________________
૨૩૬
શાસનનાં શ્રમણીરત્ના
પિતાના અણુમેલા સંસ્કારથી તે બાલ્યવયથી જ ધર્મ માગે વેગવંતાં હતાં. તેથી સંયમના આજથી તેજદાર છે અને જગમશહૂર બન્યાં છે.
પુરુષાર્થની પગદંડી, પ્રોત્સાહનના ડે, ધૈર્યના સાધ અને દિવ્યદ્રષ્ટિના પ્રકાશ એ જેના રાહબર છે તેવા મારા પૂ. ગુરુદેવશ્રીએ શાસનનાં નાનાંમેટાં કાર્યાં ઘણાં કર્યાં છે અને હજી પણ અવી જ રીતે કરી રહ્યાં છે, જેથી તેમના હાથે ઘણાં કાર્યો થશે. પરમાત્મા પાસે અમે આરજૂ કરીએ કે અમારાં પૂ. શ્રીને દીઘાયુષી બનાતે થી શાસનની શાન-પ્રભાવના વધે. ગુરુદેવશ્રી આપનું સમગ્ર જીવન જ ગુણના ખાના છે. આપશ્રીના ગુણોને હું ક્ષુદ્ર વ્યક્તિ કઈ રીતે ન્યાય આપી શકુ? સૂર્યના પ્રકાશ સામે ટમટમતા દીવડાની શી તાકાત, ચંદ્રના પ્રકાશ સામે આગિયાની શી તાકાત ! સાગરની સામે ખાબોચિયાની શી તાકાત ! હરિયાળા નંદનવન અગીચા સામે આકડાના ફૂલની શી તાકાત! તેમ આપશ્રીના ઝળહળતા તેજસ્વી જીવનનું આલેખન કરવાની મારી શી તાકાત ! આપશ્રીના નિર્મળ જીવનપ્રવાહને વહેતા મૂકવા અ: કલમથી કે આ હાથથી, આ મનથી કે આ તનથી ક્યાંય પણ ક્ષતિ રહી હોય તા ત્રિવિધ ક્ષમા ! કાંય સ્ખલના થવા પામી હોય, કયાંય ભૂલ થઈ હોય તા પુનઃ ક્ષમાની યાચના સાથે અનતશ વંદનાવલી.
-સાધ્વીશ્રી આદિત્યયશાશ્રીજી મ.
અનેક વેધ તપારાધનાના સાધક અને દીવ દીક્ષાપર્યાયી
પૂ. સાધ્વીજીશ્રી ગુલાબશ્રીજી મહારાજ
પૂ. સા. શ્રી ગુલાબશ્રીજી મહારાજની જન્મભૂમિ કચ્છનું લુણી ગામ. સ. ૧૯૫૮ ના જે વદ પાંચમે તેમના જન્મ થયા હતા. પિતાનું નામ કેશવલાલ, માતાનું નામ કુંવરબાઈ અને સ્વનામ ગંગા હતું. માતાપિતાના સુસંસ્કારી અને પૂર્વભવના યાગે યુવાનવયે ભાગવતી પ્રવ્રજ્યા અગીકાર કરવાની ઉત્કટ ભાવના જાગી અને પાલીતાણા ચાતુર્માસ બિરાજમાન સાઘ્વીશ્રી ચતુશ્રીજી તથા વડીલ ગુરુબેન સાધ્વીશ્રી સુજ્ઞાનશ્રીજી મહારાજ પાસે જ્ઞાન, ધ્યાન, તપ વગેરે અપનાવી વિ. સં. ૧૯૮૨ માં દીક્ષ! અંગીકાર કરી. ગંગાબેન સા. શ્રી ગુલાબશ્રીજી નામે જાહેર થયાં. પૂ. આગને દ્વારકશ્રી તથા માલવદેશે દ્ધારકશ્રી પૂ. આચાર્ય દેવશ્રી ચંદ્રસાગરસૂરીજી મહારાજની આજ્ઞામાં રહી ચારિત્રધર્મનું ઉત્તમ પાલન કરતાં રહ્યાં. તેઓશ્રીએ જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચ સાથે તપશ્ર્ચર્યમાં માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારિ-અર્જુ-દસદાય, ૧૪ અટ્ઠાઈ, વર્ધમાન તપની ૪૮ આળી, દરેક વર્ષની ચૈત્ર-આસાની નવપદ આળી ઇત્યાદિ અનેકવિધ તપારાધના કરી.
કચ્છ-લુણી (ગાયર સમા)ના વતની શ્રી લખમશીભાઈ તથા પુરીબેનની સુપુત્રી દમયતીબેને ૧૪ વર્ષની વયે સં. ૨૦૧૮ ના વૈશાખ સુન્ન ૧ ના દિવસે પૂ. સા. શ્રી કુસુમશ્રીજી પાસે દીક્ષા લીધી હતી. તેમનું નામ સા. શ્રી ગુણાશ્રીજી રખાયુ હતું. થોડા સમયમાં એટલે કે સ. ૨૦૨૦ના ચૈત્ર સુદ ૧ ને દિવસે સુરેન્દ્રનગર મુકામે પૂ. કુસુમશ્રીજી મહારાજ કાળધર્મ પામતાં, સા. શ્રી પગુણાશ્રીજી પૂજ્યશ્રી ગુલાબશ્રીજી મહારાજ સાથે રહી જ્ઞાન-કયાનમાં આગળ વધ્યાં હતાં. ૫. ગુલાબશ્રીજી મહારાજ અતિ વૃદ્ધાવસ્થાને લીધે તથા રાગેાના આક્રમણથી છેલ્લાં પાંચ વ Àરાવરનગરમાં સ્થિત હતાં. તેઓશ્રીને સમતાભાવ અદ્ભુત હતા. સ. ૨૦૨૯ના ફાગણ વદ ૧૦ના દિવસે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. એવાં પરમ તપસ્વી સાધ્વીરત્નને કોટિ વંદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org