________________
૨૮૦ }
શાસનનાં શમણીરત્ન
સુંદર તત્ત્વજ્ઞાનામૃતનું પાન કરાવ્યું. ૮-૯-૧૦-૧૨ વર્ષની નાની નાની વયના અનેક આત્માઓને સંયમ આપી સુંદર સંયમજીવનના સાચા ઘડવૈયા બની આશ સાધ્વીજીઓને તૈયાર કર્યા.
અપ્રમત્તપણે પિતાની આવશ્યકાદિ ક્રિયાઓ, ઊભા-ઊભા રોજના ૫૦૦ માસમાણા, અનેક વસ્તુઓને આજીવન ત્યાગ, ગમે તેવી અસ્વસ્થ અવસ્થામાં પણ, ભર ઉનાળાની ગરમીના વિહારદિના પરિશ્રમમાં પણ, ગમે તેવી બીમારીમાં પણ જ્યાં સુધી પિતાને અમુક જાપ, અમુક નવકાર. વાળી, ખમાસમણા, કાત્સગ આદિ આરાધના ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી પણ ન નાખવાની અટલ પ્રતિજ્ઞા, દીક્ષાકાળથી ચાવજજીવ તમામ કટને ત્યાગ, મેવાને સદંતર ત્યાગ, પિતાના પરમ ગુરુદેવને વંદનાદિને લાભ મળે ત્યારે જ અમુક મિષ્ટાન્નની છૂટ, તે સિવાય સદંતર બંધ, ૩ વિગઈનો હમેશ ત્યાગ, દહીં વિગઈ મૂળથી કાયમ બંધ, ઉચ્ચપદે બિરાજમાન છતાં સાદાઈથી સંયમજીવન જીવવાના
અતિ આગ્રહી, આડંબર, અભિમાનાદિથી પર, અપ ઉપાધિ આદિના પ્રેમી, ઇત્યાદિ અનેક પ્રકારની વિશુદ્ધ ઉજ્જવલ સંયમસાધના દ્વારા આશ્રિત સાથ્થીગણને ઉચ્ચ પ્રકારનું આલંબન પૂરું પાડી રહ્યાં છે. આજે ૮૬ વર્ષની જૈફ વયે ૬૫ વર્ષના દીક્ષા પર્યાયના ધારક તેઓ ૧પ૦ કિ-પ્રશિષ્યાદિ પરિવારના પ્રવતિની પદને સાર્થક કરી રહ્યાં છે.
ભદ્રિક પરિણામ. સૌમ્યભાષી, ક્રિયાચરન પૂ. સાધ્વીરત્નશ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મહારાજ
પ. પૂ. સ્વ. સાધ્વી મ. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. નું સંસારી નામ ઝબકબહેન હતું. સરધાર (સૌરાષ્ટ્રમાં) સાકરચંદ દોશી અને જલુબાઈ માતાની કુક્ષીએ ઝબકબહેનનો જન્મ વિ. સં. ૧૯૪૨ ના શ્રાવણ માસમાં થયો હતો. બાળવયમાં લાડમાં ઊછર્યા, પણ પુણ્ય ભેગે સાથે સાથે જમના સંસ્કાર પામી વૈરાગ્યના અમીપાનથી તેમનું બાળહૈયું સીંચાયું હતું. સંસારના કમ મુજબ શ્રીમદ્ રાજચંદ્રના લઘુબંધુ મનસુખલાલ રવજીભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. શ્વસુર પક્ષે સુખના હિંડોળે હીંચ્યાં. આવા સુખમાં પણ ધર્મવાસિત સ્વભાવના કારણે વડલાની માફક નાનાં મોટાં સગાંનેહીને છાયા આપી, તેઓની સાર-સંભાળ રાખતાં. સુખમાં ભાગ આપવા હંમેશાં તત્પર રહેતાં. તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હતાં, જેમનાં નામ સૂરજબહેન અને સુદર્શનભાઈ શ્રી મનસુખભાઈ ધર્મ સંસ્કારોથી વાસિત હતા. કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાએ શ્રી સિદ્ધગિરિજીની યાત્રા ન થાય તે ઘઉની દરેક ચીજને તેઓ ત્યાગ કરતા હતાં. વ્રત-નિયમમાં અડગ રહેતાં. રાત્રિભેજનના ત્યાગનો નિયમ ચુસ્તપણે પાળતાં, તે એટલે સુધી કે ઘરે આવેલાં પુત્રીના લગ્ન પ્રસંગે સ્થાનકવાસી જાનને પણ સૂર્યાસ્ત પહેલાં જમાડી લીધી હતી. શ્રીયુત, મનસુખભાઈએ કૌટુંબિક સ્થાન વ્યવસ્થા માટે મકાન બનાવ્યું તે પણ ગાળેલા પાણીથી જ બનાવવાનો આગ્રહ રાખેલ. શ્રી ઝબકબહેન તે બાળપણથી જ ધમસંસ્કાર પામેલાં હતાં, અને પતિને ત્યાં આ સંસ્કાર વૃદ્ધિ પામ્યા.
શ્રી મનસુખભાઈ કાઠિયાવાડ રાજકીય સ્વતંત્રતાના આંદોલનમાં ગૂંથાયેલા, તેમાં રાજકોટમાં બ્રિટિશ એજન્સીએ પકડ્યા અને નજરકેદ કર્યા. રાજકેટના બ્રિટિશ રેસિડન્ટે સરકારી ગેરા મહેમાનો માટે પાટી ૧ ગોઠવી. રાજકોટમાં તેને મેટો સામને છે. તેના સત્યાગ્રહની આગેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org