________________
શાસનનાં શમણીરત્ન !
[ ૨૦૫
સંયમપંથે જવા તત્પર બન્યાં. અને ૨૦૦૫ ના જેઠ સુદ ૨ ના શુભ દિવસે સુરેન્દ્રનગરમાં પૂ. આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂ. સા. શ્રી મલયાશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજ નામે જાહેર થયાં.
સંયમ ગ્રહણ કરીને સા. શ્રી નરેન્દ્રશ્રીજીએ ગુર્વાસાને શિરસાવંઘ ગણી. વિનય-- વૈયાવૃત્યના ગુણ કેળવીને ચારિત્રસાધનાને અલંકૃત કરી. જ્ઞાન-તપની આરાધના દ્વારા સંયમજીવનની શોભા વધારી. સરળતા, સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ અને શાંતિના ગુણો વિકસાવી સંયમની સમૃદ્ધિ ખીલવી અને ઉત્તરોત્તર આગળ વધતા રહી, આરાધના અને સાધનાની તીવ્ર પરકાષ્ઠાથી કમ સમિધને દગ્ધ કરી, ૩૦ વર્ષ સંયમનું ઉત્કૃષ્ટ પાલન કરી પૂજ્યશ્રીના આત્માએ ઉર્ધ્વગતિમાં ગમન કર્યું. એવાં રત્નત્રથીના ઉત્તમ આરાધક સાથ્વીવર્યાશ્રીને શતશઃ વંદના !
પૂ. સાધ્વી શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજ
શીલપૂર્ણાશ્રીજી
મહાપૂબી
સુધીમાશ્રીજી [ જુએ પરિચય ]
શમિતપૂર્ણાશ્રીજી
સમકિતપુત્રીજી
શાંત – સરળ – મૃદુતાની મૂર્તિ અને વાત્સલ્યવારિધિ
પૂ. સાધ્વીવર્યાશ્રી મૃદુતાશ્રીજી મહારાજ વાત્સલ્યવારિધિ શ્રી મૃદુતાશ્રીજી મહારાજને જન્મ ગુજરાતની ધર્મનગરી સુરત શહેરના ગોપીપુરા મહેલામાં વસતાં નાનાલાલ માસ્તરનાં ધર્મપત્ની ચન્દ્રાબેનની કુક્ષીએ થયો. સંસારી નામ મંજુલા પાડયું'. જિનાલયોથી શોભાયમાન વાતાવરણમાં હંમેશાં ધર્મમય પ્રવૃત્તિઓ રહેતી, તેથી મંજુલાબેન પર નાનપણથી જ ધર્મના સંસ્કાર પડ્યા. પ્રભુદશન-પૂજા વગેરે નિત્યક્રમ થયો. એમાં માતા ચંદ્રાબેનનાં માસી નવલબેને ખૂબ ધાર્મિક અભ્યાસ કરેલે, તેથી તેમના સમાગમે જ્ઞાનાભ્યાસની પ્રાપ્તિ સાથે મંજુલાબહેનમાં વૈરાગ્યની ભાવનાનાં બીજ રોપાયાં. પણ પિતાને એ મંજૂર ન હતું. તે દીક્ષા દેવામાં રાજી ન હતા. પણ મંજુલાબેન પિતાની ભાવનામાં દઢ રહ્યા. આ દરમિયાન એક અજબનો વેગ પ્રાપ્ત થયો. પિતાને માંદગી આવી. તેમની છેલ્લી ઘડીએ ધર્મિષ્ટ પુત્રીએ પિતાને આરાધના કરાવી. પુત્રીની આ નિર્મળ ધર્મભાવના જોતાં પિતાનું હૃદયપરિવર્તન થયું. જતાં જતાં એ કહેતા ગયા કે, મેં મારી પુત્રીના સંયમમાં આજ સુધી અંતરાય ઊભો કર્યો પણ હવે તેને જલદી દક્ષા અપાવશો.
ત્યાર બાદ, કેટલાક સમયે સરળ સ્વભાવી સાથ્વીરત્ના શ્રી પ્રવીણશ્રીજી મહારાજને સમાગમ થતાં મંજુલાબહેન દીક્ષા ગ્રહણ કરવા તત્પર બન્યાં. અને સં. ૨૦૦૬ ના અષાડ સુદ પાંચમના દિને ૧૯ વર્ષની વયે પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરી મંજુલાબહેન સાધ્વીશ્રી મૃદુતાશ્રીજી નામે જાહેર થયાં. પૂ. ગુરુ મહારાજ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org