________________
શાસનનાં શમણીરત્ન |
[ ૩પ૯
પૂ. સાધ્વીજી શ્રી ગિર્વાણ શ્રીજી મહારાજ મેવાડ દેશોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાનુવતી સાધ્વી શ્રી પુણ્યરેખાશ્રીજીનાં શિષ્યા ભાવનગર જૈન સંઘનું ગૌરવ વધારનાર સાધ્વીશ્રી ગિર્વાણરેખાશ્રીજી ખરેખર ! સ્વસમુદાયમાં પણ ગૌરવરૂપ છે. ભાવનગર એ આરાધકોની ખાણ છે. જાણે મુક્તિલલનાને વરવા માટે જાન ન આવેલી હોય! એવા પુણ્યશાળી આત્માઓના જન્મથી પૃથ્વી પાવન થયેલી છે, તે પવિત્ર ભૂમિ ઉપર અનેક મહાન આત્માઓ પ. પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી આદિએ સંયમજીવન લઈને ગુણગણોથી નગરની કીતિ વધારી છે. અનેક આચાર્ય ભગવંતનાં ચરણકમલેથી પાવન થયેલી આ ભૂમિ ધન્યાતિધન્ય બની છે. એ પૂણ્યભૂમિમાં રત્નકુક્ષિણી માતા નમરતબહેન મોહનલાલને ત્યાં જન્મ લઈને ગુણવંતીબહેન ગુરુદેવશ્રીની વાણી સાંભળી પોતાના મોટા પુત્ર મહેન્દ્રભાઈ (બી.કોમ)ને (હાલ પૂ. મુનશરત્નવિજ્ય) તથા નાના પુત્ર રાજુભાઈ (હાલ પૃ. શરત્નવિજય)ને દિક્ષા અપાવી શાસનને સમર્પિત કરી રત્નકુક્ષિણી માતા બની. ત્યાર બાદ મોટી પુત્રી પ્રતિભાબહેન (હાલ સાધ્વી શ્રી પ્રમોદરેખાશ્રીજી)ને દીક્ષા અપાવી.
એટલું જ નહીં, અપૂર્વ ભાવલાસ અને પુરુષાર્થના કારણે પોતાના પતિ સલોત ભોગીલાલ ચુનીલાલ દાદાવાળા (હાલ પૂ. ભાગ્યેશરત્નવિજય) તથા પિતાની નાની સુપુત્રી હર્ષાબહેન (હાલ સાધ્વીશ્રી હિતરેખાશ્રીજી) સાથે સ્વયં સા. શ્રી નિર્વાણ શ્રીજી નામે દીક્ષા ગ્રહણ કરીને, જેવી રીતે પહેલાં લવ અને કુશે દીક્ષા લીધી ત્યાર બાદ રામચંદ્રજી તથા સીતાજીએ દીક્ષા લીધી એ જૈન રામાયણના દાંતને આજે પણ યાદ કરાવી આપે છે. ભાવિના ગર્ભમાં શું પડ્યું હશે, તે કેણ જાણી શકે ? નામકરણ કરવાવાળાં ફઈને પણ ખ્યાલ ન આવે કે આ ભગીને બદલે જેગી થશે.
યુવક-જાગૃતિ-પ્રેરક પૂ. આચાર્યદેવ શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ની સતત પ્રેરણા અને દેવ-ગુરુ તેમ જ વડીલોના આશીર્વાદથી એક જ કુટુંબમાંથી ૬-૬ આત્માઓને સંયમમાગે પ્રયાણ કરાવી શ્રી ભાવનગર જૈન સંઘની કીતિને ચાર ચાંદ લગાવી ગૌરવ વધાર્યું છે. ધન્ય છે સાધ્વીજી નિર્વાણ ખાશ્રીજીને !
કડક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org