________________
શાસનનાં શમણીરત્ન |
|| ૨ ૦૯
નહીં. અનેક પ્રકારનાં તપ સતત ચાલુ રાખ્યાં, તથી ધન અણગારના નામે ચાર સુવાસ પ્રસવા લાગી. વર્ષીતપ, વીશસ્થાનક, શંખેશ્વર પાર્શ્વનાથના ૧૦૮ અઠ્ઠમ, શાસનપતિ મહાવીર સ્વામીના ૨૨૯ છઠ્ઠ. ૧૨ અઠ્ઠમ, સિદ્ધિતપ, સેળભત્તા, ચત્તારિ અઠું દસ દોય, ૬ અઠ્ઠાઈ, નવકાર મહામંત્રના પદની ઉપવાસથી આરાધના, મેરુતપ, ભદ્રપ્રતિમા. મહાભદ્રપ્રતિમા. શ્રેણીતપ, વર્ગતપ, દાનતા, કર્મસદન તપ, ઉપવાસથી સહસ્ત્રકટ. ધડિયા એ ઘડિયા તપ, ૨૫૦, ૫૦૦, ૭૦૦, વગેરે સળંગ આયંબિલ, ૧૧૭૬ લગાતાર આયંબિલ તપ (આ તપ દરમિયાન શાસવે પૂજ્યશ્રીની કઠિન પરીક્ષાઓ કરી હતી. જેમાં તેઓશ્રી અડગ રહ્યાં હતાં.), પરમાત્માના કલ્યા; અન્તગત વધમાન તપની ૧૦૦ ઓળી, પાપી પણ પાવન થઈ જાય એવાં શત્રુંજય તીર્થમાં ચૌવિહાર છઠ્ઠમાં સાત સાત યાત્રા અને ચૌવિહાર છથી નવ્વાણું યાત્રા પૂરી કરી. તિથિને દિવસે નહિ વાપરવાના હેતુથી જ ઉપવાસ ચૌવિહાર કરીને ૧૭ યાત્રા ૨ વાર કરી. આટઆટલી તપસ્યાની શંખલા છતાં માન-સન્માનથી સદા દૂર જ રહેતાં. નાનાંમોટાં સહવતિની સાથે ગુરુ મહારાજની વૈયાવચ્ચમાં રત રહેતાં. નાનાં નાનાં સાધ્વીઓને જ્ઞાન અને તપ માટે મધુર વાણીથી પ્રેરતાં
પૂજ્યશ્રીને તપ-ત્યાગ-ચારિત્ર પર કેટલે વિશેષભાવ હતા તનું એક ઉદાહરણ પર્યાપ્ત છે : સં. ૨૦૪૩માં દેવાસનગરમાં બિરાજમાન હતાં ત્યારે ગામ કે શહેરમાં જેટલાં દેવમંદિર હોય તેનાં દર્શન કરીને વાપરવાનું વ્રત હતું. એક દિવસ દેવાસમાં નાના મંદિરેથી દર્શન કરી પાછાં ફરી રહ્યાં હતાં, ત્યાં શાકમાર્કેટ પાસે ગાયે શીંગડાથી ઉછાળી દૂર ફેંકી દીધાં. હાથ-પગનાં હાડકાં ભાંગી ગયાં. સાથેનાં સાધ્વીજીનાં હોશકોશ ઊડી ગયાં. ડોકટરે લાસ્ટર કર્યું તેમ જ દવા આપી, પણ દવા લેવાની તેઓશ્રીએ સાફ ના પાડી. પિતાની તપશક્તિ પર એ અતૂટ વિશ્વાસ કે દવા લીધી જ નહિ. આવું હતું પૂજ્યશ્રીનું આત્મબળ.
- સં. ૨૦૪૫માં માંડવગઢના છરી પાલિત સંઘમાં ૩૧ શમીવૃંદમાં અગ્રેસર હતાં. માંડવતીર્થથી પુનઃ રાજગઢ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. પર્યુષણ પર્વની આરાધના ઘણું જ ઉલ્લાસમય વાતાવરણમાં સંપન્ન થઈ. ૩ વર્ષથી સતત આઘાડ મહાધન તપ ચાલુ હતાં; પર્યુષણ પછી સ્વાથ્ય બગડ્યું, છતાં તપશ્ચર્યા ચાલુ જ રાખી. સં. ૨૦૪પના આસો વદ ૩ને દિવસે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. કમળ મૂરઝાઈ ગયું, સુવાસ રહી ગઈ! પૂજ્યશ્રીને અગ્નિદાહ પછી એક વસ્ત્ર જેવું ને તેવું રહ્યું હતું! એ ચમત્કાર થયા હતા. એવી રીતે, રાત્રે ૩ વાગ્યે સંસારીપણાના ભાણેજ પ્રકાશમલ અને ભાઈ રાજમલજીને દહનસ્થાનેથી ચમકદાર કલદાર પ્રાપ્ત થયા હતા, જે આજે પણ મૌજૂદ છે. અને પૂજ્યશ્રીના દિવ્ય-ભવ્ય સંયમ જીવનને સાક્ષી રૂપે ચમકી રહ્યા છે ! એવાં એ પરમ તપસ્વિની સાધ્વી શ્રી કમલપ્રભાશ્રીજી મહા. રાજનાં ચરણોમાં કેટ કેટિ વંદના !
(લે. સા. શ્રી ઈકિરણશ્રીજી મહારાજ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org