________________
| શાસનનાં શમણીરત્ન
શાંત-પ્રશાંત ધીરગંભીર અને દીર્ધ ત્રિધર પૂ. સાધ્વીજી શ્રી વિદ્યુતશ્રીજી મહારાજ સંસારનું વિનધર સ્વરૂપ દેખીતું રેહામ, આકર્ષક અને ભલભલાને પણ મૂકવી દેનારું હોય છે, પણ પરિણામે ભયંકર ને ખતરનાક છે. પૂર્વકૃત પુકાના ચગે કદાચ બધી સુખ-સંપત્તિઓના સૂર્ય સંસારીઓના જીવન-ગગનમાં ઊગતા હોય, પણ તે બધા જ અસ્ત થનારા અવશ્ય હોય છે. સુખ-સંપત્તિનાં અજવાળાં હરહંમેશાં સ્થિર રહેતાં હોય એવું તો સ્વપ્ન ય બનતું નથી હોતું, તે સત્ય છે, માટે જ આવા સહામણા, સૌન્દર્યશાળી સંસારનો ત્યાગ કરતાં, તેને લાત મારતાં સુજ્ઞજને અચકાતા કે સંકેચાતા નથી. જેનશાસન સંસારની પાછળ છુપાઈ રહેલા સત્યને ઓળખાવે છે. આ સંસાર અનાદિ છે, આત્મા અનાદિ છે. એ પતે પિતાનાથી બંધાયેલા કમબંધના એગે ચાર ગતિમાં રખડે છે, જન્મે છે, મરે છે, પણ એના અંત આવતો નથી. પરંતુ જિનશાસને ફરમાવેલા સનાતન સત્ય સિદ્ધાંતને આત્મા જે સ્વીકાર કરે તો એક દિવસ એ ઊગે, કે આત્માના જન્મ-મરણનાં દુઃખોને સદાય અંત આવ, ને આત્મા સદાયને જીવત જ રહે.
આવા સત્ય સિદ્ધાંતને સમજી ચૂકેલા, પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પુ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયવર્તિની દશનશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના વાવૃદ્ધ દિર્ઘચારિત્રપર્યાયી, સ્વાધ્યાય-ધ્યાનમગ્ન પૂ. સા. વિદ્યુતશ્રીજી મહારાજ પાટણ મુકામે સં. ૨૦૪૦ ના મહા સુદ ૧૩ ના સાંજે ૬-પ૦ મિનિટે ખૂબ જ સમાધિપૂર્વક નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યાં. - આ પુણ્યાત્મા ભાવનગરના વતની. સં. ૧૯૫૮માં આ સુદ ૧૦ના જન્મ. નામ વિજયાબહેન. ધાર્મિક સંસ્કારોથી ભાવિત, પણ કોઈ કર્મના યોગે સંસારમાં ફસાયાં. એક પુત્રને જન્મ થયે. પણ પ્રબળ પુષ્યાની પ્રકષ્ટતાએ તે દંપતીને કવિકુલકિરીટ ૫. પાદ આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.ના પુણ્ય સમાગમ થયે. વૈરાગ્ય-રંગે રંગાયાં. અનુક્રમે પુત્ર ૮ વર્ષને થતાં ત્રણે ભાવુકે—-માતા, પિતા, પુત્ર ત્રણે જણાએ આ અસાર સંસારનો ત્યાગ કરી ભાગવતી પ્રત્રજ્યા સ્વીકારી. વિ. સં. ૧૯૮૭ની સાલ અને જેઠ વદ ૧૪ને એ દિવસ હતો. છાણી મુકામે ખૂબ જ ઠાઠમાઠપૂર્વક હાથીની અંબાડીમાં બેસી ત્રણેએ વરસીદાન વરસાવ્યાં, ને પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની પુણ્ય નિશ્રા પ્રાપ્ત કરી આત્માને ધન્યાતિધન્ય બનાવ્યા.
અનુક્રમે ત્રિભુવનભાઈ પૂ. આ. ભ.ના શિષ્ય-પ્રશિષ્ય તરીકે પૂ. મુ. શ્રી રત્નાકર વિ. મ.ના નામે, ને પુત્ર ધીરુભાઈ પૂ. ઉપાધ્યાયજી શ્રી ભાસ્કર વિ. ગણિવરના નામે સંયમજીવન જીવી પિતાનું આત્મકલ્યાણ સાધી ગયા છે. બહેન વિજયાબેન પૂ. સ. મ. શ્રી દાનશ્રીજી મ.નાં પ્રથમ શિષ્યા બની સાધવીશ્રી વિદ્યુતશ્રીજી મ.ના નામે જાહેર થયાં. અનુક્રમે ગુરુકુલવાસમાં રહી વિનય, વૈયાવચ્ચ, જ્ઞાન–ધ્યાન, જપ, તપ, સ્વાધ્યાય આદિ ગુણોને જીવનમાં સુંદર રીતે કેળવી સ્વજીવનને ખૂબ જ ઉજાળ્યું. ગામેગામ વિચરી ઘણા આત્માઓને ભગવાનના માર્ગે વાળવા પ્રયત્ન કર્યા. તેઓએ પોતાના જીવનમાં છ ચોમાસી, એક છમાસી, ચત્તારિ–અડ્ડ-દસ-દોય, વીસ્થાનક તપ, વર્ધમાનતપની ૨૮ ઓળી, ત્રણ ચોવીશી, વીશ વિહારમાનની, ઉપવાસથી કમ પ્રકૃતિ, નવપદજીની ૧૦ એળી, ૧૦ ભગવાનનાં એકાસણ, ૯-૮-૭ ઉપવાસ આદિ તપ દ્વારા કાયાને કસી હતી.
છેલલાં ૧૦-૧૫ વરસથી વિહાર નહીં કરી શકવાના કારણે પાટણ કેકાના પાડાના બારીના ઉપાશ્રયમાં સ્થિરવાસ રહેલાં. તેમનાં ભક્તિભાવી ગુરુબહેને પૂ. હંસાશ્રીજી મ. આદિ બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org