________________
૩૭૦ |
[ શાસનનાં શમણીરત્નો સદ્ગુણોના સાગર-સંયમમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી રતનશ્રીજી મહારાજ કચ્છની કલ્યાણકારી ધરતી પર અનેક ઉપકારી સંત થઈ ગયા, થાય છે અને થશે, જેમણે અથાગ પરિશ્રમ વેઠીને પણ છ-વાગડની ભોળી પ્રજામાં જ્ઞાન ધર્મનો પ્રકાશ પાથર્યો છે. તેમાંયે મહિલાવર્ગમાં વિશેષ જાગૃતિ લાવવામાં સાધ્વીજી મહારાજને ફાળે અત્યંત નોંધપાત્ર છે. પૂ. સાધ્વીજી રત્નશ્રીજી મહારાજ પણ આવાં જ એક તેજસ્વી સાદવીરત્ન થઈ ગયાં. વાગડ દેશદ્વાર આચાર્યદેવેશ કનકસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી રહીને તેઓશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવના કરી.
વગડમાં પલાંસવાની પુનિત ભૂમિમાં સં. ૧૯૪૧ની સાલમાં ધનતેરસ સમા શુભ દિને ચારિત્રરૂપી ધન કમાવા માટે જ આ બાળાને જન્મ થયે! માતાપિતાએ પિતાની આ લાડલી સુપુત્રીનું નામ રંભા પાડયું. પિતા વેણીદાસભાઈ તે રંભાબહેનને જોઈને જ આનંદ પામતા, કે પિોતાની પુત્રી એટલી તેજસ્વી છે કે આગળ જતાં અવશ્ય મહાન કાર્યો કરશે.
અને ગાનુયોગ રંભાબહેનને સુયોગ્ય સાધ્વીજી માણેકશ્રીજીનો સંપર્ક થઈ ગયે. ચિલમજીઠ વૈરાગ્ય રંગ લાગ્યો. તીવ્ર ભાવના તુરત ફલદાયી, એ ન્યાયે માતા-પિતાની સહર્ષ સંમતિથી વિ. સં. ૧૯૬૩ના ફાગણ સુદ ને શુભ દિને જેની પુત્રી અમદાવાદમાં પૂ. શ્રી જીતવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને પૂ. માણેકશ્રીજી મહારાજનાં શિખ્યા સાધ્વીશ્રી તનશ્રીજી નામે ઘેષિત થયાં.
દીક્ષા લીધા બાદ પૂ. ગુરુણીજીની આજ્ઞાનું પૂર્ણ પાલન કરી, પૂ. ગુરુદેવની આજ્ઞાના અનુવર્તી રહેવામાં જ ગૌરવ સમજતાં હતાં. પરિણામે, આ વિનમ્ર સ્વભાવને લીધે ટૂંક સમયમાં પૂ. ગુરૂણીના તેમ જ સહવત સર્વ સાધ્વવંદના પ્રીતિપાત્ર બની ગયાં હતાં. તે સાથે પિતાને સ્વદયા આગળ વધારવામાં અને અનુવર્તીઓને સ્વાધ્યાય આપવામાં હમેશાં અપ્રમત્ત રહેતાં. પ્રતિકમણાદિ સૂવે એટલી ચીવટથી કરતાં કે કઈ એક પણ ભૂલ ન કાઢી શકે. એવી જ રીતે, કોઈપણને જણાવતાં, એક જ પંક્તિ પ–૨૫ વખત એવી રીતે બેસાડતાં કે અર્ધો પાડ તે તે જ વખતો કંઠસ્થ થઈ જાય. પરિણામે, સૌ કોઈ હોંશે હોંશે તેમની પાસે પાઠ લેવા આવતાં. આગમનાં એક એક સૂત્ર બોલતાં તેઓશ્રી ગદ્ગદિત થઈ જતાં અને કહેતાં કે, હે ! મારા પ્રભુજીની આવી સુંદર વાણી મને સાંપડી એ મારું સદ્ભાગ્ય છે ! મેટી ઉંમરે પણ ચૌદશનું પ્રતિક્રમણ અવશ્ય ભણાવતાં. આ હતો સૂ પ્રત્યે તેમને અનુરાગ...અહોભાવ !
પૂજ્ય શ્રી ક્રિયાચુસ્તતાના પણ પાકા હિમાયતી હતાં. એકએક ક્રિયા ઊભાં ઊભાં મનવચન-કાયાની એકાગ્રતાપૂર્વક કરવાના આગ્રહી હતાં. નાનાં-નવદીક્ષિત સાધ્વીજીઓને પહેલેથી જ આવી સુંદર રીતે ક્રિયા કરવાની પ્રેરણા આપતા. કેઈથી ભૂલ થાય તે, પ્રથમ પ્રેમથી પાસે બેસાડી, મીઠી વાતો કરીને, તેમનું દિલ જીતીને પછી, તેની ભૂલ સુધારતાં. પૂજ્યશ્રીની આવી રીત પેલાં સાવીજીને એવી સ્પશી જતી કે પછીથી તેઓ આવી ભૂલ કરતાં નહીં.
ચારિત્રજીવનની ચુસ્તતા બાબત પણ પૂજ્યશ્રી પૂરા સજાગ રહેતાં. પિતાની નાની સરખી ભૂલ માટે પણ ક્ષમા માગતાં અચકાતાં નહીં. કેઈની સાથેના વ્યવહારમાં કેઈને હેજ પણ આઘાત લાગે એવું વચન બોલતાં નહીં. જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગ સાથે સર્વ પ્રત્યેને વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org