________________
શાસનનાં શ્રમણીરત્નો |
[ ૨૯૫
રસનેન્દ્રિયવિજેતા –રસના-સ્વાદના અનન્ય ત્યાગી. શરીરને ભાડું આપવું પડે એટલા પૂરતું જ. વાપરવા બેસે ત્યારે તેમનો અનુપમ ત્યાગ ઝળહળતો દેખાતા. ૩-૪ ચીજને અડે જ નહી. સામાન્ય એક સાધનને લઈ ચલાવી લેતાં. અમુક મીઠાઈઓ, દૂધની મીઠાઈઓ, મેવા, ફળે વગેરેનો ત્યાગ હતા. દ્રવ્ય પરિમિત. ૩ થી ચાલે, તે વધારે નહીં. કોઈ ચીજની આસક્તિ નહીં. ભાવે-ના ભાવે શ તેમના અણુ-આબુમાં ન હતો. કેઈ નવા દીક્ષિત હોય ને બેસી જાય, કે આ ન ભાવે, તો તરત કહેતાં : “આપણા શબ્દશમાં ભાવે–ના ભાવે શબ્દ જ ન હોય. સામા ચૂપ થઈ જતાં
પાપભીરુતા :- ડગલે-પગલ પાપને ભય ખૂબ જ. હેજ અજાણતાં પણ એવું પાપ થઈ જતું તો દિલ ખૂબ જ દ્રવે. ભુજનગરમાં એક ચોમાસુ હતાં. પરમાત્માના દર્શને પધાર્યા. ૩ પ્રદક્ષિણા આપી, જયણાપૂર્વક પ્રદક્ષિણા ફરતાં હતાં ત્યાં અચાનક એક નાની ઉદર પગ નીચે આવી ગઈમરી ગઈ. તરત જ એટલાં રહ્યાં કે પૂછો વાત ! ધ્રુસકે ધ્રુસકે રડ્યાં. હદય પલાવિત થયું. ખૂબ પશ્ચાત્તાપ છે, કે અરરર ! મારાથી પંચેન્દ્રિય જીવને ઘાત થઈ ગયો ! તરત જ પૂ. પં. મ. પાસે આલોચના લીધી, અઠ્ઠમ કર્યો, છતાં વારંવાર પશ્ચાત્તાપના સાગરમાં સ્નાન કર્યું. એટલા બધા પાપનો ભય હતો, પાપભીરુતા હતી. શિષ્યા-પ્રશિષ્યાઓને પણ સુંદર હિતશિક્ષા આપતાં, ન સવિશેષ પાપભીરતા સમજાવતાં.
દ્રવ્યથા, માવદયાના સાગર તથા પરોપકારીતા: કઈ દીન, અનાથ, ગરીબોનાં દુઃખોને પણ જોઈ ન શક્યાં. તેમની સેવા પ્રકારની કરણ દુશ જોઈ પોતે દ્રવી જતાં, ને ભવાંતરમાં જિનાજ્ઞા પાળી નથી તેનું આ પરિણામ છે. બીજાને શક્ય ઉપદેશ આપી દરિદ્રોનાં દુઃખ દૂર કરાવતા. એટલું જ નહીં, પણ કહેતાં—ધર્મની આરાધના જ કરવા જેવી છે. ભવાંતરમાં ધર્મ નથી કર્યો માટે આવી અવસ્થા થઈ છે.
એક વખત વિહારમાં એક ગામમાં ગયેલાં. એક સાધુ ભગવંતને વિહાર કરીને આવતા જોયા. ઉપાશ્રયમાં ગયાં. પણ કલાક થઈ ગયા હોવા છતાં સાધુ મને ઉપાશ્રયમાંથી ગોચરી વગેરે વહોરવા જતાં ન જોયા એટલે પોતાના પરોપકારી ને દયદ્ર સ્વભાવને લીધે તરત દોડી ઉપાશ્રયમાં ગયાં ના સાધુ મ. ઊંધા વળીને બેઠા હતા. પેટમાં ખૂબ દુઃખા થતા હતા. વેદના અસહ્ય હતી. તરત પૂ. દાનશ્રીજી મ.એ પૂછયું : “સાહેબ, શું થાય છે?” ત્યારે માંડ-માંડ બેલ્યા, કે તેને પિટમાં ખૂબ દુઃખાવો થાય છે. તરત પોતે શ્રાવકને બોલાવ્યા, વાત કરી, શેકની કોથળી મંગાવી, ફાકી આપી. અડધા કલાક પછી તમને રાહત થઈ, શાતા વળી. ફરી શાતા પૂછવા ગયાં. સાધુ મ. કહે : “બહેન મહારાજ ! તમે જે તપાસ કરવા ન આવ્યાં હોત તો હું મરી જાત. ખૂબ ઉપકાર માન્યા. આવી દયાળુતા--પરોપકારીતા પણ વિશિષ્ટ હતી.
આવા-આવા અનેક ગુણેથી તેમનું જીવન ગુલાબની સુગંધ જેવું મઘમઘતું હતું. કેટલા ગુણ આલેખાય? જીવન અભુત, અનોખું ને મહાપવિત્ર તું. આવી રીતે સંયમની ચર્ચાપૂર્વક ગુજરાત, કચ્છ, મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં વિચરી ચાતુર્માસ કર્યા, ને સુંદર આરાધના કરવા-કરાવવા રૂપ અનેક ભવ્યાત્માઓ પર ઉપકારોની વર્ષા કરી. અનેકેને પ્રભુમાર્ગ સમાવી સંયમનાં પ્રદાન ક્યાં, જેના પરિણામે શિષ્યા-પ્રશિષ્યાઓ આદિ વિશાળ પરિવારનું સર્જન થયું. એ બધાંને સંયમી જીવનની એવી સુંદર તાલીમ આપીને શ્રમણીજીવનનું અદ્ભુત નર વધાર્યું કે આજે એમને સુપરિવાર ૧૯૧ ને આંક વટાવી ગયા છે. વડલાની વિશાળ અને શીળી છાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org