________________
૩૩૬ ]
[ શાસનનાં શમણીરત્ન ભદ્રિક, સદાય પ્રસન્ન મન, હમેશાં પિતાની આરાધનામાં તલ્લીન રહે. પ્રાત:કાળે અને રાત્રે પણ જાપ ચાલતા જ હોય. કેઈની ભૂલ બતાવે કે ઠપકો આપે તો પણ મીઠાશપૂર્વક આપે કે જેથી સામાના દિલને જરા પણ દુઃખ ન થાય. પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે સૌને સદાય સભાવ રહ્યા જ કરે. પૂજ્યશ્રીને કંઠ એટલે મધુરો કે સ્તવન–સઝા સાંભળતાં સારા ભાવુકેનાં હદય ડોલી જતાં, ઘણા સમય સુધી તેની ગુંજરાવ કાનમાં ગુંજ્યા જ કરે !
પૂ. ગુરુદેવશ્રીમાં માતા જેવું વાત્સલ્ય અને પિતા જે પ્રેમ—આ બંને સંમિલિત બનીને રહેલાં છે. નાની–મેટી કેઈ પણ વ્યક્તિ પૂજ્યશ્રીની પાસે આવે તેને નિખાલસતાથી સમાન જ ગણતાં. આવનારને પૂજ્યશ્રીની મુખાકૃતિ જોઈને જ સદ્ભાવ થઈ જાય છે. તેઓશ્રીને પુજય ઘણે જ છે અને પ્રભાવ, પ્રતિભા વગેરેમાં પણ તેજસ્વિતા દેખાય છે. તેમ છતાં તેઓશ્રીના જીવનમાં જે નિઃસ્પૃહતા જોવા મળે છે તે ખરેખર ભાવિકેનાં મસ્તક ઝુકાવી દે તેવી છે. કોઈ પણ વસ્તુ લાવવી–મૂકવી હોય તો સીધી આજ્ઞા ન કરતાં, સામાચારીને ઉપગપૂર્વક સહજભાવે કહેતાં કે અમુક વસ્તુ લાવશે? મૂકશે? કેટલીય વખત તો ભક્તિ કરનાર વ્યક્તિ હાજર હેવા છતાં પણ તેઓશ્રી જાતે જ ભક્તિનું કામ કરી લેતાં. શિખ્યાગણ કહે કે આપ આ શું કરો છે? ત્યારે કહે કે મને મહાત્માઓની ભક્તિને લાભ ક્યાંથી મળે? તેઓશ્રીની નમ્રતા, નિખાલસતાએ એમના શિષ્યાગણમાં પણ ઘણું મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
- ગમે તેવી બીમારીમાં પણ પૂ. ગુરુદેવશ્રી હંમેશાં સાવધ રહે : મને સંભળાવ, આરાધના કરાવો. બસ, એક જ વાત કરે. કર્મના ઉદયે આવેલી વ્યાધિઓને સમભાવે સહન કરે છે. કેટકેટલીય બીમારીઓ વચ્ચે પણ કર્મના વિપાકને મુખ્ય કરી ખૂબ જ સમભાવપૂર્વક આરાધના કરે છે.
- પૂ. ગુરુદેવશ્રીના જીવનમાં પરોપકારને અદ્વિતીય ગુણ છે. રગેરગમાં સામી વ્યક્તિ માટે કરુણા પણ ઊભરાઈ જાય. “હું મોટી છું” વગેરેને ક્યારેય વિચાર ન કરતાં માંદગી વગેરેમાં નાનાની પણ સેવા જાતે કરે, જેને અનુભવ જોનારને જ થાય છે. પૂ. ગુરુદેવશ્રીના જીવનમાં જાપ, પરમાત્મભક્તિ તથા સહિષ્ણુતાને ગુણ મહાન છે. સમુદાયના કોઈ પણ મહાત્માઓની સેવા-ભક્તિનું કામ જાતે જ કરે; અને પિતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓને પણ અનેકાનેક તપ કરાવે ત્યારે ભક્તિ જાતે જ કરે.
પૂ. ગુરુદેવશ્રી શારીરિક અસ્વસ્થતામાં પણ પર્વતિથિને ઉપવાસ અને નિત્યતિથિના એકાસણાંદિ પણ કરે છે. આજે ૮૦-૮૨ વર્ષની વૃદ્ધ વયે પણ જરાય ટેકા વગર બેસીને અપ્રમત્તભાવે આરાધના કરી રહ્યાં છે. તેઓશ્રીના જીવનમાં સંઘવાત્સલ્ય પણ અનુપમ કેટિનું છે. જ્યાં– જેવાં ચાતુર્માસ થયાં છે ત્યાં-ત્યાં આવી નિઃસ્પૃહતાના કારણે સૌને પ્રિય છે. વળી નિખાલસતા, નિરભિમાનીતા, સરળતા, મધુરભાષિતા વગેરે ગુણો દ્વારા અનેક સંઘનો સારો એવો સદ્દભાવ પણ પ્રાપ્ત કરેલ છે.
પૂ. ગુરુદેવશ્રીએ જીવનને ખરેખર જીવી જાણ્યું છે. માનવદવને સાર્થક કરી જાણે છે. મહાત્માઓની દરેક પ્રવૃત્તિ મહાન જ હોય છે. તેઓશ્રીનું સમગ્ર જીવન સદ્ગુણ ને સત્કાર્યોના ખજાના રૂપ જ છે. મુખ્ય મુદ્રા પ્રશાંત, નિખાલસ અને ભવ્ય છે. તેઓશ્રીના ગુણેને મારા જેવી ક્ષદ્ર વ્યક્તિ ક્યાંથી ન્યાય આપી શકે? જેઓશ્રીનું સમગ્ર જીવન ગુણમય છે, જેઓશ્રી આજે ૫૧-૫૧ શ્રમણવંદના ગુણીજી છે, તે ભાધિતારક ગુરુમૈયાના પુનિત ચરણે કેટિશઃ વંદનાવલી સાથે વિરમું છું.
– સાધ્વી શ્રી અક્ષિતગુણશ્રીજી મ. પૂ. સા. શ્રી પદ્મસેનશ્રીજી મ.ના સદુપદેશથી જેઓ સંઘ, પાઠશાળા, ગૃહમંદિર આદિ સુકૃત્યેના
સહભાગી છે ને લમીબહેન દામજીભાઈ (દાદર) મુંબઈના સૌજન્યથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org