________________
૧૭૨ ]
[ શાસનનાં પ્રમાણીરત્ન શ્રી સમેતશિખર મહાતીર્થના જીર્ણોદ્ધારક શાસનપ્રભાવિકા મહાન વિદુષી પૂ. સાધ્વીરત્ન શ્રી રંજનશ્રીજી મહારાજ
શ્રમણીકુલ-વિભૂષણા વિદુષી સાધ્વીરત્ન શ્રી રંજનશ્રીજી મહારાજનું જીવન પૂર્ણ પ્રતાપી મહત્તરાઓ અને પ્રવતિનીઓની યાદ અપાવે છે. તેઓશ્રીએ આ કઠિન કાળમાં શ્રી સમેતશિખરજી મહાતીર્થના ઉદ્ધાર માટે હામ ભીડી અને તે માટે અતુલ પરિશ્રમ કર્યો તેમ જ તેમાં સફળતા મેળવી, એ કાંઈ જેવીતેવી સિદ્ધિ નથી.
- અમદાવાદમાં કડિયાની પોળમાં શેઠ અમૃતલાલ ચુનીલાલ કુસુમગર નામના દશા પોરવાડ જ્ઞાતિના એક વ્યવહારકુશળ ધર્મિષ્ટ ગૃહસ્થ વસતા હતા. તેમને ગજરાબાઈ ઉફે માણેકબાઈ નામનાં ધર્મપત્ની હતાં. બંને—પતિપત્ની–ધમનિષ્ઠ અને દયાળુ હતાં. વિ. સં. ૧૯૬૩ની સાલ ચાલી રહી હતી. ભાદરવો ભરપૂર ગાજીને વિદાય થયા હતા. આસો માસે આશાભર્યું પદાર્પણ કર્યુ હતું. એની ચાંદનીભરી સુંદર રાત્રિઓ સહુને આનંદ આપી રહી હતી. આવી સાત રાત્રિ વ્યતીત થયા પછી આઠમને ઉદય થયો ત્યારે માણેકબહેને એક પુત્રીરત્નને જન્મ આપ્યો. આ પુત્રીનું નામ વિમળા રાખવામાં આવ્યું. બધાં નામે સાર્થક હોતાં નથી, પણ આ નામ સાર્થક હતું. તેમની બુદ્ધિ અને ભાવના વિમલ હતી. સંસ્કારી માતાપિતાના ખેળામાં ઊછરતી વિમળાએ પાંચ વર્ષ પૂરા કર્યા ત્યારે તેને શેઠ મનસુખભાઈની શાળામાં દાખલ કરવામાં આવી. એ વખતે આ શાળા પતાસાની પોળમાં બેસતી. આ શાળામાં વ્યવહારુ શિક્ષણ સારું અપાતું અને ધાર્મિક અભ્યાસ પણ કાળજીથી કરાવવામાં આવતો. બંને પ્રકારના શિક્ષણથી વ્યક્તિનો વિકાસ પૂર્ણ બને છે. માનવજીવનની સાર્થક્તા માટે અને દેશોદ્ધાર માટે નીતિયુક્ત જીવન અતિ આવશ્યક છે. વિમળાબહેનને આવા નીતિમય શિક્ષણમાં રસ પડતો એટલે તેમની પ્રગતિ થવા માંડી. સવિશેષ, ધાર્મિક અભ્યાસમાં તેમને પહેલો નંબર આવતા. તેમને ધાર્મિક અભ્યાસ જોઈને શિક્ષિકાઓને થતું કે આ બાળા આગળ જતાં ધર્માત્મા બનશે અને મોટું નામ કાઢશે.
એ સમયમાં બાળલગ્નની પ્રથા હતી. પુત્રપુત્રીઓનાં સગપણ નાનપણથી જ થઈ જતાં. વિમળાનું સગપણ પણ નાની ઉંમરમાં અમદાવાદમાં જૂના મહાજનવાડામાં રહેતા શેઠ ગિરધરલાલ સાંકળચંદના સુપુત્ર મણિલાલ સાથે કરવામાં આવ્યું. પણ ભાગ્યનું નિર્માણ કંઈક જુદું હતું. પૂર્વજન્મમાં અધૂરી રહેલી ગસાધના આ જન્મમાં પૂરી કરવાની હોય પછી સંસારમાં રસ ક્યાંથી આવે? એમાં સગપણ પછી થોડા સમયમાં આખા શહેરમાં પ્લેગનો ભયંકર ઉપદ્રવ થયો. કમસંગે તેમના ઘરમાં પણ ચાર જણાને લેગ લાગુ પડયો. તેમાં તેમના પિતાશ્રી અમૃતલાલભાઈનું અવસાન થયું અને માતા માણેકબહેન માથે વેદવ્યનું દુઃખ આવી પડ્યું. અન્ય કઈ હોત તો કરુણ વિલાપ કરેત; પણ માતા માણેકબહેન સ્વસ્થ રહ્યાં. તેઓ મુનિ મહારાજના ઉપદેશામૃતનું પાન કરીને ધૈર્યવંત બન્યાં અને પુત્રી વિમળાને પણ સાથે રાખી ધર્માભ્યાસમાં વધુ રસ લેતી કરવા લાગ્યાં. ધાર્મિક અભ્યાસથી માતા-પુત્રીના વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ અને આખરે, આ દુપમ કાળના વિકરાળ મહામહના વાતાવરણમાં શીલની સુગંધ માણવા-પ્રસારવા માતા-પુત્રી બંને કટિબદ્ધ થયાં. વિ. સં. ૧૯૭૩ માં સુરત મુકામે ૧૧ વર્ષની બાળકી વિમળા સાથે માતા ગજરાબેનની દીક્ષા થઈ. પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થઈ માતા ગજરાબહેન પૂ. સા. શ્રી હેમશ્રીજીના શિષ્યા શ્રી તીર્થ શ્રીજી બન્યાં અને પુત્રી વિમળા પૂ. સા. શ્રી તીશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી રંજનશ્રીજી મહારાજ નામે ઘેષિત થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org