________________
૩૪૪
[ શાસનના શ્રમણરત્ન મહેકવું જીવન ઉપવન બની.. પૂ. સા. શ્રી શશિપ્રભાશ્રીજી મહારાજ પ્રકાશનાં કિરણ પાથરીને પશ્ચિમ આકાશમાં અસ્ત પામતે સૂર્ય અને ફોરમ ફેલાવી વિદાય લતુ ફૂલ જગતની નશ્વરતાની જાહેરાત કરે છે. જન્મ પછી મરણ, મર પછી જન્મની પરંપરાથી ચાલી આવતી ઘટમાળ કમ તરફથી થતી વિટંબણાની ઉપણા કરે છે.
જન્મ-મરણની જગલ-જેવી અનેક નવા-નવા સંબંધો-સંયોગે કરાવે છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી, કે નથી કે મહત્ત્વ પણ જૈનશાસનથી યુક્ત આર્થક્ષેત્ર, મનુષ્યભવ. તેમાંય સુગુરુના યોગ સંયમની પ્રાપ્તિ કરાવી દઈ ગુરુ-શિષ્યના સંબંધ સ્થાપે તો જરૂર મહત્ત્વનું લેખાય. કારણ. એ કવચિત મહાપુયે જ પ્રાપ્ત થાય છે.
ગુરુમહારાજના હૃદયમાં અમું સ્થાન પ્રાપ્ત કરનાર, છેલ્લી ઘડી સુધી સતત સંયમની કાળજી કરનાર, અને અંતિમ સમય સુધી ગુરુભક્તિ કરનાર ગુરુભક્તા શિખ્યાની આ છે જીવન-કહાણી !
ધર્મનિષ્ઠ પિતા મણિલાલ, શ્રાવિકા માતા ડાહીબહેન, જેમની કુક્ષીએ શુભ દિવસે એક પુત્રીએ જન્મ લીધે. સ્વજનોએ તને નામ આપ્યું શાંતાબહન. સ્વભાવે ખૂબ શાંત. જિનશાસન પામેલ માત-પિતાએ નાનપણથી જ પુત્રીમાં ધર્મસંસ્કારોનાં બીજની વાવણી કરી અને પૂ. ગુરુદેવને સિંગ થતાં ત બીજ ફૂલ્યુ-ફાલ્યું. સુદીર્ઘ સંયમપર્યાયી પૂ. પ્રવતિની સા. શ્રી ચંદ્રશ્રીજી મ.નાં સમભાવી શિખ્યા પૂ. સા. સુભદ્રાશ્રીજી મ. નાં શિખ્યા પ્રથમપીયૂષપદધિ પૂ. પ્રવતિની શ્રી રંજનશ્રીજી મ. ના દિલમાં શાંતાબહેન વસી ગયાં. મહાપુવાદયે મળેલ મનુષ્યભવને સફળ કરવાને એકમાત્ર ઉપાય સંયમ છે, તેની કિંમત સમજાવતાં ગયાં. હળુકમ શાંતાબહેનને ઘણા “ઘાની જરૂર ન હતી. ગુરુદેવનું માત્ર દિશાસૂચન થયું કે સંસારને લાત મારી, મિહને તમાચા દઈ લઈ લીધા સંયમભાર. નામ પડ્યું સાધ્વી શ્રી શશિપ્રભાશ્રીજી મહારાજ
દીક્ષાના દિવસથી જ પૂ. ગુરુદેવની સેવા ભક્તિ અને આજ્ઞાપાલનને જીવનમંત્ર બનાવ્યા તથા વીશસ્થાનક, વર્ધમાનતપની ઓળીઓ, નવપદજીની ઓળી, અઠ્ઠાઈ વગેરે અનેક નાની-મોટી તપશ્ચર્યા કરી તપગને સાળે. જ્ઞાન માટે પણ ખૂબ તાલાવેલી લગાવી. જો કે જ્ઞાનાવરણયના
પશમની મંદતાના કારણે પિત બહુ ઝાઝું ભણી ન શક્યાં પણ જ્ઞાનીઓ પ્રત્યે બહુમાન રાખવાનું અને ભણનારને અનુકૂળતા કરી આપવાનું ક્યારેય ચૂકતાં નથી, એટલું જ નહીં, ભણતાં દેખીને અતિ આનંદ પામતાં.
સંયમજીવનના પ્રારંભથી જ પૂ. ગુરુદેવની પાવન નિશ્રામાં રહી પંચાચાનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું આરાધન, બાર ભાવનાનું ભાવન વગેરે દ્વારા પોતાનું સુંદર જીવનઘડતર કર્યું. પૂ. ગુરુમહારાજની સાથે પૂ દાદી ગુરુમહારાજ આદિની ભક્તિ–વૈયાવચ્ચને લાભ લેવા સાથે ખંભાત નગરમાં વર્ષો સુધી રહ્યાં. સતત ગુરુનિશ્રામાં રહી ગુરુભક્તિને પોતાના જીવનમંત્ર સાર્થક કરી બતાવ્યું.
સ્વસમુદાય માટે ખેવના અને સ્નેહભાવ હોવાથી વિહાર કરી પાછાં ફરેલ નાનાં-મોટાં સાધ્વીજીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ દાખવતાં. કઈ વિહાર કરીને જાય ત્યારે પ્રેમાશ્રુ વહ્યા વગર ન રહે. પાછળથી હૃદયરોગનો હમલે થવા છતાં પૂ. ગુરુમહારાજની ભક્તિમાં છે. પગે રહેતાં જરા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org