________________
૩૧૮ ]
[ શાસનનાં શમણીરત્ન ફરી વળતાં, જે જે સાધ્વીજીએ કામળી આવ્યા વિના સંથારેલા દેખાતાં તેઓને પોતાની બધી કામળીઆ ઓઢાડી આવતાં હતાં. સ્વ માટે વાથી પણ કઠોર અને પ માટે માખણથી પણ કોમળ બનવું, આ ઉક્તિને તેઓશ્રીએ આત્મસાત્ કરી હતી. કેઈનું પણ દુઃખ તેઓથી જોવાતું ન હતું. નાનાં સાધ્વીજીઓ ઉપર વાત્સલ્ય એટલું બધું વરસાવતાં હતાં કે કે તેઓશ્રીથી દૂર જવા પણ માગતું ન હતું, તેઓશ્રીની નિશ્રામાં આનંદપૂર્વક આરાધના કરતાં હતાં. ગુરુજના ચરણકમળની અપૂર્વ ભક્તિ કરવાથી પુણ્ય ખૂબ વધી ગયું, તેથી થોડાં જ વમાં અનેક વિનયી. જ્ઞાની શિષ્યાઓના પરિવારને આરાધનામાં જોડી શક્યાં. સંચમને વિશેષ શુદ્ધતર બનાવવા જિનાજ્ઞાનસાર સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિહાર કર્યો. આ પ્રદેશમાં ચોમાસાં કરીને બહેનોમાં ધર્મ જાગૃતિ ઉલ્લસિત કરેલ. પિતાની સાંસારિક સુપુત્રીઓને પણ સુંદરતમ ચારિત્રની તાલીમ આપી તૈયાર કરી.
પૂર્વોક્ત ગુણ તેમ જ વીર, ધીર, ગંભીર અને કાર્ય આદિ ગુણોથી આખું જીવન કેળવીને પોતે સહનશીલતા ગુણને પ્રાપ્ત કરેલા, જેથી દેહલાં અઢી વર્ષથી હદયનું પહેલું થવું, શ્વાસ, ડાયાબિટીઝ તેમ જ કિડનીની અસહ્ય વેદનાને પણ સમાધિપૂર્વક સહન કરતાં હતાં. છેલ્લે બીમાર પડયાં ત્યારે ગિરધરનગરમાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ પિત માંગલિક સંભળાવવા તેમ જ હિતશિક્ષા ફરમાવવા અને આરાધના કરાવવા પધારી કૃપા કરેલી. તેથી તેઓને આત્મા ખૂબ શાંત બન્યો. સંચમનાં તે એટલા બધા આગ્રહી હતાં કે માંદગીને કારણે વૈદ્યના કહેવા પ્રમાણે નિર્દોષ અનુપાન પ્રાપ્ત નહીં થવાથી દોષિત લેવું પડતું ત્યારે પૂ. ગુરુદેવ અશ્રુધાર સહ બેલી ઊઠતાં, કે દેષિત વાપરીને શરીર ટકાવવું એ તો મર્યા સમાન જ છે. જીવલેણ વ્યાધિમાં પણ બધી જ ક્રિયાઓ પ્રમાદ રહિત, ખૂબ જ આનંદપૂર્વક કરતાં હતાં.
સંયમજીવનમાં છેલ્લે છેલ્લે માંદગી સિવાય બેસણાથી ઓછુ પશ્ચકખાણ નથી કર્યું. વધમાન તપની ૧૮ ઓળી કર્યા પછી સંથારા-વશ થઈ જવાથી આગળ ન વધી શકયાં, આગળ કરવાની તેઓશ્રીની ભાવના ઘણી હોવાથી રિ-પ્રશિષ્યાઓએ સ્વર્ગગમન પછી તેમની બાકી રહેલી ઓળીઓ પૂર્ણ કરી આદર્શ સ્થાપે. તેઓશ્રીના ૫ શિષ્યા અને ૨૨ પ્રશિષ્યા થયાં. તેઓશ્રીનાં વિશિષ્ટ તપ અને વ્યાગ આ પ્રમાણે છે :–માસક્ષમણ, સિદ્ધિતપ, ૧૭ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, ૨ અઠ્ઠાઈ, વરસીતપ, વીશસ્થાનક, પર્યુષણમાં છઠું-અઠ્ઠમ, દિવાળી તથા પોષ દશમને લગભગ અઠ્ઠમ, પ્રાયઃ ચૌમાસી છઠું, ૨, ૫, ૮, ૧૧ અને ૧૪ તિથિની આરાધના, પ૦૦ લાગલગાટ આયંબિલ, ૬૮ વર્ધમાન તપની ઓળી, ૨૦ નવપદની ઓળી, ૯ અલૂણી નવપદની ઓળી, બેસણાથી ઓછું પચ્ચક્ખાણ નહીં, તેમાંય વધારે પડતાં એકાસણાં. ઢીક્ષાના દિવસથી જ ફળ, મેવા, મિષ્ટાન્ન અને ફરસાણનો ત્યાગ હતો.
જવાના છેલલા-છેડલા દિવસોમાં એટલે ચોમાસી ચૌદસના દિવસે પ્રતિક્રમણમાં સૂત્રો બોલતાં સાધ્વીજી મ.ની ભૂલો કાઢતાં હતાં. તે દિવસે તે વધારે સજાગ થઈ ગયેલાં. બધાંને યોગ્ય હિતશિક્ષા આપી. કાર્તિક પૂર્ણિમાના દિવસે બધાને કહ્યું કે આજે તે તપ કરવાને દિવસ છે, મારે પણ ઉપવાસ કરે છે. ઉપવાસ કરી શકે એવી અવસ્થા નહીં હોવાથી અમે પચ્ચખાણ કરાવ્યું. સાંજે જાતે જલદી પચ્ચકખાણ કરી લીધું. બધાંની સાથે વાતચીત કરતાં હતાં. કેઈને કલ્પના પણ ન હતી કે ગુરુ દેવ અડધો-પોણા કલાકમાં જ ચિરવિદાય લેવાનાં છે. પછી તે પડખું ફરવાની પણ તેઓશ્રીમાં શક્તિ નહોતી, પોતે ધીરેધીરે કશુંક બેલતાં હતાં ત્યારે તેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org