________________
[ શાસનનાં શ્રમણીરત્ના
૨૧૨
આકૃતિ ગુણાન કતિ ’ના ન્યાયે વૈરાગ્યની અનેરી ઝલક તેમના મુખભાવ પર જોઈને ત્યાગના પરમ પથે પ્રયાણ કરવા સ્વીકૃતિ આપી. અને ૧૯ વર્ષની ભરયુવાનીમાં જ, વિ. સં. ૨૦૧૬ ના પોષ વદ ૬ ના દિવસે, રાજનગર-હઠીસગભાઈની વાડીએ, પ. પૂ. આ.ભ. શ્રી માણિકયસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે, ૨૦૦ જેટલાં પૂજ્ય સાધુ-સાધ્વીમહારાજોની ઉપસ્થિતિમાં તેમ જ હજારાની માનવ મેદ્રની વચ્ચે પદ્માબહેને ભાગવતી દીક્ષા અગીકાર કરી; અને તે સાથે સાધ્વીશ્રી પ્રગુણાશ્રીજીનાં શિષ્યા બનાવી તેમને સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં.
6
સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી સયમની ઉત્કૃષ્ટ આરાધના કરવા સાથે જ્ઞાનમાર્ગમાં પણ આગળ વધવા લાગ્યાં. ન્યાય, સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, દ્રવ્યગુણપર્યાય, શાંત સુધારસ અને આગમગ્રંથાનું વિશદ અધ્યયન-વાચન પ્રાપ્ત કર્યું. સત્યતા, શુદ્ધતા અને યથાર્થતાથી ભરેલી વીતરાગની વાણી એમના અંતરને સ્પર્શી ગઈ. સંયમજીવનમાં આચારની મુખ્યતા, સમયસૂચકતા તેમ જ લેડીના અણુ-આણુમાં ગુરુભક્તિ વણાઈ ગઈ. કોઈપણ કાર્ય ગુરુદેવાય નમઃ ૐ હ્યા પછી જ આરંભ કરતાં. સંપ, શાંતિ, સરળપણું, સૌમ્યપણું, સમર્પણભાવ અને સ્વ-પર કલ્યાણ એ જ તેમનું જીવનધન ને ધ્યેય હોય તેના સ્પષ્ટ ખ્યાલ તેઓશ્રીના સમગમમાં આવનાર સૌને આવી જતા હતા.
પ્રિયભાષી ગુરુવરના નિરંતર વધતા સચમપર્યાયમાં ક્યારેક નાની-મોટી બીમારી આવી જતી; પણ વાત્સલ્યમૂર્તિ પૂ. નરેન્દ્રશ્રીજીએ એમના સંયમજીવનનું ઘડતર એવું ક્યુ હતુ કે પૂજ્ય આ. પ્રશમશીલાશ્રીજી ઉગ્ર બીમારી પણ શાંત અને સમતાપૂર્વક સહજભાવે સહન કરી લેતાં. આ ઉપકાર તેઓ આજે પણ ભૂલ્યાં નથી. સમ્યગ્ જ્ઞાન-દન-ચારિત્રરત્નત્રયીમાં મશગૂલ બની ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશેાનાં ગ્રામ-નગરામાં વિચરતાં. તે તે સ્થાનાના સદ્યામાં પૂજ્યશ્રીના ઉપદેશનુ પણ એવુ અદ્ભુત આણ જામતુ કે, જૈના ઉપરાંત જૈનેતરા બધા જ દોડી આવતા ને ધર્મના રંગે રંગાતા. તેમાંથી કેટલાંકને તેા તેએ સ`સાર– કાદવમાંથી ખેંચી ત્યાગમાના પથૈ વાળતાં. આજ તે ૧૧ શિષ્યાએ અને છ પ્રશિષ્યાઓની સપદા ધરાવે છે.
૨૭ વષઁના દીક્ષાપાંચમાં ગુરુથી ચારેય જુદા નહીં રહેનારાં પૂજ્યશ્રી જ્યારે પરિવાર સાથે કચ્છ-ભુજની ભૂમિ પર વિચરી રહ્યાં હતાં ત્યારે પૂ. ગુરુદેવશ્રી પ્રગુણાશ્રીજીએ આજ્ઞા કરી કે, “ પ્રશમ ! તુ થોડાં ડાણને લઈને આગળ જા. નૂતન દીક્ષિતાને યાગમાં પ્રવેશ કરાવ; નહીં તા જોગ ક્યારે પૂરા થશે !.....” ગુરુ-આજ્ઞા મસ્તકે ચઢાવી પૂજ્યશ્રી આગળ ગયાં અને ગુરુદેવશ્રી રાધનપુર તરફ વળ્યાં. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હતી. ફાગણ માસના ૨૦–૨૨ દિવસ વ્યતીત થઈ ચૂકયા હતા. જ્યાં ફાગણ વદ ૭ ના દિવસ આવ્યે કે કરાળ કાળે પો ઉગામ્યા. રાધનપુર પાસે વારાહી ગામે બિરાજમાન ગુરુશ્રી પ્રગુણાશ્રીજી ઉપર હૃદયરોગના હુમલા આગ્યે....હુમલા જીવલેણ બન્યા. નિરાધાર-રડતાં મૂકીને ગુરુદેવ ચાલ્યાં ગયાં. શંખેશ્વર મુકામે અમેને સમાચાર મળ્યા. ધરતીકપ જેવા તીવ્ર આઘાત અનુભવ્યેા. ભારાભાર દુઃખભર્યાં હૃદયમાં આ દુઃખ તેા એવું લાગ્યું કે, આટલાં વર્ષામાં કયારેય અલગ નહી કરતાં અત....સમયે....જ....આ.....કેમ ?
પૂજયશ્રી પ્રશમશીલાશ્રીજી મહારાજ ઉપર શિષ્યા-પ્રશિષ્યાઓની જવાબદારી આવી પડી. પ્રબળ પુણ્યદયે શિષ્યા-પ્રશિષ્યાએ આજ્ઞાંક્તિ અને સહભાગી રહ્યાં છે. પૂજ્યશ્રી પ્રશમશીલાશ્રીજી મહારાજની વાત્સલ્યતા, ઔદાર્યંત! તેમ જ સજાગતા અને કલ્યાણકામના સતત પ્રવતતી રહી છે. આવા પ્રશાંત, ત્યાગી અને ઉપકારી પૂજ્યશ્રીને અમારી કોટિ કોટિ વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org