________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૨૧૧ મયાણાશ્રીજી (સૂર્યશિશુ) પૂ. જયપ્રભાશ્રીજી, પૂ. મહજિતાશ્રીજી આદિ તથા તેઓશ્રીનાં સુ શિષ્યાઓ-શ્રી રત્નતિશ્રીજી તથા શ્રી કલ્પતિશ્રીજી તથા શ્રાવક-શ્રાવિકા સંઘ વાજતેગાજતે સાન્ડેરાવ ધર્મશાળામાં પધારી માંગલિક વ્યાખ્યાનાદિ સંભળાવેલ. એવાં પરમ તપસ્વિની સાધ્વીશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજને ટિશ વંદના !
પૂ. સાધ્વીશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજ
રાતિશ્રીજી પધોતિશ્રીજી કહપતિશ્રી રાશનનેતિશ્રીજી સુવર્ણ જયેતિ સિદ્ધાંતતિ
શ્રીજી
શ્રીજી
મેટાતિશ્રીજી
અજયતિથી
——
—
શાંત, સૌમ્ય અને ત્યાગમૂર્તિ પૂ. સાધ્વીરત્નથી પ્રશમશીલાશ્રીજી મહારાજ
ગૌરવવંતી ગરવી ગુજરાતની જે ધરા પર વર્ષોનાં વર્ષોથી સાબરમતીનાં નીર વહી રહ્યાં છે, ગગનચુંબી જિનાલયની ઉત્તેગ ધજા ફરક્તી રહી છે અને મહાન ગુરુભગવંતેનું પાદાગમન થતું રહ્યું છે, એ પવિત્ર અને પુણ્યવતી ભૂમિ પર અનેક ધર્મસમ્પન ટેષિવને પણ વસવાટ રહ્યો છે. તેમાં શ્રી ભુરાભાઈ નામે એક શ્રેષ્ઠિવય થઈ ગયા. તેમનાં ધર્મપત્નીનું નામ જસીબહેન હતું. તેઓ પણ સત્ત્વશાલિની અને ધર્મ પરાયણ સન્નારી હતાં. તેમને ત્યાં વિ. સં. ૧૯૯૬ના આસો વદિ ૧૩ના એક પુત્રીરત્નનો જન્મ થયો. કેવા સુંદર જોગાનુજોગ! ધનતેરશને એ દિવસ અને એ જ દિવસે પુત્રરૂપી લક્ષ્મીનું ગૃહમાં આગમન ! વળી, લક્ષ્મીને અનુરૂપ એવું જ પદ્મા નામ પાડવામાં આવ્યું. નાજુક-નમણી બાલિકાને જોઈ ઘરનાં સૌ કોઈ આનંદ પામે, એટલું જ નહીં, જેનારા સૌ કેઈના મુખમાંથી શબ્દો સરી પડતા કે આ કેઈ ભાગ્યશાળી–પુણ્યશાળી છે કે શું ! ઘરમાં પ્રત્યેનાં હૈયાં સુખ-શાંતિ આનંદમાં ઝૂમી રહ્યાં હતાં.
માતા જસીબહેનને ત્રણ પુત્રી. દરેકનાં નામ પણ કેવાં ! જિનમતી, પદ્મા અને ચંદ્રા. ત્રણેને ત્યાગધર્મના માર્ગે વાળવાને માતા જસીબહેનને અવિરત પ્રયત્ન; પણ પુત્રી જિનમતીનું પૂર્વનું પરિબળ કંઈક ઓછું હશે કે તેઓ સંસારમાં પડ્યાં. નાની પુત્રી ચંદ્રા માતૃભક્તિ અને પિતૃભક્ત અથે આજન્મ કુંવારાં રહ્યાં. જ્યારે પદ્માબહેન ત્યાગમાગના સાધક બને એવી તેમની સંસ્કારિતા પાંગરી રહી હતી. પણ, જાણે કાળ પાક્ય ન હોય અને કર્મબંધનો કેટલાંક છોડવાનાં બાકી હશે તે તેમની ૧૨ વર્ષની ઉંમરમાં જ કુટુંબીજનેએ સગાઈ કરી દીધી. પણ તેમની ધર્મ ભાવના તો ઉન્નત જ રહી અને તેના પરિણામે ૧૬ વર્ષની યુવાવયમાં જ ધર્મના આદર્શ સિદ્ધાંતને જીવનમાં કેળવવા ઉપધાનતપની આરાધનામાં જોડાયાં. તેમાં વાત્સલ્યસિધુ સાધ્વીશ્રી પ્રગુણાશ્રીજી મહારાજનો સમાગમ સાંપડયા અને સંસારની અસારતા વધુ ને વધુ સમજાવા લાગી અભિલાષા વધુ ને વધુ જાગવા લાગી. ઉપધાનતપની આરાધનાથી તેમનામાં જાગેલ આ વૈરાગ્યભાવ પણ સમયની સાથે આગળ ને આગળ તીવ્ર બનવા લાગ્યા. સ્વકુળપલ અને શ્વસુરપક્ષ–ઉભય પક્ષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org