________________
શાસનનાં શમણીરત્ન છે
[ ૨૮૩ ભાવના સાથે તેમના સંથારાથી દૂર જતાં નહીં. તેની માતૃભક્તિ પણ અપૂવ હતી. દરેક કાર્યમાં તેઓને સેવાભાવ ઝળહળતો. વડીલેની ભક્તિમાં તેઓ સદા અપૂર્ણતા જ માનતાં.
વિ. સં. ૨૦૦૦ના ફા. સુ. અને રવિવારે રાજકોટમાં તેઓએ સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીરજી મ., પ. પૂ. ધમપિતા ગુરુદેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ., પ. પૂ. આગમપ્રજ્ઞ જબુસૂરીશ્વરજી મ. આદિ ૭૫ શ્રમણગણ તેમ જ પ્રવતિની પૂ. લક્ષમીશ્રીજી મ. પૂ. જયાશ્રીજી આદિ ૨૫ સાધ્વી મહારાજેની નિશ્રામાં સંયમ ગ્રહણ કર્યું. સંયમગ્રહણ બાદ તેઓશ્રી પૂ. ભદ્રપૂર્ણાશ્રીજી મ.નાં શિષ્યા બન્યાં. પ્રચંડ પુરુષાર્થથી દુર્લભતમ સંયમધર્મ પામ્યાં. તેઓશ્રીનું શુભ નામ સાધ્વીશ્રી મનોરમાશ્રીજી રાખવામાં આવ્યું.
સંયમગ્રહણને બીજે જ દિવસે પૂ. સ. મ. શ્રીને પૂ. પરોપકારી ગુરુદેવશ્રીએ પિરસી પચ્ચકખાણની પ્રેરણા કરતાં તેઓશ્રી બંનેએ યાજજીવ પારસી પશ્ચક રણને અભિગ્રહ કર્યો. થોડા જ દિવસોમાં તેઓશ્રીનાં પૂ. ગુરુણીજી શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. મેનિનજાઇટિસની ગંભીર બીમારીમાં સપડાયાં. તેઓશ્રીની વચ્ચે અનુભવી સાધ્વીજી કરે તેવી નૂતન સાધ્વીજી મહારાજે કરી વૈયાવચને અપૂવ લાભ લીધે. પૂ. ગુરણીજી મ. શ્રી સાજા થયાં, ને બંને નૃતન સા. ; એકસાથે જ ટાઈફોઈડની બીમારીમાં સપડાયાં. સાધના થાય તે પહેલાં જ માત્ર અઢી માસના નિર્મળ સંયમપર્યાયમાં જ અકાળે તેમનો જીવનદીપ ઓલવાઈ ગયે. તે જ જીવન ખરું કે જે જીવનમાં સાધના દ્વારા જન્મ-મરણના ફેરા ટળે, ને ઉત્તમ ધમની આત્માને પ્રાપ્તિ થાય. તેઓશ્રી સાધવા જેગું સાધી ગયાં, ને પરમ પાવની દીક્ષાને અમૂલ્ય વારસો કુટુંબ માટે મૂક્તાં ગયાં. ધન્ય છે આવા સંયમી જીવનને ! બાલ્યકાળે અ૯પ સમયમાં સ્વર્ગવાસ પામવા છતાં વૃદ્ધોને, દીર્ઘ આયુષ્યવાળાએ શરમાવે તેવી અદ્દભુત આત્મકલ્યાણની આરાધના અપ્રમત્તપણે આત્મજાગૃતિપૂર્વક કરનાર પૂ. સ્વગી સાધ્વીજીને વંદન હો! ૧૬ દિવસની ટાઈફોઈડ તાવની ગંભીર બીમારી ભેળવી છે. વ. પ ને શનિવારે સાંજે ૬-૭ મિનિટે શ્રીસંઘમાં આયંબિલ તપનું ભાતું લઈને અપૂર્વ સમાધિપૂર્વક રાજકેટમાં કાળધર્મ પામ્યાં. બીજે દિવસે જરિયનની પાલખીમાં સ્મશાનયાત્રા નીકળી. રાજકેટની રાણીએ પણ વંદન કરી અંતિમ વિદાયનું માન આપ્યું. જન્મ, દીક્ષા અને કાળધર્મ ને જન્મભૂમિ સાથે કેવો ત્રિવેણીસંગમ!
સમર્થ શાનોપાસિકા, પ્રશાંતમૂર્તિ, બાલબ્રહ્મચારિણી પૂ. સાધ્વીરત્નાશ્રી નિરંજનાશ્રીજી મહારાજ
દિક સ્વભાવ, ભદ્રિક જીવન. ને ભદ્રિક મરણને સાધનાર શ્રી નિર્મળાબહેન કે જેઓશ્રી ચુનીલાલ વ્રજલાલ મોદી અને સૂરજબહેનનાં બીજા નંબરનાં સુપુત્રી હતાં. તેમણે ૧૬ વર્ષની નાની વયમાં પિતાનાં વડીલ ભગિની સાથે રાજકેટમાં વિ. સં. ૨૦૦૦ ના ફાગણ સુદ ૫ ને રવિવારે પ. પૂ. આ. દેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ., પ. પૂ. આ. દેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ, પ. પૂ. આ. દેવશ્રી વિજયજબૂસૂરીશ્વરજી મ. આદિ ૭૫ પૂ. મુનિવર તેમ જ ૨૫ પૂ. સા. મ. ની નિશ્રામાં હજારોની માનવમેદની વચ્ચે સંયમ ગ્રહણ કરી સાધ્વી શ્રી નિરંજનાશ્રીજી મ. બન્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org