________________
૨૯૪ ]
શાસનનાં શમણરત્નો સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ખૂબ જ ઉત્સાહ ને ઉલ્લાસપૂર્વક પુનિન પ્રજ્યાના પથે પગલાં પાડ્યાં.
નામ પાડવામાં આવ્યું-સાધ્વીશ્રી દર્શનશ્રીજી. જાણે આત્માના અલૌકિક સૌન્દર્યનું દર્શન પ્રગટ કરવા ન નીસર્યો હોય, તેમ ! પ્રશાંતમૂતિ સરલ સ્વભાવી પુ. સા. શ્રી હીરશ્રીજી મહારાજનાં પ્રશિષ્ણા ભદ્રિક પરિણામી પૂ. સા. શ્રી દયાશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે પ્રસિદ્ધ થયાં.
પિતા કરચંદભાઈ ને ઉન્ડ-ઉલ્લાસ અમાપ હતા. કારણ કે તેઓના હૈયામાં બંને સંતાનોને શાસનચરણે ક્યારે સમર્પિત કરી દઉ', તે ઝના સતત રમ્યા કરતી હતી. બાદ પુત્ર કલ્યાણને પણ વિ. સં. ૧૯૮૩ના વૈશાખ સુદ ૧૧ના ચરમ તીર્થ પતિના શાસન સ્થાપનાના મંગલ દિવસે લાત મુકામે ધમનિષ્ઠ કસ્તુરભાઈ અમરચંદભાઈના ઘરેથી વરસીદાનના સુંદર વરઘોડાપૂર્વક સમાન પ્રદાન કરાવ્યું. પૂ. પાદ કલાગમ રહસ્યવેઢી આચાર્યદેવ શ્રીમદ વિજ્યાનસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે સંમમાલા પરિધાન કરી. પૂ.પાદ સિદ્ધાંતમહેદધિ આચાર્યશ્રી શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. બાદ આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પનોતા શિષ્ય તરીકે પૂ. કનકવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા. પિતાશ્રી સકરચંદભાઈના મનોરથો પૂર્ણ થયા. ઘણાં–ઘણાં વિદની હારમાળા વચ્ચે પણ શાસનપ્રેમી એવા તેઓએ પુત્ર-પુત્રીને શાસનચરણે સમર્પિત કર્યા અને પિતે પણ મહત્સવપૂર્વક પ્રવ્રજ્યાના મંગલ માર્ગે પ્રયાણ કર્યુ. નામે પૂ. શ્રી સુબુદ્ધિવિજયજી મહારાજ, પૂ. ઉપા. શ્રી ધર્મવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થયા.
પૂ. શ્રી દર્શનશ્રીજી મહારાજ ૧૩ વર્ષની નાની વયે સંયમના સાજ પહેરી પ્રતિદિન ગુરુદેવ પાસેથી ગ્રહણશિક્ષા, આસેવન શિક્ષા પામી ખૂબ આગળ વધ્યા. વિનય. વેકાવચ, જ્ઞાન. ધ્યાન, તપ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણોથી જીવનને સમૃદ્ધ બનાવ્યું. તેમના જીવનમાં ગુણોના પૂંજ હતાં, જે ગણ્યા ગણાય નહીં, છતાં એમાંના વિશિષ્ટ એવા થોડા ગુણોને ચુંટી અનુમે નાના ભાગી બનીએ.
- જ્ઞાનપિપાસા –જ્ઞાનપિપાસા અદ્ભુત કેન્ટિની હતી ધાર્મિક પ્રકરણે, ભાળે, કમગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી વગેરે ઘણા-ઘણાં સૂત્રો કંઠસ્થ સાથે કરેલાં. ઘણાં આગમોની ટીકાઓ પણ વાંચેલ. સંસ્કૃત પુસ્તકે, પ્રાકૃત વ્યાકરણ, ચંદ્રિકા વ્યાકરણ, ન્યાય, કાવ્ય વગેરેને સુંદર અભ્યાસ કરી આત્માને સંપવિત્ર બનાવ્યાં. જ્યારે જુઓ ત્યારે તેઓશ્રી જ્ઞાનગંગામાં જ નિમગ્ન હેય. છેક સુધી પંડિતો પાસે પણ વાચનાદિ માટે જતાં. ઘણાં વર્ષો પહેલાં પાલીતાણામાં અમૃતલાલ પંડિત હતા. તેમની પાસે જતાં ત્યારે પંડિતજી કહેતા : 'મહારાજ ! તમે અહીં ભણવા આવો છે; પણ ખરેખર તો તમે તો મને ભણાવે છે. આવી જમ્મર તેમની જ્ઞાનપિપાસા હતી. અભિમાનનું નામ નહી. નરી નિરભિમાનતા ઝળહળતી.
અપ્રમત્તતા :-આ ગુણ પણ એવા વિકસેલે કે જીવનમાં જરા પણ પ્રકારનું નામ નહી. અપ્રમત્તભાવ સતત ક્યાં કરતા દેખાતા. દિવસે કરી આરામ નહીં. જે ફેઈ પરિચયમાં આવે તેમને સ્વ-રમણતાની સાથે પ્રભુશાસનના ધર્મને ધર્મ સમજાવે, શાસનાના બનાવે. વાતાનું નામ નહીં. વાપરવા કરવામાં પણ જરાય વાર નહીં. આ રીતે પ્રમાદોને પણ દૂર કાઢયા હતા. રગેરગે ભગવદ્ શાસનનું રસિકપણું જણાતું. નહીંતર પ્રમાદો ઘૂસ્યા વગર રહે ? આ રીતે શ્રમણરત્ન ઝળકી રહ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org