________________
શાસનનાં શ્રમણરત્ન
[ ૩૦૯ શ્રમણ પણાના પ્રારંભકાળથી ગુરુકુળવાસમાં ગુરુનિશ્રાએ રહી ગુરુ આજ્ઞાથી વડીલ ગુરુભગિની પૂ. પ્રસન્નવદનાભેજ સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ. ની નિશ્રામાં રહી વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયાદિમાં રત બની, વ્યાકરણ, ન્યાય, કાવ્યકોશ, પ્રકરણાદિ ગ્રંથોનો અભ્યાસ કરી, ગુર્જર સાહિત્યમાં અનેક રા. સ્તવન, સઋા. ઢાળ, પૂજાની ઢાળે વગેરે કંડસ્થ ક્યાં છે. ગહલી, ગીત, સલે વગેરે રચવા એ તો એમની એક આગવી કલા જ ગણાય.
વૈરાગ્યભર ચરિત્રવાચને, આધ્યાત્મિક વાચને, શાસ્ત્રવાચન અધ્યયન-અધ્યાપન દ્વારા તેમ જ યથાશક્ય તપ. ૧૬ ઉપવાસ, વષીતપ-૨, અઠ્ઠાઈનવપદની ઓળી, વર્ધમાનતપની ઓળી વગેરે તપારાધન દ્વારા જીવન–સાફલ્યને કરતાં સંયમજીવનનાં ૪૬ વપ વિતાવી ચૂક્યાં છે. મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ આદિ પ્રદેશમાં વિચરી અનેક જીવ પર અગણિત ઉપકાર કર્યા છે. જ્યાં-જ્યાં ચાતુર્માસ કર્યો, ત્યાં પ્રત્યેક સ્થળે પૂર્વકૃત પુ ગે પ્રાપ્ત શક્તિને સદુપયોગ કરવા દ્વારા બહેનોમાં અપૂર્વ ધર્મજાગૃતિપ્રેરક અને સત્ય માર્ગદર્શક બન્યાં છે.
વર્તમાનમાં ૧૭ વર્ષની ઉંમરે શારીરિક અસ્વસ્થતા હોવા છતાં વડીલ ભગિની પૂ. ત્રિલઅનાશ્રીજી મ. સા.ની શુભ નિશ્રામાં સ્વાધ્યાય–શા–વાચનરત જીવન જીવવા સાથે નિશ્રાવતી શ્રમણીઓને પણ વાચનાદિ દ્વારા પ્રેરણા આપતાં સંયમમાં સહાયક બની રહ્યાં છે. તેઓને બે શિષ્યાઓ છે, તે પણ અપૂર્વ ગુરુભક્તિ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયાદિ દ્વારા સંયમની સુંદર આરાધના કરી રહ્યાં છે.
દાક્ષિણ્ય, પાપભીરુતા, સ્વાધ્યાયરતા, સરલતા આદિ અનેક ગુણગણનાં કવામિની પૂ. સાધ્વીવર્યાશ્રી જ્યોતિ પ્રભાશ્રીજી મ. ને શાસનદેવ યમરાધનામાં સબલ અને દીર્ધાયુ બનાવી અમને પણ આરાધનામાં દિનપ્રતિદિન આગળ વધારવામાં પૂર્ણ સહાયક બને, એ જ શુભકામના.
-સાધ્વી શ્રી નિર્મલગુણાશ્રીજી મ.
રાધના-સાધનામાં સ્વ-પને જોડવામાં અગ્રેસર પૂજ્ય સાધ્વી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ
પરમાતમ કમાણીના મહેલમાં જે અનંતકાળ, અનંતુ અને અક્ષય સુખ ભોગવવું હોય, તા અનાદિના જન્મ-મણુના ચકરાવામાંથી છૂટવું જ રહ્યું. તો જ આ પરમાતમ રમણના સંયોગના સુખની પ્રાપ્તિ થાય. પણ તેના માટે જેનશાસનની પ્રાપ્તિ અનિવાર્ય છે. તે સિવાય કોઈ પણ આત્માને જનમ-મરણને પંથે રોકાતા નથી. સંસાર જ મહાવિચિત્ર વસ્તુ છે. આવા સંસારની સફર કરતાં-કરતાં અને તેનાથી છૂટવા એક પુણ્યાત્માને મહેવાનિવાસી દીપચંદ મૂળચંદનાં ધર્મપત્ની હરકેરબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૮૯ ના મહા સુદ ૧૪ ની પુણ્યપળે કરાંચી : હાલના પાકિસ્તાન માં જન્મ થયો. નામ હીરા પાડવામાં આવ્યું.
દીપચંદભાઈ વ્યવસાય માટે કરાંચી ગયેલા. કરાંચી એટલે મોટે ભાગે મુસલમાની વસ્તી. છતાંય વેપારા ઘણા-ઘણાં ગુજરાતી. કચ્છી. કાઠિયાવાડી વગેરે લકે ત્યાં ગયેલા. ત્યાં તે સમયે જેનોની વસ્તી પણ ઘણી હોવાથી આરાધના માટેનાં ઉત્તમ સ્થાને પણ મજૂદ હતાં. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનમંદિર. ઉપાશ્રય. આયંબિલશાળા. પાઠશાળા વગેરે સ્થાને ખૂબ સુશોભિત હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org