________________
૨૮૨ ]
[ શાસનનાં શમણીરત્નો સંયમ, શુશ્રષા અને સ્વાધ્યાયથી અપ જીવનને દીપાવનારાં સૌમ્યમૂર્તિ
પૂ. સાધ્વીરના શ્રી મનોરમાશ્રીજી મહારાજ
પૂ. બાલબ્રહ્મચારિણી સાધ્વીશ્રી મનરમાશ્રીજીનું સંસારી નામ મંજુલાબહેન હતું. એમનું કુસુમ ખીલ્યું કે સમાજના મંદભાગ્ય અકાળે કરમાયું, પણ એ પુષમાંથી પ્રગટેલી સુવાસ–પરાગ હજુએ કરમાતી નથી. નાની એવી દીપકતિ હતી, પણ જ્યાં જાય ત્યાં વૈરાગ્યને પ્રકાશ પાથરતી હતી. ૧૮ વર્ષની બાળવયે એના જીવનની બાજી સંકેલાઈ ગઈ, પણ એ ટૂંક જીવનમાં દુલભ એવા શ્રી જિનેશ્વદેવ પ્રરૂપિત સંયમની સાધના કરી લીધી, ને મળેલા મનુષ્યજન્મની સાર્થકતા સાધી લીધી.
સમગ્ર સૌરાષ્ટ્રના બહોળા અને નામાંક્તિ ધારાશાસ્ત્રી, રાજકોટના શ્રી વૃજલાલ વર્ધમાન મેદીના નબીરા શ્રી ચુનીભાઈનાં ધર્મપત્ની અને કવિ રાજચંદ્રના લઘુબંધુ અને કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પિતા રાજમાન્ય શ્રી ઝવેરી મનસુખલાલ રવજીભાઈનાં સુપુત્રી સૂરજબહેનની પુણ્યકુક્ષીઓ ત્રણ સુપુત્રીઓમાં શ્રી મંજુલાબેન પ્રથમ સુપુત્રી હતાં. તેમને જન્મ વિ.સં. ૧૯૮૨ના મહા વદ ૨ ના શુભ દિને રાજકેટમાં થયેલ હતું. આ મંજુલાબહેન જાણે સૌમ્ય-સુંદરતા આદિ ગુણાની મંજૂષા ન હાય! બાલિકાનું રૂપ, લલાટનું લાવણ્ય, ચમકતું બ્રહ્મતેજ, સૌમ્યમુખમુદ્રા, હૃદયની વિશાળતા, સમયસૂચકતા, પર્યપરાયણતા, દીર્ધદશિતા, ગંભીરતા, સહનશીલતા અને ગુણગ્રાહિતા એ તેનું સુંદર ભાવિ જ સૂચવનાર ન હોય! તેઓની વય નાની, પણ ગુણોથી જડેલી, પ્રૌઢતા ને ગંભીરતાથી ભરેલી, વૈયાવચ્ચ ને આરાધનાથી ઓપતી, અભ્યાસ ને તપથી શોભતી હતી. સંચમનો લાભ લેવા તેજસ્વી લલાટે શું લખાયું હશે? તેમણે સંસારીપણામાં જ પંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ, બૃહસંગ્રહણી, તત્ત્વાર્થાધિગમ સૂત્ર, વૈરાગ્યશતક આદિ ગ્રંથને અર્થસહિત અભ્યાસ કર્યો હતો, તેમ જ સંસ્કૃત બે બુક પણ કરી લીધી હતી. બંને બહેનોએ સંસારી જીવનમાં એક જ દિવસમાં શ્રી ચૈત્યવંદન ભાષ્ય કંઠસ્થ કરી વડીલ ગુણીજી મ.ને સંભળાવ્યું હતું. તેઓશ્રી અનુપમ કવિત્વશક્તિ ધરાવતાં, જેથી ચાલુ વ્યાખ્યાનમાં ગલીઓ બનાવી લેતાં અને ચૈત્યપરિપાટી, વરઘોડા આદિ સમારંભમાં ધાર્મિક ગીતા બનાવી ગવરાવતાં.
પ. પૂ. આચાર્યો દેવશ્રી વિજચરામચન્દ્રશ્ન. મ. સા. ના સત્-સમાગમથી સ્થાનકવાસી એવા શ્રી ચુનીભાઈને દઢ પ્રતીતિ થઈ કે “મનુષ્યજન્મ ધર્મની મોસમ છે. સંયમ એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે ને સંતાનોને સંયમના માર્ગે વાળવા તે માતા-પિતાની પરમ પવિત્ર ફરજ છે.” ચુનીભાઈની આવી પ્રબળ ધર્મશ્રદ્ધા થતાં માતાના પ્રયાસને પિતાનું પ્રત્સાહન મળ્યું, અને તેથી મંજુલાબહેનના ધાર્મિક જીવનને ખૂબ વેગ મળે.
મંજુલાબહેને આઠ વર્ષની નાની ઉંમરે જ્ઞાનપંચમી તપ શરૂ કર્યો હતો. બાલ્યકાળથી જ તેઓની સંયમની ભાવના ઉત્કટ હોવાથી તેઓ પિતાનાં નાનાં બેન નિમળાબહેન સાથે તેમનાં સંસારીપણાનાં દાદી મહારાજ પૂ. સાધ્વી ભદ્રપૂર્ણાશ્રીજી પાસે શિવગંજ મુકામે ત્રણ માસ સુધી રહ્યાં
ને એનેની ધર્મ ચર્યા એવી અદભત હતી કે જેનારને તે બંનેના આત્માની પવિત્રતા, ઉત્તમતા તથા * વિ સંયમજીવનની કલ્પના સહેજે આવી જાય. તેરમે વર્ષે તેઓ પૂનામાં ગયાં ત્યારે વડીલ ગુરુજી શ્રી જયાશ્રીજી મ.ની તબિયત નરમ હતી ત્યારે વિનીત અંતેવાસી સાધ્વીજી કરે તેવી શુશ્રષા સંસારી અવસ્થામાં રહેલ મંજુલાબહેન કરતાં. પૂ. ગુરુણીજી મ.શ્રી,ને કેમ સારું થાય તેવી મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org