________________
[ ૨ ૧૫
શાસનનાં શમણીરત્ન |
પૂ. સાધ્વશ્રી અમિતગુણાશ્રીજી મહારાજ
અનંતગુણથી
અપૂર્ણાશ્રાજી અતિગુણ અતિગુણ અમીઝરાશ્રીજી અર્ચના
શ્રીજી
શ્રીજી
શ્રીજી
અનંતકીર્તિ
શ્રીજી
અમીવર્ષોથી
અનંતયશા અમાદર્શાશ્રીજી શ્રીજી
અમીયશાશ્રીજી
અર્થપૂર્ણત્રીજી
I
!
ભક્તિપૂર્ણાશ્રીજી
મૃદુપૂર્ણાશ્રીજી
અપયાજી
અર્પગથીજી
અતાથી
ઉગ્ર તપસ્વિની અને સ્વાધ્યાયનિમગ્ના સાધ્વીજી શ્રી ગુણરત્નજ્ઞાથીજી મહારાજ
માતા સવિતાબેન અને પિતા બોડીદાસભાઈને ત્યાં જન્મ લઈને, માતાપિતાનાં નામને ઉજાળનાર તથા સ્વજીવનને કૃતાર્થ બનાવનાર કોકિલાબેન ૧૮ વર્ષના યૌવનકાળે જ સંસારના ક્ષણજીવી સુખને ઠોકર મારીને સંયમના શાશ્વત સુખને પ્રાપ્ત કરવા તત્પર બન્યાં. માતા-પિતા તરફથી અપાર મમતાનું બંધન હોવા છતાં સંયમ માટે મનડું તલસી રહ્યું. વ્યાવહારિક અભ્યાસ ૯ ધોરણ સુધીને કર્યો. પણ, સાથેસાથે પંચપ્રતિકમણ ઉપરાંત ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૬ કમગ્રંથ વગેરેનો ધાર્મિક અભ્યાસ અને સ્તવન-સઝાયો આદિ કંઠસ્થ કર્યા. સતત સ્વાધ્યાય તેમ જ અઠ્ઠાઈ, માસક્ષમણ, વરસીતપ આદિ ઉગ્ર તપસ્યાને લીધે તેમનું જીવન વૈરાગ્યભાવમાં વધુ ને વધુ દઢ થવા લાગ્યું અને વિ. સં. ૨૦૨૭ ના પિષ સુદિ ૯ ના દિને ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી શ્રી શિતિલક-રાજેન્દ્રશ્રીનાં શિષ્યા સાધ્વીશ્રી શુભદયાશ્રીનાં શિષ્યા બની સાધ્વી શ્રી ગુણરત્નજ્ઞાશ્રીજી નામથી અલંકૃત બન્યા અને તપ-૫, જ્ઞાન, ને ત્યાગ–ચારિત્રના બળે આગળ વધતાં શ્રી આનંદસાગરસૂરિજીના સાધ્વીસમુદાયમાં તેજસ્વી રત્ન સમાં શેભી રહ્યાં.
પૂજયશ્રીએ સંયમ સ્વીકારીને તપ અને સ્વાધ્યાયમાં ખૂબ જ પ્રગતિ કરી. ચત્તારિ-અડું-દસદોય, વરસીતપ, ૧૧ અઠ્ઠાઈ અનેક અઠ્ઠમ, વર્ધમાન તપની ઓળી આદિ તપસ્યાઓથી સંયમશભા સંવધી રહ્યાં છે; તે ગ્રામાનુગ્રામ વિચરીને અનેકવિધ શાસનકાર્યો પ્રવર્તાવી શાસનપ્રભાવના પ્રસરાવી રહ્યાં છે. પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુષ્ય પામી સ્વ-પર કલ્યાણના માર્ગે વધુ ને વધુ શાસનપ્રભાવના કરતાં રહે એ જ શુભાભિલાષા સાથે કેટિગઃ વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org