________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૨૦૭ અભ્યાસ કર્યો. તેમની જ્ઞાનરાશિ વિપુલ હતી, તેમ જ્ઞાન સંપાદન કરવાની શક્તિ પણ અદ્દભુત હતી. એક કલાકમાં ૨૫ ગાથા કરવાની ક્ષમતા ધરાવતાં હતાં. તપમાં પણ વર્ધમાન તપ પૂર્ણ કરી, દ્વિતીય વાર પાયો નાંખી ૧૮ ઓળી કરી છે. માસક્ષમણ, સેળભળું, વીશસ્થાનક, ચત્તારિઅઠ્ઠ, સિદ્ધિતપ, છ વરસીતપ વગેરે અનેક તપશ્ચર્યા કરેલ છે. આકૃતિ ગુણાન કયતિ ને આધારે રત્નત્રયીની આરાધનાના બળે સંયમજીવનમાં સરળતા, ગંભીરતા, સૌમ્યતા, સમયજ્ઞતા, પરોપકારીતા સમતા આદિ ગુણ પ્રાપ્ત કર્યા છે. આ ગુણો પ્રાપ્ત કરવામાં ગુરુકૃપા જ કારણભૂત માનતાં તેઓશ્રી વિનયયુક્ત છે. પૂજ્યશ્રીમાં વિનય વૈયાવચ્ચેના ગુણે આણુએ અણુમાં જોવા મળે છે.
તેઓશ્રીને બે શિખ્યાઓ છે, જેમાં પ્રથમ શ્રી કલ્પબધશ્રીજી મહારાજ, તેઓ તેમનાં સારી બહેન છે. જેમણે ૧૪ વર્ષની કમાર વયે સંયમનો સ્વીકાર કર્યો૮ વર્ષની વયે વર્ધમાન તપનો પાયો નાખ્યો અને ૩૨ વર્ષની વયે વર્ધમાન તપ પૂર્ણ કરી ફરીથી પાયે નાંખ્યા. હાલ ૪૮ વર્ષની વયે પ૦ મી ઓળી પૂર્ણ થયેલ છે. તેમાં અનેક તપની આરાધના સામેલ છે. ચત્તારિખ અઠું, સિદ્ધિતપ, શ્રેણીતપ, ભદ્રતા, સમવસરણ, સિંહાસન નવકાર મંત્રના પદ, મહાદાન તપ, બે વરસીતપ, ખીરસમુદ્ર, અઠ્ઠાઈ, નવ, સેળ, માસક્ષમણ, નવપદજીની ઓળી, પ૦૦ સળંગ આયંબિલ, વિશસ્થાનક તપ આદિ તપારાધના સામેલ છે. બીજા શિષ્યા શ્રી ભવ્યદશિતાશ્રીજી પણ નાની વયે સંયમ સ્વીકારી આરાધના કરી રહેલ છે. પૂજ્યશ્રીનાં માતુશ્રી પણ દીક્ષિત થયાં હતાં. તેઓ પૂ. નરેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી મહાપૂર્ણાશ્રીજી બન્યાં હતાં. નાની પુત્રી શકુંતલાબેન પણ વૈરાગ્યવાસિત બની શ્રી શમિતપૂર્ણાશ્રીજી નામે શિક્ષિત થયાં. હાલમાં માતા અને ત્રણે પુત્રી સંયમપંથે વિચરી રહ્યાં છે અને ગ્રામાનુગ્રામ વિચરતાં શાસનને જયજયકાર પ્રવર્તાવી રહ્યાં છે. તપ- ત્યાગ અને જ્ઞાનના ત્રિવેણીસંગમ રૂપ પૂ. શ્રી સુશીમાશ્રીજી મહારાજને કેટિ કોટિ વંદના !
પૂ. સાધ્વીશ્રી સુમાશ્રીજી મહારાજ
કલ્પબધશ્રીજી
ભવ્યરશિતાથી
ભવ્યદર્શિતાશ્રીજી
કામનાથીજી
સુપ્રજ્ઞાશ્રીજી
દિવ્યદર્શિતાશ્રીજી
-----
-----
પ્રખર પરિવ્રાજકા–સમર્થ તીર્થયાત્રી–પરમ તપસ્વિની-સમર્થ શાસનપ્રભાવકા
પૂ. શ્રમણીરત્ન શ્રી રામદમાશ્રીજી મહારાજ
સં. ૨૦૦૭ માં દીક્ષા અંગીકાર કરી ત્યાગમાગને વરેલાં પૃ. તીર્થ-રજન પરિવારનાં સાધ્વીશ્રી મલયાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી શમદમાશ્રીજી મહારાજ સંયમજીવનમાં અનેકવિધ તપશ્ચર્યા કરી તપોભૂતિ બન્યાં હતાં. તેઓશ્રીએ ૧૦-૧૧૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, રત્નપાવડીના છઠ્ઠ, દિવાળીના છ, બેયાસણા, અખંડ અક્ષયનિધિ તપ, કેળિયાવ્રત, દીપકવ્રત, સિદ્ધાચલજીના છ, જ્ઞાન પંચમી –મૌન એકાદશી–પિષદશમી, વર્ધમાન તપની ઓળી, શાશ્વતી ઓળી આદિ અનેક નાનીમેટ તપસ્યા કરી હતી. તેમ જ ગ્રામાનુગ્રામ વિચરી અરિહંતના ૩૫ ગુણ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org