________________
૨૧૮ ]
[ શાસનનાં શમણીરત્ન માંથી લેકે વ્યાખ્યાન સાંભળવા ઊમટી પડતાં. વિ. સં. ૨૦૪૦માં મધ્યપ્રદેશના સિંગલી ગામે ચાતુર્માસ રહ્યાં. ત્યાં એક પણ મૂર્તિ પૂજકનું ઘર ન હતું. તેમને વિરોધ કરવા સ્થાનકવાસી સાધુ મહારાજે એ ગામની બહાર ચાતુર્માસ કર્યું પરંતુ તેઓને પૂજ્ય સાધ્વીજી મહારાજના વધતા પ્રભાવને રોકવામાં કઈ જ સફળતા મળી નહીં. ત્યાં ૮૫ ઘર મૂર્તિપૂજક બન્યાં, ભવ્ય ઉપાશ્રયનું નિર્માણ થયું અને નાગેશ્વર તીર્થને છરી પાલિત સંઘ નીકળે. જે કાય કે ન કરી શકે, તે પૂજ્યશ્રીએ એકલે હાથે સિદ્ધ કરી બતાવ્યું. આ રીતે પૂજ્યશ્રીના હસ્તે અભૂતપૂર્વ, યાદગાર અને ચિરંજીવી શાસનપ્રભાવના થઈ. અને પછી પણ–આજ સુધીમાં એકથી એક ચડિયાતાં ચાતુર્માસ દ્વારા પૂજ્યશ્રી મેવાડ, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં અત્યંત આદરણીય સ્થાન પામ્યાં. આજે તેઓશ્રીની નિશ્રામાં વીસેક વર્ષના દીક્ષા પર્યાયમાં ૧૬ છરી પાલિત સંઘે નીકળ્યા, જેમાં મેવાડથી શત્રુંજય તીર્થના અને મધ્યપ્રદેશથી રાણકપુર તીર્થના પ્રથમવાર જ છરીપાલિત સંઘ નીકળ્યા, ઉપરાંત, તેઓશ્રીની પ્રેરણાથી અનેક સ્થળે ઉપાશ્રયે, જિનાલયે, ગુરુમંદિર આદિનાં નિર્માણ થયાં. પ્રતિષ્ઠા, ઉદ્યાપન આદિ પણ અનેક સ્થળે ઊજવાયાં. આમ, અનેકવિધ શાસનકા દ્વારા સર્વત્ર ગૌરવરૂપ અને ગરિમા બનેલાં સાધ્વીજી શ્રી ચારુબતાશ્રીને રાત શત વંદના !
પૂ. સાધ્વી શ્રી ચાવતાશ્રીજી મહારાજ
ધર્મરત્નાશ્રીજી ચિત્રતાથીજી ગીતવ્રતાથીજી ભવ્યતાશ્રીજી
નમ્રત્રતાશ્રીજી
અનેકવિધ તપશ્ચર્યાઓથી સંયમજીવનને દીપાવનાર તપસ્વિની
પૂ. સાધ્વીજી શ્રી ચિવર્ષાશ્રીજી મહારાજ નવસારીમાં સુશ્રાવક બાબુભાઈ વીરચંદનાં ધર્મપત્ની લીલાવતીબેનની કુક્ષિએ સાત પુત્રી અને ત્રણ પુત્રોએ જન્મ લીધે, તેમાં ચોથા નંબરે પુત્રી ચંદ્રિકાબેન સં ૨૦૦૪માં જન્મ્યા હતાં. ચંદ્રિકાબેન પેથોલેજ સાથે બી. એસસી. થયાં, પછી એકાએક તેમને જીવનમાર્ગ પલટાયા. પૂ. આચાર્ય મહારાજ અને મુનિભગવંતોના વ્યાખ્યાનશ્રવણથી તેમ જ સાધવી મહારાજના સમાગમથી સંયમ લેવાની ભાવના જન્મી અને તેને સાકાર બનાવવા સં. ૨૦૩૧ના મહા સુદ પાંચમને દિવસે પિતાના વતન નવસારીમાં જ પૂ. આગામોદ્ધારક આચાર્યદેવના શિષ્ય પૂ. શ્રી વિમલસાગરજી મહારાજના વરદ હસ્તે પૂ. શિવતિલક-સમુદાયના પૂ. શ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી અને સા વિશ્રાં વિર્ષાશ્રીજી નામે ઘોષિત થયાં.
સાધ્વીશ્રી ચિદ્દવર્ષાશ્રીજી સંયમમાગે આરૂઢ બની જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગમાં રત બન્યાં. છ કમગ્રંથ, વ્યાકરણ અને તર્કસંગ્રાહાદિને અર્થ સહિત તલસ્પર્શી અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીએ સ્વજીવનમાં તપાધમને વિશેષ સ્થાન આપ્યું. એક ઉપવાસથી વર્ષીતપ, એક અઠ્ઠમ કરી પાંચ વર્ષીતપ, એમાં પ્રાયઃ ઘણું અઠ્ઠમ ચોવિહાર અને પારણે પહેલા વર્ષે એક વિગઈ બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org