________________ શાસનનાં શમણીરત્ન | [289 વારમાં રાત્રે 9-15 મિનિટે તેઓશ્રી શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં આ વિનશ્વર દેહને છેડી અમરલોક ભણી સિધાવ્યાં. દ્રવ્ય અને ભાવ ઉપકારીના ઉપકારનો બદલે વાળવાનું પરમ નિમિત્ત સાધ્વીજી શ્રી નિરંજનાશ્રીજી મ. તથા શ્રી પુણપ્રભાશ્રીજી મ. આર સાવગણે સાર્થક કર્યું. છેલી માંદગીમાં દિવસ-રાત્રિ જોયા વગર ડે. હિંમતભાઈ એમ. શાહ તથા અન્ય ડોકટરોએ સતત સારી સેવા આપેલી. તેઓશ્રીની અંતિમ યાત્રા શ્રાવક-શ્રાવિકાના બહોળા સમુદાય સાથે જરિયાને પાલખીમાં ચંદનબાળા મુંબઈ વાલકેશ્વસ્થી નીકળી બધે ફરી બાણગંગામાં આવી. ત્યાં દેવીચંદભાઈએ ઉછામણી બેલી પિતાનાં સ્વજને સાથે અગ્નિસંસ્કાર કર્યો હતો. શાસનદેવ તેમના આત્માને શાંતિ બન્ને એ જ પ્રાર્થના. વિમલ ગુણસભર જીવનસૌરભ યાને પૂ. સાધ્વીજી શ્રી વિમલકીર્તિશ્રીજી મહારાજ ખીલનાર પુષ્પ કરમાય છે, પણ કરમાતાં પૂર્વ જગતને સુવાસથી તરબતર કરી જાય છે. ઊગતા સૂર્ય પણ કુદરતના કમને પામી આથમી જાય છે, પરંતુ પૃથ્વીતલ પર પ્રકાશ પાથરી ધન્ય બની જાય છે. દીપક ને વળી બળીને જગતના પદાર્થો દીપાવી જાય છે. આવું સમજનાર ઉત્તમ આત્માઓનાં હૈયે “જે જન્મે છે, તે જરૂર જવાનાં છે.” આ વાત સાહજિક પશી જતી હોય છે. પૂ. સાધ્વીજી શ્રી વિમલકીર્તિ શ્રીજી મ. ની જીવનસૌરાનું દર્શન પણ આવી જ અનુભૂતિ કરાવી જાય છે. જેના સ્વભાવે સરળતાનાં પુપ રહ્યાં છે. ખીલતાં, જેના હૃદયમાં વિમલતાના સૌરભે રંગ રેલતા; જેનાં પવિત્ર નેત્રો સદાયે પ્રશમરસને ઝરાવતાં, એવા ગુરુશ્રી વિમળકાતિ કમલને હઠાવતાં. તેમનો જન્મ પૂર્વના પ્રબળ પુણ્યોદયે વીતરાગ પરમાત્મા શ્રી સીમંધરસ્વામીજીના સ્વમુખે જેની યશગાથા ગવાય છે એવી ધન્યતમ સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર તીર્થાધિરાજના છત્રતલ સ્વરૂપ જેસર નામના ગામમાં વસતા શેઠ કુટુંબના નબીરા સુશ્રાવક દીપચંદભાઈના ધમપત્ની સુશ્રાવિકા હેિનની કુક્ષીથી પ્રાયઃ 1926 ના જેઠ વ. ૧૦ના શુભ દિવસે થયા હતા. કુટુંબીઓએ પણ જાણે તેના સ્વભાવની સરળતા, હૃદયની વિમળતાનાં દર્શન કર્યા હોય, તેમ અને અનુસરતું ગુણસૂચક “વિમળા,” એ પ્રમાણે નામ પાડયું એટલું જ નહીં, આ જ ગુણે મોક્ષની પ્રાપ્તિમાં અત્યંત આવશ્યક છે, એવી સુંદર પ્રેરણા માટે જ જાણે તેઓએ પણ એ જ નામને વિશેષ અલંકૃત કરી “સા. શ્રી વિમલીનિ શ્રીજી એ પ્રમાણે નામ પ્રસ્થાપિત કર્યું. આ પણ કેવી સુંદર ભવિતવ્યતા ! ભાદાર કુટુંબ અને સુસંસ્કારી માત-પિતાના વ્યાવહારિક-ધાર્મિક અભ્યાસ આદિ ઘડતરની સાથે વયને પણ કમિક વિકાસ સાધતાં નાનાં-મોટાં ભાઈબહેનોના સ્નેહને ઝીલતાં જોતજોતામાં 15 વર્ષ વીતી ગયાં, ને દીકરીનું હિત, સુખ જેવાની ઝંખનાવાળાં માત-પિતાએ દીકરીને ભર્યો–ભાદર્યો સંસાર નિહાળવા સેણલાં જેવાં શરૂ કર્યા, ને જોતજોતામાં જ મેભાદાર શેઠ કુટુંબના ધર્મસંપન્ન શ્રી રામચંદભાઈના સુપુત્રરત્ન મનસુખભાઈ (હાલ પૂ. આ. શ્રી વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org