________________
૨૧૬ ]
[ શાસનનાં શમણીરત્નો જ્ઞાન-તપ-ચારિત્રના ઉત્તમ ગુણોને સંયમજીવનમાં શોભાવનાર
પૂ. સાધ્વીજી શ્રી દિવ્યપૂર્ણાશ્રીજી મહારાજ
૫. સાધ્વી શ્રી દિવ્યપૂર્ણાશ્રીજી મહારાજ શ્રી સાગરાનંદસૂરિજના શ્રમણી સમુદાયમાં એક ઉત્તમ વીરત્ન તરીકે શોભી રહ્યાં છે. તેમનો જન્મ બનાસકાંઠા જિલ્લાના બેણપ ગામે સં. ૨૦૦૨ના ભાદરવા સુદ ને દિવસે થયો હતો. માતાનું નામ વીરમતી, પિતાનું નામ ભુરાભાઈ અને પોતાનું જન્મનામ વસુમતી હતું. માતાપિતાએ સીચેલા ધાર્મિક સંસ્કારોને લીધે તેઓ બાલ્યાવસ્થાથી ધર્મના રંગે રંગાયાં હતાં. તેમાં વડીલભગિની તારાબહેન દીક્ષા લેતાં મને એ રંગ વૈરાગ્યભાવમાં પરિણમ્યા. આગળ જતાં તેઓ વડીલભગિની સા. શ્રી ચારુલીલાથીજીના સતત સમ્યક અને સત્સંગ પામી દીક્ષા લેવા તત્પર બન્યાં અને સં. ૨૦૨ ૭ના મહા સુદ ૫ ને દિવસે બેણપ મુકામે પૂજ્ય આચાર્ય દેવશ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી પૂ. સા. શ્રી ચારશીલાશ્રીજીના શિષ્યા તરીકે સાધ્વીશ્રી દિવ્યપૂણથીજી નામે ઘેષિત થયાં.
દીક્ષા લઈને પાંચ પ્રતિકમણ, ચાર મરણ, સાધુકિયા. ચાર અધ્યયન આદિનો વિશદ અભ્યાસ કર્યો. બે અઠ્ઠઈ, સોળ ઉપવાસ, સિદ્ધિતપ, વરસીતપ, સમવસરણ તપ, વર્ધમાનતપની ૪૨ એળી, નવપદજીની ઓળી, ચૈત્રી પૂનમ, પાંચમ, દિવાળીના છઠ્ઠ વગેરેની તપારાધના કરી. પૂજ્યશ્રી વિનયાદિ દર્શન-વંદનને પણ અત્યંત અનુરાગ ધરાવે છે. ધર્મધ્યાનમાં નિમગ્ન રહેવાથી તેઓશ્રીનું વ્યક્તિત્વ શાંત, સૌમ્ય, પ્રસન્ન અને પ્રભાવશાળી છે. એવાં એ શમણીરત્ન શાસનપ્રભાવક કાર્યો માટે દીર્ધાયુ પામી જયવંતા વર્તે એવી શુભકામના કટિશઃ વંદના !
ઊંડા ધમાભ્યાસી. તપસ્વિની અને પ્રસન્નમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ
પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ પણ શ્રી સાગરાનંદસૂરિજીના સાદી સમુદાયનું એક આગવું શમણીરત્ન છે. તેમનો જન્મ બેણપ (બનાસકાંઠા)માં સં. ૨૦૦૪ ના વૈશાખ સુદ ૬ ના શુભ દિને થયે. માતાનું નામ વીમતી અને પિતાનું નામ ભુરાભાઈ પંડિત હતું. તેમનું પોતાનું સંસારી નામ વિમળાબેન હતું. પૂર્વજન્મના વેગે અને માતાપિતાના ઉચ્ચ ધર્મસંસ્કારોથી વિમળાબેનમાં બાળવયે જ વૈરાગ્યભાવના જાગી હતી. તેમાં પોતાનાં વડીલબહેન પૂ. સા. શ્રી ચાસશીલાશ્રીજી મહારાજના ત્યાગમાર્ગના સ્વીકારથી અને સમાગમથી પ્રભાવિત બનતાં તેમની દીક્ષા લેવાની ભાવના દઢ બની. અને સં. ૨૦૧૭ ના મહા સુદ પ ને શુભ દિને બેણપ મુકામે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી. સાધ્વી શ્રી ચારશીલાશ્રીજીના શિષ્યા બની સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજીના નામે અલંકૃત બન્યાં.
સંયમપંથે આરૂઢ બની સાધ્વી દિવ્યપ્રજ્ઞાથીજી જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગમાં આગળ ને આગળ વધતાં રહ્યાં. તેઓશ્રીએ ૪ પ્રકરણ- ૩ ભાષ્ય, ૬ કમગ્રંથ. કમ્મપયડી, પંચસંગ્રહ. લોકપ્રકાશ, સંસ્કૃત-પ્રાકૃત ભાષા, વૈરાગ્ય શતક, ઈદ્રિયપરાજિત શતક, સંબોધશિતરી, સિન્દર પ્રકરણ આદિનો ઊંડે અભ્યાસ કર્યો. માસક્ષમણ, બે અઠ્ઠાઈ વરસીતપ, ૧૬-૧૧ અને ૧૦ ઉપવાસ, નવપદજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org