________________
શાસનનાં શ્રમણીરત્ન |
[ ૨૯૧ આદિ તપ-આરાધના કરતાં સંયમજીવનના ૩૭ મા વ, ઉમરના ૨૫ વર્ષે ખૂબ જ અપ્રમત્તપણે સંચમ-સાધના કરવા સાથે તેઓશ્રીજી શિખ્યા-પ્રશિષ્યા આદિનું સારી રીતે ગ–ક્ષેમ કરી રહ્યાં છે.
સૌમ્ય પ્રતિભાના સ્વામી, શાસનરત્ન, પ્રવચનપ્રદીપ પૂ. આ. ભ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ. ને પણ જન્મસિદ્ધ લઘુતા. કોમળતા, સરળતા, કૃતતાદિ ગુણોને વાર આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી સ્વ–પરના જીવનને ધન્યાતિ–ધન્ય બનાવ્યું છે.
શારીરિક અવસ્થતામાં પણ સમાધિભાવ, પ્લાનની સુંદર સેવાભક્તિ, સહનશીલતા, ગુરુસમર્પણભાવ, સ્વભાવમાં સૌમ્યતા, આશ્રિતાના આત્માની સુંદર હિતચિંતા, વિરાગભાવપૂર્વકની ત્યાગવૃત્તિ ઇત્યાદિ ગુણપુથી પમરાટ ફેલાવતું તેઓશ્રીનું જીવન-ઉપવન ઘણા મુમુક્ષુઓને આર્યા રહ્યું છે, ઘણા શિષ્યાઓ એમને પામી ભવસાગર ઓળગી રહ્યા છે. નમન હો એ સાધ્વીરત્નને !
પૂ. સા. શ્રી અનંતકીતિ શ્રીજી મહારાજના સદુપદેશથી લલિતકુમાર વનમાળીદાસ ધાર પરિવાર
નાસિક તથા કનૈયાલાલ અભેચંદ શાહ પરિવાર -- સેનગઢના સૌજન્યથી.
તપ-જપ–વાધ્યાયમનું વાવૃદ્ધા ૫. સાધ્વીજી શ્રી સુવર્ણલતાશ્રીજી મહારાજ
વાવૃદ્ધ (ઉ. વ. ૨) સાધ્વીજી શ્રી સુવર્ણ લતાશ્રીજી મહારાજ એટલે ધર્મતીર્થ પ્રભાવ સિદ્ધાંતસંરક્ષક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. ના તેમ જ સેવાભાવી પૂ. સાક્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મ. નાં પરમોપકારી વાત્સલ્યદાત્રી સંસારી માતા !
પૂજ્યપાદ પરમશાસનપ્રભાવક, ગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ સૂરિપુર દર શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે સં. ૨૦૩૧ ના અષાઢ સુદ ૯ના શુભ મહતે બીજા ચાર મુમુદ પુણ્યાત્માઓ સાથે મુંબઈ–ભૂલેશ્વર, શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયમાં ભવ્ય સમારોહપૂર્વક દીક્ષિત થઈ કવિકુલકિરીટ સૂરિસાર્વભૌમ જેનરત્ન વ્યા. વા. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. સમુદાયનાં પૂ. સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી મ. નાં પ્રથમ શિષ્યા બન્યાં. વૃદ્ધ વયે સંયમના કઠેર માર્ગો સંચરવાનું પરાક્રમ કરનાર તેઓ સાધ્વીસમુદાયમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી જાય છે.
પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રીજીના આજ્ઞાવર્તિની પ્રવર્તિની પૂ. સા. શ્રી જયાશ્રીજી મ. નું ઉપસં૫૬ ડિગ્યાપામું પ્રાપ્ત કરનાર પૂ. સા. શ્રી સુવર્ણલતાશ્રીજી મ. આજે ૯૨ વર્ષની જૈફ વયે પણ સંયમ સ્વાધ્યાયની સાધનાને અનુકૂળ સ્વા અનુભવી રહ્યાં છે !
ગરવી ગુજરાતના મહેસાણા જિલ્લાનું અંબાસણ તેમના પિયરનું ગામ. લીલાચંદ રધુવીર દાસ તથા તારાબેનના તે બીજા નંબરનાં પુત્રી હતાં. રઘુવીરદાસ ધંધાથે દક્ષિણ મહારાષ્ટ્રમાં આગર (મિરજ) ગામમાં જઈને વસ્યા. રઘુવીરદારાના ત્રણ ભાઈઓના હર્યાભર્યા વિશાળ અને સમૃદ્ધ કુટુંબમાં તેમને ઉછેર થયો હતો. તેમનું શુભનામ સોનુબહેન હતું.
એ જ મહેસાણા જિલ્લાના લીચ ગામનું શેઠ અમુલખ તારાચંદનું નામાંક્તિ અને ગૌરવશાળી વિશાળ કુટુંબ પણ ધંધાથે દક્ષિણ મહારાષ્ટ્રમાં શરૂઆતમાં હળગામ અને પછી મસૂરગામમાં જઈને વસ્યું હતું. આ ધમનિષ્ઠ કુટુંબે મસૂરગામમાં પ્રભુભક્તિ માટે શિખરબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org