________________
શાસનનાં શમણીરત્ન ].
[૩૩૯ આદર્શ, આદરણીય અને મહોપકારી શ્રમણીરતના વિ દુષી સાધ્વીવર્યા પૂ. રોહિણાશ્રીજી મહારાજ
કમળ કાદવમાં જમે, કાદવમાં જ ખીલે, અને કાદવમાં જ જીવે; છતાં કાદવથી સર્વથા અલિપ્ત રહે, અંશમાત્ર પણ કાદવથી ખરડાય નહીં. માટે જ તે સરોવરની શોભા બને, પ્રભુનાં ચરણોમાં સમર્પિત બની સ્વયં ભાસ્પદ બને. મહાપુરુપાનું જીવન પણ આવું જ હોય છે. દુઃખભરપૂર સંસારમાં, પાપભરપૂર સંસારમાં તેઓ ઊછરે અને સ્વાર્થભરપૂર સંસારમાં તેઓ છે છતાં પણ દુઃખ, પાપ અને સ્વાર્થથી તેઓ સતત અલિપ્ત રહે.
ધર્મનગરી તરીકેની ખ્યાતિને વરેલી થંભનતીર્થની પવિત્ર ભૂમિમાં વાસ્તવ્ય કરતાં શ્રેષ્ઠીવર્ય નગીનદાસભાઈનાં ધર્મપત્ની મણિબહેનના કુક્ષિરૂપ સરોવરમાં સં. ૧૯૭૦ના શ્રાવણ વદ ૧૧ના પુનિત દિને આવું જ એક કમળ ખીલ્યું. “પુત્રનાં લક્ષણ પારણામાં’ એ ન્યાયે જ જાણે કે સુજ્ઞ એવા ફઈબાએ એ કમળનું ‘કમલા એવું સાર્થક નામાભિધાન કર્યું. ભૌતિક સુખની સર્વ રીતની અનુકૂળતા હોવા છતાં પણ બાલ્યકાળથી જ આ કમલાનું જીવન ધર્મ સાધના તરફ વિશેષ આકર્ષણવાળું બન્યું. વિષય અને કષાયના કાદવના અણુઓ તેણીના હૃદયકમળની પાંખડીઓને સ્પશી શક્યા નહીં. પણ ધમીજનની ધમસાધનાઓ મેહઘેલા અંતરને માટે ભય, ઉગ અથવા તો કંધનું કારણ બને છે. કમલા માટે પણ આવું જ બન્યું. સસાધનાસભર
એ તેણીને જીવનવ્યવહાર દેખીને ધમી છતાં મહાધીન એવાં માતા-પિતાના અંતરમાં ભયની લાગણી જન્મી : સાધ્વીમહારાજે પાસે જ અધિક સમય વિતાવતી અમારી બાલા સ્વયં સાધ્વી બની જશે તે? અને આ ભયને નાબૂદ કરવા માટે ૧૪ વર્ષની નાની વયમાં જ બાલા એવી તે કમલાને સાંસારિક બંધનની બેડીમાં જકડી નાખી. પરંતુ કાળાં કર્મોને બંધાવનાર સંસારની મોહમાયામાં ફસાઈને ૩-૪ સંતાનના દેહપિંડને જન્મ આપીને કમળા પિતાની અખૂટ શક્તિને એ રીતે અનિચ્છાએ પણ વેડફી નાખે એ વાત જાણે કુદરતને મંજૂર નહીં હોય, એથી લગ્ન પછી માત્ર દસ મહિનામાં જ કમલાનાં સૌભાગ્યકંકણ નંદવાઈ ગયાં. - જગતની અનિત્યતાનું સાક્ષાત્ દર્શન કરાવતા આ પ્રસંગે કમલાના અંતરના કેડિયે જલી રહેલા વિરાગના પ્રદીપને અધિક પ્રકાશિત કર્યો. વિરાગની વાટે સંચવાની ઝંખના તીવ્ર બનવા લાગી. એક બાજુ વિરાગને દીપ પ્રજવલિત થતા ચાલ્યો તો બીજી બાજુ મોહઘેલાં સ્વજનના પ્રતિકારને પવન પણ વેગ પકડત ચાલ્યું. વનમાં ઊઠત મહાવાત જેમ દાવાનલને બૂઝવવાને બદલે અધિકાધિક પ્રજ્વલિત કરે, તેમ સ્વજનના વિરોધનો આ વંટોળ પણ કમલાના વિરાગની
તને હવે જ્વાળા બનાવતા ચાલ્યો. અને આખરે વિરાગની તે જ્વાળાઓમાં કમલાના ચારિત્રમેહનીય કર્મના દળિયાઓ ભરમીભૂત થયા, ને ૩૨ વર્ષની યૌવનવયે સ્વજનને વિરોધ-વાયુ પણ ઉપશમિત બન્ય, ને સંયમમાગે સંચરવાની સંમતિ મળી.
વિ. સં. ૨૦૦૨ના વૈશાખ વદ ૧૦ ના શુભ મુહૂર્ત આત્મકલ્યાણની ઝંખનાથી પરમ તપસ્વી સાધ્વીવર્યાશ્રી કલ્યાણશ્રીજી મહારાજ સાહેબનાં ચરણકમળમાં કમલાએ જીવન સમર્પિત કર્યું. ઉજજ્વળ વમાં શેભી રહેલાં તે સંચમદેહની ઓળખાણ દુનિયાને રોહિણાશ્રીજીના શુભ નામે થઈ અને જિનશાસનનાં શ્રમણ સંસ્થારૂપ સરોવરની શોભાની અભિવૃદ્ધિમાં જાણે એક રાજહંસીનું આગમન થયું. સંયમજીવનના પ્રારંભકાળથી જ તપ-ત્યાગ અને તિતિક્ષાના ત્રિવેણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org