________________
૨૭૦ ]
[ શાસનનાં શ્રમણરત્ન
પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીમસા.ના આજ્ઞાવર્તી તથા સમુદાયવર્તી શ્રમણી રત્નો
સ્વ-પર આત્મકલ્યાણની સુવાસને રેલાવનારાં દીર્ધ સંયમી
પૂ. સાધ્વીજી શ્રી કલ્યાણ શ્રીજી મહારાજ વડોદરા જિલ્લાના ડભોઈ પાસે આવેલ વડજ નામના ગામમાં ગર્ભશ્રીમંત મગનભાઈનું કુટુંબ વસતું હતું. તેમને મુક્તાબાઈ નામનાં સંસ્કારી ધમપ્રિય ધર્મપત્ની હતાં. તેની સાથે તેઓ ગામડાનું મુક્ત અને નિર્મળ જીવન આનંદપૂર્વક વિતાવી રહ્યાં હતાં. ન કેઈ ચિંતા કે ના કોઈ ઉપાધિ.
મગનભાઈ વિશેષ ધંધા માટે ડભેઈ આવીને વસ્યા. ડભેઈનું પ્રાચીન નામ દર્શાવતી નગરી. ૬ જિનાલયે, જ્ઞાનમંદિર, ઉપાશ્રયે, શ્રાવકેની વસ્તી, બધું જ શ્રીમાળીવાળા તરીકે પ્રસિદ્ધ એક જ મહોલ્લામાં. મગનભાઈ અને મુક્તાબાઈને દાંપત્યજીવનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થયાં. પુત્રોમાં મેટા બાપુભાઈ, વચેટ પાનાચંદભાઈ અને નાના ખુશાલચંદ. પુત્રીઓમાં મેટા રાધિકાબેન. નાનાં પુત્રી મણિબહેનને જન્મ સં. ૧૯૫૩ માં કારતક વદ ૯ ના ઓ હતા.
મગનભાઈનું કુટુંબ મૂળથી ધર્મના સંસ્કારવાળું હોવા છતાં મહાધીન માતા-પિતાએ સંતાનનાં લગ્ન કરાવી દીધાં. તેમાં મણિબહેનનાં નાની વયમાં, ડભોઈમાં શામળાજીની શેરીમાં રહેતા મૂલચંદભાઈ સાથે લગ્ન લીધાં. લગ્નજીવનમાં જોડાવા છતાં મણિબહેનને ભેગમાં કેઈ રસ ન હિતે, તેમનું મન વૈરાગ્ય તરફ ઢળતું હતું. તેમાં પૂજ્ય સાધ્વીશ્રી સુખશ્રીજી મહારાજના સમુદાયનાં અને ડભોઈના જ વતની પૂજ્ય સાધ્વી શ્રી ચંદન શ્રીજી મહારાજના પરિચયથી વૈરાગ્યમાં વૃદ્ધિ થવા લાગી અને પરિણામે સં. ૧૯૬૮ ના મહા વદિ ૧૩ ના દિવસે ૧૬ વર્ષની ઉંમરે ચારિત્રને સ્વીકાર કર્યો, અને પૂજ્ય સાધ્વીજી શ્રી ચતુરશ્રીજી મહારાજનાં શિખ્યા સાધ્વીજી
મહારાજ બન્યાં. ગુરુવિનય, ત્યાગ, તપશ્ચર્યા, જ્ઞાનાભ્યાસ, સ્વાધ્યાય, વાત્સલ્ય, નમ્રતા, સહિષ્ણુતા વગેરેમાં રત રહેવા લાગ્યા. જેમ જેમ સંયમજીવનમાં ઓતપ્રોત થતાં ગયાં, તેમ તેમ તેમના ગુણોની સુવાસ ચોમેર ફેલાવા લાગી. ચારિત્રમાં અપ્રમત્તતા, નિરભિમાનતા, નિસ્પૃહતા, ભક્તિપરાયણતા, આત્માભિમુખતા, સ્વાધ્યાયરસિકતા વગેરે ગુણો રૂપી પરિમલથી આકર્ષાઈને તેમના સાન્નિધ્યમાં અનેક બહેને આવવા લાગી. જો કે તેમની પાસે આવે, તેને વૈરાગ્ય અને સંસારની અસારતાને ઉપદેશ આપતાં અને સંયમમાગે આવવા ઉત્સુક કરતાં, જેના પરિણામે અનેક બહેને સંસાર છોડીને ચારિત્રને ગ્રહણ કરનારાં બન્યાં.
પિતાના નાનાભાઈ ખુશાલચંદ ડભેઈમાં વ્યાવહારિક અભ્યાસ પ્રાપ્ત કરીને વિશેષ અભ્યાસ માટે અમદાવાદમાં લલુભાઈ રાયજીભાઈ બેન્કિંગમાં રહીને અંગ્રેજીને અભ્યાસ કરતા હતા, તે અરસામાં પોતે રતનપળ–ગોલવાડના ઉપાશ્રયે રહેલાં હાઈ જ્યારે જ્યારે ખુશાલચંદ્ર વંદન માટે આવતા ત્યારે સાધ્વીજીને મનમાં થતું, કે “હું સંચમરત્ન પામી છું, તો આ મારા નાના ભાઈ બુદ્ધિમાં તેજસ્વી, દેખાવમાં પ્રભાવક છે. તે જે વૈરાગ્યવાસિત બને તે શ્રી મહાવીરસ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org