________________
શાસનનાં શ્રમણીરત્ને! ]
મહાનદપદના અભિલાષી
કચ્છ-વાગડ સાધ્વી સમુદાયના આદ્ય શ્રમણીરત્ન
મહત્તરા પૂજ્ય આણદશ્રીજી મહારાજ
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનાં આચરિત અને ઉપર્દિષ્ટ લાગના તપાવન અને સચમનાં સહસાવનમાં પ્રવેશ પામેલા આયેંગણુ સાધ્વીજી ભગવતશ્રી ચંદનબાળાશ્રી આદિ અનેક મહત્તરાઓની જાહેાજલાલીવાળા જિનાજ્ઞાની ઝલકથી આકર્ષક જીવનચરિત્રા અતરાત્માને અનેરા આનંદના અજવાળાથી ભરી દે છે. તેમની સહામણી સાધના આરાધનાનું વર્ણન કરવા આપણા વામણે! બુદ્ધિવૈભવ અસમર્થ છે. છતાં ઉત્સહિત હૈયાને બ્રેક મારવુ પણ મુશ્કેલ છે. એક કવિએ કહ્યુ` છે કે
ગુણ ગાતાં ગુણીજન તણા, જીવા પાવન ધાય. સાંભળતાં સુખ સંપજે, ભવથી પાર પમાય....!
{ ૩૬૫
નિકટના ભૂતકાળમાં થયેલા કામણગારી કચ્છ-વાગડ દેશની ધન્ય ધરા ! ખમીરવંતા આ પ્રદેશમાં પલાંસવા ગામમાં સુશ્રાવક દોશી મેતીચંદ માનસંગનાં ધર્મ પત્ની સુશ્રાવિકા નવલબેનની કુક્ષીએ વિ. સ. ૧૯૧૭ના જેડ સુદિ-૧ ને દિવસે પુત્રીરત્નના જન્મ થયે. જન્મથી જ જાણે તેની સૌમ્ય, સાત્ત્વિક, પ્રસન્ન મુખાકૃતિ આત્માની અંદરના અધ્યાત્મને ખેાજતી હોય તેમ પૂર્વભવની અપૂર્વ ચેાગસાધના પૂર્ણ કરવા જ જાણે જન્મ લીધો હોય તેમ, માત્ર સાત વર્ષની વયે પણ ત્યાગરુચિ અને ભવભીરુતા અતિશય હતાં.
‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ ન્યાયે બાલ્યવયથી જ ધીર, સ્થિર, ગંભીર અલ્પભાષી અને આત્મલક્ષીપણાનાં સુસ’સ્કારોની અનુભૂતિ સહવી અને સમીપવર્તીઓને થતી હતી. ડિગ્રીએને એ જમાના નહાતા. સામાન્ય વ્યવહારિક અભ્યાસ સાથે ધમ બીજની વૃદ્ધિ દિન-પ્રતિદિન ઉષ પામતી હતી. સ. ૧૯૨૫ માં બાડીસર ગામે વાગડદેશની વિરલ વિભૂતિ જયમલ્લના દીક્ષા મહોત્સવ હતા. માત્ર સાત-આઠ વર્ષની આ કુમળી વયની સુબાલિકા અંદરબાઈ ને મનની ફ્રેઈમમાં આ પ્રસ`ગ કંડારાઈ ગયા. દીક્ષિત બનેલા જયમલ્લ પૂ. જીતવિજયજી મહારાજ બની પ્રભુ મહાવીર પરમાત્માની પાટે પ્રકાશવા લાગ્યા. ત્યારબાદ “સયમ કબડ્ડી મિલે સસનેહી” એ પંક્તિનુ પિરભાવન કરતા આ પુણ્યાત્માના પાંચ વર્ષ વીત્યાં અને તેર વર્ષની વયે તેમનાં ફઈબા નંદુબહેનની સત્પ્રેરણા અને પ્રેત્સાહનથી તેમણે ચતુર્થાંવ્રતના સાલ્લાસ સ્વીકાર કર્યાં. વૈરાગ્યભાવ અને ત્યાગવૃત્તિની ભાવના વિશેષ વૃદ્ધિ પામ્યાં તેમજ સચિત્ત સ્પના ત્યાગ, આવશ્યક ક્રિયા, શાસ્રાભ્યાસ પ્રકરણ ભાષ્પ, કમ ગ્રંથ, બૃહત્ સ'ગ્રહણી, ક્ષેત્રસમાસ, વૈરાગ્યશતક કુલક વગેરે સાથે કંડસ્થ કર્યાં. વીશસ્થાનક તપની ૧૧ એળી, તમામ પતિથિની આરાધના, પૌષધવ્રત, હમેશાં ૮ થી ૧૦ સામાયિક વિ. દેશવિરતિની દીપ્તિ તેઓશ્રીની સર્વવિરતિધમનીં તીવ્ર અભિલાષા સાક્ષી પૂરતી હતી.
Jain Education International
ગ શ્રીમ'ત કુટુ ́બમાં ઊછરેલ તેઓશ્રી કુટુંબીજનો તરફથી મળતા માન-સન્માનમાં ખૂબ જ સાવધ રહેતા, તેમની પાપભીરુતા ગજબની હતી. રગરગ અને રામરામ વ્યાપેલી વિરાગભાવના તેઓશ્રીને ત્યાગના શણગાર સજવામાં ખૂબજ સહાયક બની.
સ’. ૧૯૩૮ ની અક્ષયતૃતીયાનું પ્રભાત તેમના ચિરસેવિતમનારધની માળાને પ્રફુલ્લિત
For Private & Personal Use Only
www.jainelibrary.org