________________
શાસનનાં શ્રમણીરત્ના
૨૩૦
મહારાજો તેઓશ્રી પાસે આવીને જ્ઞાનામૃતનું પાન કરતાં. સંયમજીવનના ઉન્નત ઘડતર માટે પ્રતિક્ષણ સજાગ રહેતાં. તેથી તે સડવી પાંચ સાધ્વીજીને શતાવધાન બનાવ્યાં; અનેકેને પ્રેરણાબળે સચમમાગી બનાવ્યાં. પેતે સદૈવ શિષ્યાના મેહથી અલિપ્ત રહ્યાં. ગુરુપદ વિના ગૌરવવંત! ગુરુપદને દીપાવનારાં બની રહ્યાં. પૂજ્યશ્રી ચતુર્વિધ શ્રીસ`ઘના વિકાસ માટે હંમેશાં હાંશીલા અને ખંતીલા હતાં.
સં. ૨૦૪૪ માં ચૈત્ર વદ ૧૦ ને દિવસે સુરત શહેરમાં પધાર્યાં. મનમાં એક ભાવના કે સ'સારી કુટુંબીએ સમર્થ છે, તેા કંઈક લાભ પ્રાપ્ત કરે. એથી દરેકને સઘ માટે આદેશ કર્યો. સ`એ પૂજ્યશ્રીનુ વચન માન્ય કર્યુ કે, ચેામાસા બાદ ઝઘડિયાજી તીર્થાંના સંઘ કાઢવા. પણ એ ભાવના અધૂરી રહી. હાટ નેા ત્રીજો હુમલા આવતાં નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં સં. ૨૦૪૪ ના વૈશાખ વદ ૬ ને દિવસે કાળધમ પામ્યાં. જન્મ, દીક્ષા અને કાળધમ એક જ સ્થળે થયાં, એટલે મહાત્સવ રૂપ બની ગયા. શ્રી સિદ્ધાચલજીદાદાની સાલિગરા અને પૂ. આગમેદ્ધારકશ્રીની અંતિમયાત્રા દિવસ પૂજ્યશ્રીના સ્મૃતિનિ બની રહ્યો. એવાં એ પ્રકાંડ પંડિતા, પ્રખર પ્રવચનકાર, સમ સાહિત્યકાર સાધ્વીવર્યાને શતશઃ વંદના !
મહાન વિદુષી અને કુશળ વ્યાખ્યાતા
સાવીરત્ન શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ
यू
ભારતભૂમિ વીરત્નાની ખાણ છે. એક રત્ન અનેકોનાં જીવનને ઉજમાળ કરે છે. વિદુષી સાધ્વીશ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ પણ એક રત્ન સમાન છે. નવસારીનિવાસી શેઠ શ્રી નાગરદાસ દુલ ભચંદભાઈના મહેાળા અને ખાનદાન કુટુંબમાં માતા કમળાબેનની કુક્ષીએ સ. ૧૯૯૨ ના આસે! વદ ૮ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં રાત્રે ૧૦-૧૫ કલાકે એક પુત્રીરત્નના જન્મ થયા. ધર્માંસસ્કારેથી આપતા પરિવારે પુત્રીનુ નામ સુશીલા પાડ્યું. સુશીલાબેન બાળપણથી જ સ્વભાવે શાંત, નમ્ર, સરળ અને સેવાભાવી હતાં. રિસકભાઈ, સુરેન્દ્રભાઈ, પ્રીતિકુમાર જેવા ભાઈ એ અને કલાવતી, નિર્મળા, રસીલા આદિ બહેને વચ્ચે ઊછરતાં સુશીલાબેન વચમાં આવતાં શાળાએ જવા લાગ્યાં. ઉપરાંત એક બાજુ ચુસસ્કારી માતા-પિતા તરફથી ધર્મ વિષેનું શિક્ષણ પ્રાપ્ત થતું હતુ; તેા બીજી તરફ પૂર્વજન્મના સંસ્કારા જાગૃત થતા હતા. ગુજરાતી સાત ધારણ અને ઇંગ્લિશ એ ધારણના અભ્યાસની સાથે સાથે રાયચંદ રોડ પરની જૈન પાઠશાળામાં રસપૂર્વક ધામિક શિક્ષણ લીધું. તેમાં મુમુક્ષુ ચીમનલાલ હીરાચંદ સુરતવાલા ( પછી પૂ. આ. શ્રી ચિદાન દસૂરિજી મહારાજ) પાસે ધામિક વાર્તા સાંભળતાં સાંભળતાં દીક્ષા લેવાની ભાવના જન્મી. માતા-પિતાએ પણ જીવન સાફલ્યના ઉત્સવ સમા સ`યમપ'થે જવા અનુમતિ આપી. વીસ વર્ષની ઉ ંમરે વિ. સં. ૨૦૧૦ ના (ને સિદ્ધગિરિ મહાતીની છત્રછાયામાં પૂ. મુ. શ્રી ચંદ્રકાંતસાગરજી મ. ના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, સુશીલાબેન સાધ્વીશ્રી હેમેન્દ્રશ્રીજીનાં શિષ્યા તરીકે શ્રી હેમપ્રભાશ્રીજી નામે ધેાષિત થયાં.
દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી જ્ઞાન-તપની સાધનામાં મગ્ન બની ગયાં. તેથી ગુરુ મહારાજને પ્રતીતિ થતી હતી કે આ સાધ્વી આગળ જતાં વિદુષી બની શાસનને અજવાળશે અને સમુદાયનું નામ રોશન કરશે. પૂ. ગુરુદેવના સાન્નિધ્યમાં ટૂંક સમયમાં હેમ-લઘુ-પ્રક્રિયા, સિંધુપ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org