________________
શાસનનાં શમણીરત્ન કેન્સર જોર પકડ્યું હતું. થોડી વાર પણ બેસી ન શકાય એવી પરિસ્થિતિ હોવા છતાં તળાજા શ્રીસંઘની વિનંતીથી પોતાના વિશાળ સાધ્વીજી-સમુદાય સાથે તળાજા ચાતુર્માસ કર્યું. સતત સારવાર ચાલુ હોવા છતાં દદે ગંભીર રૂપ પકડ્યું. જીવનયાત્રાના અંતિમ દિવસે, વિ. સં ૨૦૦૧ના અષાઢ સુદ પને રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે લાડકવાયી પુત્રી-સાધ્વીશ્રી વિદ્યાશ્રીજીને હાથે પકડીને સ્પષ્ટ જણાવ્યું, “વિદ્યા ! હવે હું જાઉં છું. તને અને સાધ્વીજીઓને મારા મિચ્છામિ દુકકડ.” ત્યારબાદ પુ. બા મહારાજના ભત્રીજા અને પુત્ર-મુનિ આવતાં બંનેને ઓળખી, પુત્રમુનિશ્રી નરેન્દ્રસાગરજીને કહે, “મને ધારણા પચ્ચખાણ કરાવ. મુનિશ્રીએ સંથાર, દવા અને પ્રવાહી સિવાયનાં સર્વનાં પચ્ચખાણ કરાવી આરાધના ચાલુ કરાવી. આ આરાધના પ્રસન્ન ચિત્ત સાંભળતા હતાં અને અમાવવાનાં સ્થાનને શારીરિક શક્તિ ન હોવા છતાં, આત્મબળે હાથ ભેગા કરી માથે અડાડવાપૂર્વક “મિચ્છામિ દુક્કડમ દઈ ખમાવતાં હતાં. તેમ જ પાપસ્થાનકેને, આલોચના સ્થાનકોને વસીરાવતાં જતાં હતાં. આ અવસરે આરાધનાકારક શિષ્યાઓનું ગળું પ્રેમવશ રૂંધાવા લાગતું, તો આવી અવસ્થામાં પણ આંખ ખેલીને મક્કમપણે એક પછી એક શબ ઉચ્ચારતાં, “કેમ અટક્યા? ચાલુ રાખે !' એમ ચતુર્વિધ સંઘ વડે અઢી કલાક આરાધના ચાલુ રાખી. એ સમયની અપૂર્વ સમાધિપૂર્વક પૂ. બા મહારાજના લાડીલા નામે પ્રખ્યાત થયેલ પૂજ્યશ્રી નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યાં. ૧૦ દિવસની જ સ્થિરતા દરમિયાન તળાજા શ્રીસંઘે ખડે પગે સેવાનો લાભ લીધે. પૂજ્યશ્રીની અંતિમ યાત્રા પણ કોઈ આચાર્યવર જેવી ભવ્ય હતી. આસપાસનાં ગામ-શહેરમાંથી અસંખ્ય ભાવિકો આવ્યા હતા. તળાજા શ્રીસંઘે પદ્માવતી પૂજન તથા શાંતિનાત્ર સહિત અષ્ટાબ્લિકા મહેર કરેલ. પાલીતાણા, છાપરિયાળી, સમઢિયાળા, લખતર આદિ સ્થળની પાંજરાપોળ માટે તિથિ નેંધાવવામાં આવી. દીઘંસંયમી, ચારિત્રપરાયણ, પ્રાતઃસ્મરણીયા પૂ. ગુરુ મહારાજનું નામ અમર રાખવાના ઉદ્દેશથી પૂ. સા. શ્રી અંજનાશ્રીજી સ્મારક ગ્રંથમાળા ચાલુ કરીને, તેના મણકારૂપે પૂર્વમહષિએના રચેલા અને હાલ અપ્રાપ્ય બનેલા પ્રાચીન રાસાઓનું પ્રકાશન કરવાને નિર્ણય કરવામાં આવ્યું, અને તે અંતર્ગત આજ સુધીમાં “સ સંગ્રહના ૯ ભાગ પ્રગટ થઈ ચૂક્યા છે, આવા ભદકિતારક ૫. ગરુણી મહારાજને કેટિશઃ વંદના!
સ્થવિર પૂ. સાધ્વીશ્રી અંજનાશ્રીજી મહારાજ
પૂ. વિદુષી સાધ્વી વિદ્યાશ્રીજી મહારાજ
શ્રી રજનશ્રી
શ્રી ગુણાદયાશ્રી
શ્રી શીલત્ર શ્રી
શ્રી આદિત્યયશાશ્રીજી શ્રી પૂર્ણ કલાશ્રીજી
શ્રી વિમલયશાશ્રીજી
શ્રી કીર્તિ કલાશ્રીજી
શ્રી પ્રિયદર્શનાબ્રીજ
થી શુભદર્શનાથી
શ્રી ગુણરત્નાશ્રીજી
શ્રી અભયરનાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org