________________
શાસનનાં શ્રમણરત્ન ]
| [ ૨૭૧ ભગવંતના શાસનની સેવા સારી કરી શકે.” આવી શુભ ભાવનાથી તેમનામાં વૈરાગ્યનું સિંચન કરતાં રહ્યાં. ઉપદેશ અને પ્રેરણાના પ્રતાપે વૈરાગ્યનાં બીજ રોપાયાં. મેટ્રિકમાં સારી સફળતા મેળવી. ત્યારબાદ પિતાએ ખુશાલચંદના લગ્ન આધારબહેન સાથે કરાવ્યાં. અંતઃકરણમાં વૈરાગ્યનાં બીજ રોપાયેલાં હોઈ જાણે ભેગાવલી કર્મ અપાવવા સ્નેહ રાખતાં ન હોય, તેવું લાગતું. તે દરમિયાન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિલબ્ધિસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિપ્રેમસૂરીશ્વરજી મ. આદિ ડભેર પધારતાં તેમના વિશેષ સમાગમથી વૈરાગ્યભાવના બલવત્તર બની, અને એક દિવસ દીક્ષા માર્ગે સંચરી મુનિરાજશ્રી જેબૂવિજયજી મહારાજ થયા, અને પૂજ્ય ગણિવરશ્રી પ્રેમવિજયજી મહારાજના શિષ્ય બન્યા. આમ ભાઈને દીક્ષાની પ્રાપ્તિમાં પોતે નિમિત્ત બન્યાં.
પિતાના સંપર્કમાં આવતાં વિધવા-સધવા, કુમારિકા આદિને વૈરાગ્યનો ઉપદેશ આપી આપી અનેકને મોક્ષપથના યાત્રીઓ બનાવેલ છે. તેમાં પિતાનાં શિષ્યા-પ્રશિષ્યાને પરિવાર પણ ખાસ મોટો છે. જેમાંનાં મુખ્ય સાધ્વીજીઓ આ પ્રમાણે છે.
પ્રથમ શિષ્યા પૂ. સાધ્વીશ્રી સુવ્રતાથીજી મહારાજ અને શિષ્યાઓ સાથ્વી શ્રી અંજનાશ્રીજી મ., સા. શ્રી દમયંતીશ્રીજી મ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા. શ્રી ધર્મશ્રીજી મ. સા. શ્રી રોહિતાશ્રીજી મ. સા. શ્રી રોહિણાશ્રીજી મ., આદિ, પ્રશિષ્યાઓમાં સા. શ્રી ઉમંગશ્રીજી મ. સા. શ્રી સુભદ્રાશ્રીજી મ. સા. શ્રી ખાતિશ્રીજી મ. સા. શ્રી ભાગ્યેાદયાશ્રીજી મ. શ્રી સર્વોદયાશ્રીજી મ., સા. શ્રી શિવ માલાશ્રીજી મ. આદિ લગભગ પોણા બસ્સે જેટલો પરિવાર થયેલ છે.
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચારમાં સતત ત રહેતાં અને બીજાને પણ સારી પ્રેરણા આપતાં હતાં. તપશ્ચર્યામાં મા ખમણ, સિદ્ધિતપ, વીસસ્થાનક તપ, અરિહંતપદની આરાધના અમથી, સિદ્ધપદની આરાધના છઠ્ઠથી, ચત્તારિ–અટુ, દશ-દય ઉપવાસ, છપવની છ અદ્ભઈ એકથી ચૌદ સુધી ચઢતા ઉપવાસ. કલ્યાણકે એકાસણું, નવકારમંત્રના પદના અક્ષર મુજબ ૬૮ ઉપવાસ, છનું જ્ઞાનદર્શનચારિત્રના ઉપવાસ, જિનેશ્વરના ઉપવાસ, તેર કાઠિયાના ૧૩ અડૂમ, પ્રદેશ રાજાના બાર કડું–તેર અડુંમ, દિવાળીમાં છઠ્ઠ, દિવાળીનું ગુણાણું લાખ જાપ સાથે પાંચ છ, કર્મ-પ્રકૃતિના ઉપવાસ, કમસૂદન તપ, કષાયજય તપ, અક્ષયનિધિ તપ, માસી તપ, પિસ્તાલીસ આગમ તપ, રતનપાવડીના છઠું–અડ્ડમ, ચારમાસી તપ, વીસ જિનનાં આયંબિલ, વર્ધમાનતપની ૮૨ ઓળી, નવપદની ઓળી ૮૦, બીજ, પાંચમ, અગિયારસ, મેરતેરસ, પોષ દશમી, ચૈત્રી પૂનમ તથા સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા ચાર વખત, એક આયંબિલથી, એક છ૩, અઠ્ઠમથી, એકાસણું– બેસણુથી એક ચાલુ, એક તલાટીની નવ્વાણું, આ ઉપરાંત ખાસ ગણાતાં ઘણાં તપ જીવનમાં કર્યા હતાં. સવા કરોડ નવકાર મંત્રનો જાપ, ૩૦૦ ઉપવાસ, ૭૦૦ આયંબિલ, ૯૦૦ એકાસણાં, ૨૦૦૦ બિયાસણાં વગેરે, અપ્રમત્તપણે આરાધના કરતાં હતાં.
વિહાર પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મેવાડ, રાજસ્થાનાદિ પ્રદેશમાં કરી અનેક તીર્થની યાત્રા કરી સમ્યગ્દર્શનની નિમળતા કરેલ.
તબિયતના કારણે સેવાડી (રાજસ્થાન) ગામે ઘણી સ્થિરતા કરી. સંઘ પણ ખૂબ કાળજી રાખતા હતા. સૌનાં દિલ જીતી લીધાં હતાં. સેવાડીમાં કુલ ૧૪ ચોમાસાં કરેલ, છેલ્લાં બે માસાં સં. ૨૦૩૬-૩૭નાં પણ સેવાડીમાં કરેલ. તબિયતમાં અવારનવાર ઊથલા આવ્યે જતા, હાર્ટ-એટેક આવ્યા પછી વિશેષ માંદગી અનુભવતાં, છતાં મનમાં સમાધિભાવ ટકાવી રાખતાં હતાં. છેલ્લે સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org