________________
૩૬૮]
[ શાસનનાં શ્રમણીરત્નો ૧૯૯૩ની સાલ આવી. દિનદિન ચડતે રંગે ગુરુજી મહારાજની ભક્તિમાં તત્પર શ્રી રાધનપુરના શ્રીસંઘે સેવા શુશ્રષાની સારી એવી કમાણી કરી અંતિમ ચોમાસામાં તેઓશ્રીને જીર્ણ જ્વર લાગુ પડ્યો. તેમના દેહરૂપી વસ્ત્ર ઘસાવા લાગ્યું. સાથે સાથે આત્મતેજ અત્યંત આકર્ષક બનતું ગયું.
પૂજ્યશ્રી બીમારીમાં પણ ખુમારીભરી આત્મમસ્તી માણતાં હતાં. ૧૯૯૩ નું ચાતુર્માસ શરૂ થયું. સમય પસાર થતો. હતા પૂજ્યશ્રીએ આ સુદ ૧૪ નો ઉપવાસ કર્યો. આસો વદ ૭ સુધી તો હાથમાં પ્રત–પુસ્તક હતાં. ધાસનું જોર વધ્યું. સાથે સાથે ધેર્ય, સહનશીલતા, ક્ષમાપના અને ચત્તારિ મંગલમ વગેરે એકાગ્રતાની ધ્યાનધારા પણ વધતી ગઈ. પિતાના આશ્રિતવર્ગને કહેતાં, મારે અહીં પણ આનંદ છે અને જ્યાં જઈશ ત્યાં પણ આનંદ છે. તમે સંયમથુરા બનશે. મારા માટે જરાપણ અફસોસ કરતાં નહીં.
આસો વદ ૧૪ ની અંતિમ આરાધના ઉપવાસથી ન થઈ શકી. મુખમાંથી શબ્દો સરી પડયા ધન્ય છે પૂર્વ મહાપુરુષોને જેઓ અંત સમયે અણસણ કરી આત્મધ્યાનમાં મગ્ન બન્યાં. ભગવાન મહાવીર પરમાત્માનો વિરહ થયે હતા એ જ ગેઝારી રાત્રી આ માસની આવી. છેવટ સુધી તમામ ક્રિયા-આરાધનામાં લીન અખંડ ભવ્યાબાધ આત્મસમાધિમાં ઝીલતાં. પાછલી રાત્રીના પિણા પાંચ વાગે નકલી અને નાશવંત દેહપિંજરને ત્યાગ કરી નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં અસલી અને શાશ્વત સુખની નિકટતા સાધવા તેમને આતમરામ પ્રયાણ કરી ગયો.
કચ્છ-વાગડ-ગુજરાત-સૌરાષ્ટ્રના અનેક શ્રી સંઘ અને શ્રાવકવર્ગે તપ જપ અને જીવદયાનાં અનેક કાર્યો દિલાવરીથી કર્યા. રાધનપુરના શ્રીસંઘે તેઓશ્રીના સંયમપૂત દેહને સંસ્કાર સંપૂર્ણ ચંદનકાઇથી કર્યો. તેઓશ્રીજના વિરહની વસમી વેદનાને ભેગ બનેલ આશ્રિત વગ અને શ્રી સંઘ શકાતુર બને.
પિતાની ઉજજ્વલ સાધના દ્વારા નિજાતને ધન્ય બનાવી ગયાં. સંઘ શાસન અને સમુદાયને પૂજ્યશ્રીની ભારે મોટી ખોટ પડી. “ફૂલ ગયું અને ફેરમ રહી ગઈ” એ ઉક્તિ અનુસાર તેઓશ્રીજીની ગુણપરિમલ આપણા અંતરાત્માને ઊર્ધ્વગામી બનવામાં પરમ આલંબનરૂપ બને એ જ અંતરની અભ્યર્થના.
–ગુણગણુસ્મારિકા સાથ્વી ચંદ્રાનનાશ્રીજી
* પૂ. પિતાશ્રી સારાભાઈ તથા પૂ. માતુશ્રી શણગારબહેનના સ્મરણાર્થે તેમના સુપુત્ર દીપેન્દ્રભાઈ
તથા ભૂપેન્દ્રભાઈ સપરિવાર–અમદાવાદ તરફથી ભૂરી ભૂરી અનુમોદનાથે. # શાંતાબહેન અચરતલાલ સાયન-મુંબઈના સૌજન્યથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org