________________
શાસનનાં શ્રમણીરત્ના
[ ૩૫૩
કરવાના કારણે દેખાય છે? એ વિચાર કરતા હતા એટલામાં તે એક પછી એક બધા હુંસ માનસરોવરની તરફ જવા માટે ત્યાંથી નીકળી ગયા. એ સુંદર દેખાતુ સરોવર હવે સાવ નીરસ અને શુષ્ક દેખાવા લાગ્યું આ દૃશ્ય જોઈ ને મુસાફર સ્તબ્ધ થઈ ગયેા. શું હુ'સના કારણે સરોવરની આટલી શેાભા અને સુંદરતા હતી, તેા પછી એ ઊડીને કેમ ચાલ્યા ગયા? અહી જ રહેવુ હતું ને! પર`તુ મુસાફરને ખબર નથી કે હંસને ક્રીડા કરવા માટે આ રેાવરનેય ટક્કર મારે તેવુ સુંદર મજાનું માનસરાવર મળશે. આ સરેવર કરતાં પણ અનેકગણે આનદ હંસને ત્યાં અનુભવવા મળતા હાય તે પછી કયા ડાહ્યો હંસ અહીયાં રહે?
આ સંસારની અંદર પણ જન્મ લેનારી મહાન વિભૂતિઓ પેતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વથી સંસાર સરોવરની શેાભા અને સુંદરતાની વૃદ્ધિ કરતી હોય છે અને અહીંથી વિદાય થયા બાદ અન્ય સારી ગતિ અને સારા સ્થાનને પ્રાપ્ત કરી ઉચ્ચકેટિની સાધના-આરાધના અને ઉપાસનાને અપૂર્વ આનંદ અનુભવવામાં મસ્ત હોય છે. પરંતુ એમના ગયા ભાદ આ વિશ્વનું સરોવર કેવુ. શૂન્ય અને શુષ્ક બની જાય છે તેને ખ્યાલ એમને કયાંથી આવે? એ તે અહી રહેનારા જ જાણી શકે ને!
આવી જ એક મહાન વિભૂતિ સાઘ્વીજી શ્રી હેમરત્નાશ્રીજીના નામે અમલનેર નગરન! આંગણે (વિ. સ. ૨૦૧૦, ફ્!. સુ. ૧૧ના) ઉદ્ભવી અને મદ્રાસ શહેરના આંગણે (વિ.સ. ૨૦૪૮, કા. ૧. ૧૪ના) અસ્ત પામી.
છત્રીસ કરોડ નમસ્કાર મહામત્ર સ્મારક, વૈરાગ્યવારિધિ, મહારાષ્ટ્રકેસરી પૂ. આચાર્ય ભગવ ́ત શ્રી વિજયરો દેવસૂરીશ્વરજી મ. સા. નાં કરકમલેા દ્વારા સાળ વર્ષોંની ભરયુવાન વયમાં વિ. સ. ૨૦૨૬ના વૈ. સુ. ૬ના દિવસે સયમ સ્વીકારી કેવી અદ્ભુત અને અદ્વિતીય સાધનાની ધૂણી ધખાવી હતી, એ તે એમને નિકટથી જોનારા જ જાણી પિછાણી શકે.
સુખી-સમૃદ્ધ ઘરમાં મેટા થવા છતાં સ્ત્રીસહજ ક્ષુદ્રતા, તુચ્છતા, ઈર્ષ્યા, જિદ્દી સ્વભાવ, કદાચ, કપટીપણું, જૂઠાણું, પારકું પચાવવાની મનેવૃત્ત, અધિકારની મમતા, સ્વાર્થ રસિકતા, એદીપણું, અતડાપણું, ભપકાથી અંજાઈ જવાનું વલણ વગેરે દુર્ગુણા એમને બચપણમાં પણ સ્પશી નહાતા શક્યા. આવી ઉચ્ચતમ વિશિષ્ટતા પેાતાની દીકરી સુરેખામાં જોઈ પિતા નેમિચંદભાઈ અને માતા પદ્માબહેન અત્યન્ત ગૌરવ સાથે અવર્ણનીય આનંદ અનુભવતાં અને પેાતાની વહાલસાયી દીકરી કોઈ મહાન વિભૂતિ બનશે તેની ઝાંખી કરતાં હતાં.
બન્યુ પણ એવું જ. એક દિવસ એ મહાન વિભૂતિ મનવાન! ત્યાગમાર્ગે ચઢી ગયાં. પૂ. વિદુષી સાધ્વીજી શ્રી રાહિણાશ્રીજી મ. ની પાવનકારી નિશ્રામાં અને સાધ્વીજી અનંતકીતિ શ્રીજી મ. નાં શિષ્યા બની સાધ્વી શ્રી હેમરત્નાશ્રીજી નામે અલ'કૃત બન્યાં. અને આગળ જતાં સયમજીવનમાં, નાજુક અને કોમલ શરીરે પણ, પ્રકૃષ્ટ ને વિશુદ્ધ આરાધનાનાં શિખરો સર કરવા કટિબદ્ધ બની ગયાં હતાં.
સ્વાધ્યાયમાં સદૈવ દ્વતચિત્ત, આચારાનુ` ચુસ્ત પાલન, નિરતિચાર, ચારિત્રનેા પ્રગાઢ પ્રેમ, સદા પ્રસન્ન ચહેરા તથા નિ:સ્વાર્થભાવે સંચમીને સ્વાધ્યાય, સામાદિ ચેગે!માં સહાય કરવી એ એમના જીવનમ`ત્ર બની ગયા. સ`સ્કૃત-પ્રાકૃત, ન્યાય, બ્યારણ, જ્યાતિષ, કમ્મપયડિ જેવા આકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org