________________
શાસનનાં શ્રમણીરત્ન ]
૨૭૬
ત્યાગમાર્ગના સ્વીકાર અને પાલનમાં પુરુષાર્થને કરવનાર પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ
ગગનચુંબી નડનરમ્ય જિનાલયેથી સુશોભિત જેનપુરી રાજનગરના ઝવેરીવાડની પુણ્યભૂમિ પર વસતા શેઠશ્રી નાનાલાલભાઈ અને તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા જીવીબહેનના ગૃહાંગણે વિ. સં. ૧૯૬૨ ના પવિત્ર ભાદ્રપદ માસમાં મહામંગલકારી વીરપ્રભુ જન્મ-વાંચનના અતિ પુનિતદિને મહાતેજસ્વી કન્યારત્નને જન્મ થયે. જાસૂદના ફૂલ સમી એ કન્યાનું નામ પણ માતા-પિતાએ જાસૂદ રાખ્યું. તે વખતે માતા-પિતાને કલ્પના પણ નહીં હોય, કે આ પુ ભવિષ્યમાં ફાલ્યા-ફૂલ્યા વટવૃક્ષ સમા સુવિશાલ સાધ્વીપરિવારને ધારણ કરી પોતાની ગુણસૌરભથી જગતને ખરેખર મઘમઘાયમાન બનાવશે. ગળથુથીમાંથી જ મળેલા પૂજા, સામાયિક, વિહાર આદિ ધામિક સુસંસ્કારોથી સુવાસિત જીવન વિતાવતી આ કન્યાનાં લગ્ન ૧૭ વર્ષની યુવાનવયે વિ. સં. ૧૯૭૯ ની સાલે કસુંબાવાડમાં રહેતા શેરદલાલ ડાહ્યાભાઈના પુત્ર મેહનભાઈ સાથે થયાં. તે અરસામાં જ સુપ્રખ્યાત પ્રખર વક્તા મુનિપ્રવર શ્રી રામવિજયજી (વિજયરામચન્દ્રસૂરિજી) મ. ના વિદ્યાશાળામાં ૧૯૮૦-૮૧૮૨ની સાલમાં થયેલા ચાતુર્માસના, અનેક નવપરિણીત યુવાનોના હૈયામાં વૈરાગ્યની પેત જગાડનાર જોશીલાં પ્રવચનના શ્રવણથી જાસૂદબહેન પણ મહારાગ્યના રંગે રંગાયાં. સંસાર ખારે ઝેર લાગવા માંડ્યો. પ્રત્રજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવા આત્મા ખૂબ જ ઉત્કંઠિત બન્યું, પરંતુ સંસારની કારમી કેદમાં પુરાયેલ નવપરિણીત આ પંખીને આ કેદથી છૂટવું મહાદુષ્કર હતું. કુટુંબીઓને જાણ થતાં સખ્ત ચેક-પહેરો ગોઠવાઈ ગયે. દશન-વંદનાદિ માટે પણ હવે બહાર નીકળી શકાય તેમ નહોતું. છતાં જાસૂદબહેનને પ્રવ્રજપાને નિર્ણય અડગ હતા. જેમ જેમ સ્વજનોને વિરોધ વધતો ગયો તેમ તેમ વૈરાગ્ય જવલંત બનતે ચાલ્યો અને એક દિવસ ખરેખર સાસરે કહ્યું, ‘હુ પિયર જઉં છું” અને પિયરે કહ્યું, “હુ સાસરે જઉં છું,’-એમ કહી બધાને વિશ્વાસમાં નાખી સ્વ-ઈસિત સિદ્ધ કરવા પોતાના મામાની દીકરી બેન લીલાવતીબહેન સાથે એકાએક રાત્રે ભાગી જઈ શેરીસા તળે પ્રગટ પ્રભાવી પુષિાદાનીય પ્રાર્શ્વનાથ પ્રભુની સન્મુખ પિતાને હાથે જ વેશ પહેરી, કરેમિ ભંતે ઉચ્ચરી, વિ. સં. ૧૯૮૩ વૈશાખ વદિ ૧, ૨૧ વર્ષની ભયુવાન વયે માત્ર ચાર જ વર્ષને સંસારવાસ ભેગવી જેનશાસનના સાચા શણગાર બન્યાં. પૂ. સાધ્વી શ્રી. જયાશ્રીજી મ. નામ ધારણ ક્યું. પાછળથી કુટુંબીઓને જાણ થતાં આવી પડેલા હલ્લાને પ્રબલ વૈરાગ્ય અને અણનમ નિશ્ચયથી પરાસ્ત કર્યો. સ્વજને હતાશ હૈયે પાછાં વળ્યાં. આ રીતે આટલી નાની વયમાં પણ મહાપુરુષાર્થ ખેડી વીતરાગનું સાધુપણું પ્રાપ્ત કર્યું.
ત્યારબાદ વિ. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ૨ ના સુરતમાં નેમુભાઈની વાડીમાં પ. પૂ. આ. શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ. ના શુભહસ્તે સ્વનામથી વડી દીક્ષા પ્રાપ્ત કરી પ. પૂ. દાનસૂરીશ્વરજી મ. ના સમુદાયનાં સાધ્વી તરીકે પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ. ના શિષ્યો સામવીશ્રી જયાશ્રીજીના નામે સ્થાપિત થયાં. અ૯પ સમયમાં જ વિનય વૈયાવચ્ચ, ઔદાર્ય, દાક્ષિણ્ય, માધ્યસ્થતા, સ્વાધ્યાયરસિક્તા, આચાર-ચુસ્તતા. કિયારક્તતા આદિ અનેક ગુણોનાં સ્વામિની બન્યાં. એકધારા ૩૭ વર્ષ પયત પિતાનાં ગુરુણીજી મ. ના આજીવન અંતેવાસી બની અંતિમ નિર્ધામણા પણ ખૂબ સુંદર પ્રકારે કરાવી, ગુરુકુલવાસને સાર્થક બનાવ્યું અને પોતાના શિરે આવી પડેલા વિશાળ સાધ્વીસમુદાયનાં ભારને સુકુશલપણે વહન કર્યો. વિશિષ્ટ બુદ્ધિબલના ગે પ્રકરણ ગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી, સંસ્કૃત-પ્રાકૃત, ન્યાય-વ્યાકરણ આદિના ઊંડા અભ્યાસથી અનેક આશ્રિત સાધ્વીજીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org