________________
શાસનનાં શમણીરત્ન !
[ ૩૪૭ સ્થાનક તપ, વરસીતપ, ૨૦, ૧૭, ૧૬, ૧૫, ૧૨ તથા ૧૧ ઉપવાસ, ૩ અઠ્ઠાઈ, સંખ્યાબંધ અડ્ડમછઠ્ઠ, વર્ધમાન તપની પચાસ એળી વગેરે તપયજ્ઞ સાથે સાથે જ્ઞાનયજ્ઞને પણ આરંભ કરી દીધું.
જ્ઞાનયજ્ઞ : કમગ્રંથ, તત્ત્વાર્થ, વ્યાકરણ, ન્યાય, કમ્મપયડી, કાવ્યો, એ ઘનિયુક્તિ, પિંડનિયુક્તિ આદિ અનેક ગૂઢ ગ્રંથોને તલસ્પર્શી અભ્યાસ કરવા વડે જ્ઞાનથી ગર્ભિત તેમ જ તપથી તેજસ્વી અને વૈરાગ્યથી વિભૂષિત બન્યા અને તેની ફલશ્રુતિરૂપે પૂજય વડીલની કૃપા પ્રાપ્ત કરી.
મહારાષ્ટ્રકેસરી પૂ. આ. દેવેશ શ્રી વિજય-યશોદેવસૂરીશ્વરજી મ. સા.ના તપસ્વી શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજય-ત્રિલોચનસૂરિજી મ. સા. પણ સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મ.ની સાત્વિક્તા, નિર્ભયતા, ઉત્સુકતા અને સંયમની દઢતા જોઈ તેમને ‘કમાઉ દીકરા’ ગણી વધુ કમાણી કરવા ને કરાવવા દૂર-દૂર મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાત, કચ્છ, મારવાડ, કર્ણાટક સુધી વિચરવા સપ્રેમ આજ્ઞાઓ દેતા રહ્યા. અને પૂ. સાધ્વીજી મહારાજ પણ જ્યાં કોઈ પૂ. સાધુભગવંતો ન હોય તેવાં અપરિચિત સ્થાનમાં વિચરી-ચોમાસાં કરી અનેરી શાસનપ્રભાવનાપૂર્વક
સ્વ-પર આત્મકલ્યાણની મોટી કમાણી કરતાં રહ્યાં. અનેક ભાવુકનાં ઉદ્ધારક બન્યાં. ૨૧-૨૧ શિષ્યા-પ્રશિષ્યાઓના ગુરુદેવ બન્યાં. પૂ. આ. ભ. શ્રી વિજય-યદેવસૂરીશ્વરજી મ. સા.ના પ્રશાંત શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયધનપાલસૂરિજી મ. સા.નાં આજ્ઞાવતી સાધ્વીસમુદાયમાં એક આદર્શરૂપ શ્રમણરત્ન બન્યાં. સાથે-સાથે ઉગ્રવિહારી, સ્વઉપધિનાં સ્વયંધારી, મિતાહારી, દુર્બળ દેહે પણ શક્તિશાળી એવાં સાધ્વીરત્નાશ્રી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ. દેવેશ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. દ્વારા ‘જંગ-એ-બહાદુર ના બિરુદથી અલંકૃત પણ બન્યાં. સંસારી કુટુંબીએને પણ પ્રેરણાપીયૂષ પાઈ નૂતન જિનાલયેનાં નિર્માણ, અંજનશલાકા, જીર્ણોદ્ધાર આદિ કરાવી અનેક સુકૃતના ભાગી બનાવ્યા. આમ, અનેક તપ-સંયમ–સાધના વડે તપસિદ્ધિ-વચનસિદ્ધિકાર્યસિદ્ધિને પ્રાપ્ત કરનાર પૂ. ગુરુદેવ માટે શું લખવું, ને શું ન લખવું ?
છતાંય આ છે....મોહના ઘરમાં રહીનેય મેહ પર વિજય પ્રાપ્ત કરનાર; અખંડ બ્રહ્મચર્ય પાળી ‘વિજયા શેઠાણના બિરુદને પ્રાપ્ત કરનાર; અનેક શિખ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી વરેલા હોવા છતાં માન-કષાય પર વિજય પ્રાપ્ત કરનાર; જીવનમાં સાદાઈન્સરળતા-સમતાને પ્રાપ્ત કરી ક્રોધ-માયા પર વિજય પ્રાપ્ત કરનાર; વિશાળ પરિવાર હોવા છતાંય પરિગ્રહની મૂછથી દોઢ ગાઉ દૂર રહી લાભ પર વિજય પ્રાપ્ત કરનાર અને જીવનમાં સહિષ્ણુતા-સમાધિ-સમતાનાં પુષ્પોને ખીલવી ભયંકર અશાતા વેદનીયમાં પણ મુખ પર પ્રસન્નતાની વસંત ખીલવનાર પૂ. ગુરુદેવશ્રી વસંતપ્રભાશ્રીજીની સ્વ–નામને સાર્થક કરતી આછી જીવનઝરમર.
–સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી મ.
ખંભાતનિવાસી સ્વ. મૂળીબહેન અંબાલાલના શ્રેયાર્થે હઃ પુંડરીકભાઈ, પુત્રવધૂ રમાબહેન, પૌત્ર શલેષ,
સૌજન્ય : પૌત્રી પ્રેરણા, પ્રીતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org