________________
શાસનનાં શમણીરત્ન |
[ ૨૮૭
દાક્ષિણ્ય, સ્વાધ્યાયરસિક્તા આદિ ગુણપુપની સૌરભથી પિતાના સંયમજીવનને સુવાસિત બનાવ્યું. સ્વાધ્યાય, તપ અને વૈયાવચ્ચન ત્રિવેણીસંગમ એ તેઓશ્રીની નેંધપાત્ર વિશિષ્ટતા છે. પૂ. પ્રવર્તિની શ્રી જયાશ્રીજી મ. ની પુણ્યનિશ્રામાં સંયમજીવનનું સાફલ્ય અનુભવતાં, ૪૬ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા તેઓ તપ, ત્યાગ, વિનય, આત્મરમણતાના આદર્શો સ્વશિષ્યગણને આપવામાં પણ સફળ બન્યાં. સમતાભાવનાં સ્વામિની બની, આશ્રિતોનાં દુગુણોને પણ મધ્યસ્થભાવે સહીને, પ્રેમપૂર્વક ભૂલોને સુધારવાની અનુપમ કળાને વરેલાં આ સાથ્વીરત્ના આજે પણ આત્મસાધના સાથે આશ્રિતોને પણ આરાધનાનાં અમૃતપાન કરાવી રહ્યાં છે. શત શત વંદન છે એ વર્ધમાનતાપૂર્તિ કારિકા શ્રમણરત્નને !
જ્ઞાન-ધ્યાન–ચારિત્રધર્મના અપ્રમત્ત સાધક પૂ. સાધ્વીરત્નશ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ સૂર્યકુમારી–સૂરજબહેન શ્રી મનસુખલાલ રવજીભાઈ ઝવેરી અને માતુશ્રી ઝબકબેનનાં સુપુત્રી હતાં. તેમને જન્મ વવાણિયા (સૌરાષ્ટ્ર) માં વિ. સં. ૧૯૯૧ માં કારતક સુદ ૮ ના થયે હતો. તે સમયે તેમણે વ્યાવહારિક ગુજરાતી અને અંગ્રેજીના ચોથા ધોરણ સુધીના અભ્યાસ સાથે શિક્ષકના ખાસ પ્રબંધપૂર્વક નસિંગ તેમ જ સંગીત વગેરેને સુંદર અભ્યાસ કર્યો હતો. સાથેસાથે આધ્યાત્મિક અનુરાગથી સુવાસિન માતા-પિતાએ જિનપૂજન, જૈવિહાર, નવકારશી આદિ ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું. તેમનાં લગ્ન રાજકોટના પ્રતિષ્ઠિત આગેવાન અને નગરશેઠ શ્રી વ્રજલાલ વર્ધમાન મોદીના સુપુત્ર શ્રી ચુનીભાઈ સાથે થયાં હતાં. શ્રી ચુનીભાઇ તમને જિનપ્રતિમાનાં દર્શન-પૂજનાદિ ધર્મક્રિયામાં અંતરાયરૂપ ન થતાં પૂણ સહાયક બનતાં. સ્થાનક્વાસી કુટુંબમાં આવવાથી ત્યાં આવતી વિટંબણાઓ વેઠીને પણ તેઓ વ્રતનિયમાદિમાં અડગ રહેતાં. સહચારિણી શ્રી સૂરજબહેનને શ્રી ચુનીભાઈને ધર્મમાં સહચારી બનાવવાના મરથ સેવ્યા. સં. ૧૯૯૨માં તેઓશ્રીની પ્રેરણાથી શ્રી ચુનીભાઈ પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીના પરિચયમાં આવ્યા. પારસના સ્પર્શથી લેહ જેમ સુવર્ણ થાય છે, તેમ પરમ ગુરુદેવના પરિચયથી શ્રી ચુનીભાઈ જિનપ્રતિમામાં શ્રદ્ધાવંત બન્યા. અને જિનમતને વિશે શ્રદ્ધાળુ સુશ્રાવક બન્યા. ફક્ત પતિને જ ધર્મના રંગે રંગી શ્રી સૂરજબહેન અટક્યાં નહીં પિતાના સંતાનમાં પણ શ્રી જિનથિત ધર્મના ઊંડા સંસ્કારોનું બીજારોપણ તેઓશ્રીએ ચાલુ રાખ્યું. તેમને સંતાનમાં બે સુપુત્ર શ્રી હસમુખભાઈ અને શ્રી અરવિંદભાઈ છે, અને ત્રણ સુપુત્રી શ્રી મંજુલાબહેન, નિર્મળાબહેન અને પુષ્પાબહેન હતા. ત્રણે સુપુત્રીઓને કૌમાર્યાવસ્થામાં મહોત્સવ પૂર્વક સંયમનું પ્રદાન કરી, તેમણે પોતે પણ વિ. સં. ૨૦૧૧, જેઠ સુદ પાંચમના દિવસે પૂના મુકામે પ. પૂ. સિદ્ધાંતમહોદધિ આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. શ્રીના વરદ હસ્તે સંયમ ગ્રહણ કર્યું, ને તેઓ પ. પૂ. ભદ્રપૂર્ણાશ્રીજી મ. શ્રી (સંસારી માતુશ્રી)નાં શિષ્યા બન્યાં, ને તેઓશ્રીનું શુભ નામ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. રાખવામાં આવ્યું.
તેઓએ સંસારીપણામાં શ્રી સમેતશિખરજી આદિ પૂર્વદેશની કલ્યાણક ભૂમિઓનાં તેની ત્રણ વાર યાત્રા કરી હતી, ઉપરાંત કર, કડિયાવાડ, ગુજરાત તેમ જ મારવાનું અનેક તીર્થોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org