________________
૨૦૪ ]
[ શાસનનાં શમણીરત્નો તેઓશ્રીને શુભ જન્મ વિ. સં. ૧૯૭૩ ના માગસર વદ ૮ ના ધમપુરી તરીકે પ્રખ્યાત છાણી ગામમાં થયે. માતા મંછાબેન, પિતાશ્રી હિંમતભાઈ બાલ્યવયમાં જ સુંદર સંસ્કારનું ઘડતર થયું. છાણી ગામ એવું વિશિષ્ટ છે કે જ્યાં એક પણ ઘર દીક્ષા લીધા વિનાનું, ખાલી, પ્રાયઃ નહીં હોય. દરેક ઘરમાંથી છેવટે એક સાધક આત્મા તે નીકળે જ છે. પૂ. હસશ્રીજી મહારાજ પણ આ જ ગામનાં. સંસારી નામ હસમુખબહેન, માતા-પિતાના લાડકવાયાં. એકનાં એક હોવા છતાં પૂર્વના કેઈ શુભ પુર્યોદયથી ધર્મભાવનાની રુચિ પ્રગટી. વેરાગ્યભાવની સમૃદ્ધિ વધી ને સર્વવિરતિ માર્ગે પ્રયાણ કરવા ઉત્સુક બન્યાં. તે જ અવસરે, તે છાણ ગામના જ મહાસંયમી પૂ. સાધ્વી હીરશ્રીજી મહારાજ તથા તેઓનાં પ્રશિષ્યા પૂ. સા. શ્રી દશનશ્રીજી મહારાજના પુણ્ય પરિચયમાં આવતાં વૈરાગ્યભાવ વધુ દઢ બન્યા. પિતાની માતા પણ વૈરાગ્યભાવ તેમણે પૂઆ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં દીક્ષા લીધી હતી. નામ પૂ. મંજુલાશ્રીજી મહારાજ. હસમુખબહેન તા એવાં ગુણિયલ ને મક્કમ હતાં તેઓએ પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મહારાજ પાસે દીક્ષા લેવાનો નિર્ધાર કરેલ, જેના વેગે પૂજ્યપાદ સકલગમ રહસ્યવેદી આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્ત મુમુક્ષુ હસમુખબહેને ૧૮ વર્ષની વયે પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કર્યું. વિ. સં. ૧૯૮૯ના વૈશાખ સુદ ૯ ના મંગળ પ્રભાતે પ્રત્રજ્યાના. મંગળ સૂર બન્યા. પ્રત્રજ્યાન માગ સફળ બન્યો તેમાં પૂ.પાદ પરમશાસપ્રભાવક આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પાદ સુપ્રસિદ્ધ વક્તા આ. શ્રીમદ્ વિજયનકચંદ્ર
મહારાજનાં વ્યાખ્યાનનું શ્રવણ અજોડ કારણરૂપ બનેલ. પૂ. શ્રી સ. મ. શ્રી દશનશ્રીજી મહારાજનાં સુવિનીત શિષ્યા તરીકે પૂ. શ્રી સા. મ. શ્રી હસશ્રીજી મ. ના નામે પ્રસિદ્ધ થયાં. એમનો આત્મા પ્રથમથી જ અવ્વલ કેટિને હતો. જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, સ્વાધ્યાય, વિનય, વૈશવ આદિ ગુણે એવા દીપી ઊઠડ્યા કે ભલભલા તેમનાં ચરણે ઝૂકી જતાં.
( દિનપ્રતિદિન સુવિશુદ્ધ સયમને પાળતાં ને ગામેગામ વિચરતાં આજે તેઓશ્રી ૫૯ વર્ષના સંયમપર્યાય ધરાવે છે. તેઓના શુભ સમાગમમાં આવનાર ઘણું મુમુક્ષુઓને દીક્ષાના પુનિત પથ પર ચડાવ્યા છે, જેથી તેઓનો પિતાને પરિવાર પણ આજે લગભગ ૩૫ ઠાણાને શેભી રહ્યો છે, જેમાં પૂ. પદ્મકીતિશ્રીજી મ., પીયૂષપૂર્ણાશ્રીજી મ, હેમ જાતિશ્રીજી મ., પૂણ્યદશનાશ્રીજી મ., શીલધર્માશ્રીજી મ. આદિ શિષ્યાઓ તથા પ્રશિષ્યાઓ વગેરે તેમના સાન્નિધ્યને સ્વીકારી જેન શાસનને દિપાવી રહ્યા છે. તે સિવાય, પૂ.પાદ ગુરુદેવશ્રી દર્શનશ્રીજી મહારાજના લગભગ ૧૯૧ શ્રમણીગણનું પણ નેતૃત્વ ધરાવી પ્રવર્તિની પદને અલંકૃત કરી રહ્યાં છે. તેઓશ્રી સ્વભાવની અનન્ય સરળતા, અનન્ય વાત્સલ્યભાવ, અનન્ય ગુણગ્રાહીપણુ આદિ ગુણેથી પૂ. શ્રી દર્શનશ્રીજી મહારાજના આખા સમુદાયમાં ખૂબ જ પ્રિયપાત્ર બન્યાં છે. પિતાના વડીલપણાને દેદીપ્યમાન કેહીનૂર હીરા જેવા શેભાવી રહ્યાં છે. સર્વ ગુરુબહેને જેમાં પૂ. શ્રી રંજનશ્રીજી મ., પૂ. ત્રિલેચનાશ્રીજી મ., પૂ. જાતિપ્રભાશ્રીજી મ., પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મ., પૂ. કિરણરેખાશ્રીજી મ., પૂ. હર્ષ રેખાશ્રીજી મ. આદિ તથા તેઓને સર્વ પરિવાર તેઓશ્રી પ્રત્યે અથાગ સંભાવ, પૂજયભાવ, બહુમાનભાવ ધરાવનારો છે. એમને એ મહદ્ પુણ્યદય છે, કે જેના યોગે કેઈને પણ તેઓશ્રી પ્રત્યે દુર્ભાવ નથી.
એમના વિવિધ પ્રકારના ગુણોની ફૂલવાડી ખૂબ ખૂબ વિકસેલી છે. એમાંના થોડા ગુણોને બિરદાવી અનમેદનાના ભાજન બનીએઃ સદાય સ્વાધ્યાયસરોવરમાં સ્નાન કરતાં, ક્રિયાશુદ્ધિની નાવડીમાં વિહરતાં, અપ્રમત્તભાવના પ્રકાશમાં ઝળહળતાં, વાત્સલ્યસરિતાના વહેણમાં વહેતાં, ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org