનું પયપાન કરાવવા વાગડ સમુદાયના પ્રવર્તમાન ગચ્છાધિપતિ અધ્યાત્મમૂતિ પ. પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ. સાહેબે સમુદાયની વિજયપતાકા દૂર દૂરના વિસ્તાર સુધી ફરકાવી મહાન ઉપકાર કર્યો છે.
- વાગડની આ તપોભૂમિમાં એક એકથી ચડિયાતાં નારીરત્નો પણ પ્રગટ થયાં છે. અખંડ નિમળ ચારિત્ર્યવિભૂષિત વાગડ સંઘાડાના સાધ્વી સમુદાયનાં પ્રથમ સાથ્વી પ. પૂ. શ્રી આણંદશ્રીજી મ. સા. એ વાગડ ભૂમિમાં જન્મ લઈ પિતાના જીવનને સફળ બનાવવાની સાથે કેટલાએ જીવને તાર્યા છે. એટલું જ નહીં; પિતાની ઉત્તમ જ્ઞાનસાધના વડે વાગડના સાધ્વીસમૂહને વધુ પ્રકાશિત –પ્રજવલ્લિત કરેલ છે. શાસનની શોભા વધારનાર આ પોપકારી સાધ્વીજી ગુરુમહારાજને પગલે પગલે કચ્છ-વાગડ અને દૂર દૂરના પ્રદેશોમાંથી પણ કેટલાએ ભાગ્યશાળીઓએ મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરવા ઉત્તમ એવું ચારિત્ર્ય વાગડ સમુદાયમાં સ્વીકારીને આ પ્રદેશમાં તેમ જ ભારતભરમાં ધમની આરાધના કરી, કરાવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહેલ છે.
આ વાગડ સમુદાયનાં સાધ્વીજીઓની સંખ્યા વર્તમાનમાં ૪૫૦ આસપાસની હેવાનું જણાય છે. વાગડ સમુદાયના તપ, ત્યાગ અને સાધનાના આદશે અને ધમની પ્રભાવનાથી સૌ કોઈ તેને આસ્વાદ માણી રહેલ છે. આ સમુદાયનાં પૂજનીય સાધ્વી ભગવંતને અમારા કેટી કેટી વંદના!
–સંપાદક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org