________________
૩૪૬ ]
[ શાસનનાં શમણીરત્નો જ આનંદ માણનાર વિજયાને સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.પા. આ. દેવેશ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વર્ધમાન તપેનિધિ પૂ. પા. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂ. મ. સા. (ત્યારે પૂ. શ્રી ભાનુવિજયજી મ.સા.)નો એક જ ટકેરો બસ હવે, સ્વનામ સાર્થક કરવા માટે !
અત્યંત શ્રદ્ધાળુ ધર્મનિષ્ઠ સુશ્રાવક અંબાલાલભાઇનાં ધર્મપત્ની કે જેમની રગેરગમાં શાસનની દાઝ વ્યાપેલી હતી એવી મહાશ્રાવિક મૂળીબહેનની કુક્ષીમાં સં. ૧૯૯૨ ભા. વ. પના શુભદિવસે થંભનપુર જેવી ધમનગરીમાં વિજયાબહેનનો જન્મ થયો હતો. વય વતાં વિજયબહેનનું મેહમયી મુંબઈમાં વસતા ખંભાતના ઓવાલ જ્ઞાતિના ગર્ભશ્રીમંત અમિષ્ટ વાડીલાલ છોટાલાલના સુપુત્ર રમણભાઈના પુત્ર પ્રવીણચંદ્ર સાથે વેવિશાળ કરવામાં આવ્યું. વેવિશાળ અને લગ્નના વચગાળામાં જાણે કેઈ ન જ ઇતિહાસ રચાઈ ગયા !
માતા મૂળીબહેન સાથે વડીલ બંધુઓના આગ્રહથી વિજયાબહેનને અનિચ્છાએ પણ ઉપધાનતપ કરવા જવાનું થયું અને ત્યાં જશવિદ્યાબહેન (હાલ પૂ. હસકીતિ શ્રીજી મ.નાં શિષ્યા પૂ. સાધ્વીશ્રી જશરીતિ શ્રીજી મ.)ના સમાગમ ધર્મનાં પીયૂષ પાયાં. આઠ મહિના પૂર્વે નૂતન દીક્ષિત બનેલ ભાજીમહારાજ વૈરાગ્યદેશનાદલ પૂ. આ. ભ. શ્રી વિજય હેમચંદ્રસૂરીજી ( ત્યારે પૂ. શ્રી હેમચંદ્રવિજયજી) મહારાજે પ્રેરણારૂપી મેઘની ધારા વરસાવી વિજયાબહેનની આત્મભૂમિ શુદ્ધ બનાવી દીધી, અને અતિ કુશળ કિસાન-સમ વધમાનતપિનિધિ પૂ. પા. આ. ભ. શ્રી વિજયભુવનભાનુ સૂરીશ્વરજી મ.સાએ અનેખી રીતે વૈરાગ્યબીજનું વાવેતર કરી દીધું, કે જે ઉપધાન પૂર્ણ થતાં તે ફૂલીફાલી ગયું. “જીવન-રાહ” બદલાઈ ગયે. “હવે ના જોઈએ સંસાર'ની ધૂન ચાલુ થઈ ગઈ. અને પૂ. લાઈમિહારાજના હાથે માળ પહેરવાની ઉત્કંઠાથી લઈ લીધું પાંચ વર્ષનું બ્રહ્મચર્ય ! - હવે મહરાજ અને ધર્મરાજાનું ભયંકર દ્વયુદ્ધ ચાલ્યું. સ્વજનોએ મેહાધીન થઈ જલદી લગ્નગ્રંથિથી જોડી દીધાં. પણ નામ જેનું વિજપા, તેને પરાજય શું થાય?! તપ-ત્યાગ અને પ્રભુભક્તિ રૂપી શ વડે યુદ્ધ ખેલ્યું. એક પછી એક વૈરાગ્યની અગ્નિપરીક્ષાઓ થવા લાગી. તેમાં વિજયાબહેનની સાત્વિક્તામક્કમતા જોઈ પતિદેવ સાનુકૂળ બની ગયા. ૧-૧ વર્ષ સુધી શ્વસુરગૃહમાં રહેવા છતાંય સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું. મોહના ઘરમાં રહી મોહરાજાને જીતી વિજયા નામને સાર્થક બનાવ્યું. સ્વજનોએ આખરે તેમની મક્કમતા, દઢતા અને પ્રકૃષ્ટ વૈરાગ્યભાવને પારખી દીક્ષા માટે રજા આપી અને સં. ૨૦૧૧ . સુ. ૭ના દિવસે બ્રહ્મચર્યનિષ્ઠ પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રશ્રીજી મ. સા. ની નિશ્રામાં સમભાવી પૂ. સુભદ્રાશ્રીજી મ. નાં શિષ્યા સરળસ્વભાવી પૂ. સાધ્વી શ્રી રંજનશ્રીજી મ.નાં ચરણોમાં જીવન સમર્પિત કરી વિજયાબહેને સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી નામ ધારણ કર્યું.
જ્ઞાન-ધ્યાન-તપ-સંયમમાં મગ્ન બનીને જાણે પૂવડીલ ગુરુભગવંતેથી મળેલ નામની સાર્થકતા કરતા હોય તેમ નૂતન સંયમજીવનમાં આરાધનાની ‘વસંત ખીલવી દીધી. દીક્ષિત બની પૂ. દાદી ગુરુમહારાજની ભક્તિ-વૈયાવચ્ચમાં લયલીન બન્યાં. સતત રાતના ઉજાગરા કરવા છતાંય થાક્તાં નહીં. પાંચ-પાંચ વર્ષ સુધી બેભાન અવસ્થામાં રહેલ પૂ. દાદી ગુરુમહારાજની ખડે પગે સેવાભક્તિ કરી. ભક્તિ સાથે જ્ઞાનયજ્ઞ માંડવો હોય તે તપયજ્ઞનાં મંડાણ પણ અનિવાર્ય ગણાય, તે વિચાર કરી તપયજ્ઞના શ્રીગણેશ કર્યા.
તપયજ્ઞ : માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ, ધર્મચકતપ, ચત્તારિ-અડ્ડ-દસ-દોય, વેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org