________________
૨૦૬ ]
[ શાસનનાં શમણીરને પ્રવીણશ્રીજીની નિશ્રામાં રહી સંયમમાર્ગમાં આગળ વધી ઉજમાળ બન્યાં. રત્નત્રયીની આરાધનામાં સંયમજીવનને સાર્થક બનાવવા લાગ્યાં. ગુરુ મહારાજ સાથે વિચરી, તીર્થસ્થાનમાં અહંમતપની આરાધના કરતાં. સાદવી મૃદુતાશ્રીજી યથારામગુણ પ્રમાણે મૃદુ હતાં. કેઈનું દિલ દુભાય એવું વચન ઉચ્ચારતાં નહીં. અન્ય સમુદાયનાં સાદવીજીઓને પણ સાધુકિયામાં તૈયાર કરતાં. એ રીતે પૂજ્યશ્રીની સુવાસ એક વાત્સલ્યમૂતિ તરીકે પ્રસરી રહી. પરિણામે આજે ૧૪–૧૪ માવજી મહારાજે (શિષ્યા-પ્રશિષ્યાઓ) તેમની નિશ્રામાં સુંદર આરાધના કરી રહ્યાં છે. સદાય હસતું મુખડું રહેવાથી હસતાં સાધ્વીજી તરીકે સુખ્યાત થયાં છે. સિદ્ધક્ષેત્રમાં મા ખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી છે. દિલથી દયાળુ, સ્વભાવે માયાળુ, શાંત-સરળ મૃદુતાની મૂર્તિ, વાત્સલ્યવારિધિ શ્રી મૃદુતાશ્રીજી મહારાજના ચરણે કેટ કેટિ વંદના!
પૂ. સાધ્વી શ્રી મૃદુતાશ્રીજી મહારાજ
વિદત્તાશ્રીજી
રુચિતાશ્રીજી
તપોગુણવિભૂષિતા અને જ્ઞાનોપાસિકા પૂ. સાધ્વીરત્નાશ્રી સુશીમાશ્રીજી મહારાજ
પૂ. તપસ્વિીની સાથ્વીથી સુશીમાશ્રીજી મહારાજનો જન્મ કાળના કાતિલ ઝંઝાવાતોથી લુપ્ત બનેલ મુક્તિમાર્ગને પ્રકાશિત કરનાર ત્રિભુવનતારક શ્રી આદિનાથ પ્રભુની ચરણથી પવિત્રમ બનેલ, શ્રી શત્રુંજય મહાતીર્થ તેમ જ કામવિજેતા શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકેથી કામિત કલ્પતરુ સમ બનેલ સૌરાષ્ટ્રભૂમિના ધ્રાંગધ્રા પાસે આવેલા હળવદ ગામે થયો હતો. વતન સુરેન્દ્રનગર હતું. પિતાનું નામ ચુનીલાલ અને માતાનું નામ મરઘાબેન હતું. તેઓને સંતાનમાં ૨ પુત્ર અને ૨ પુત્રીઓ હતી. તેમાં, જેમ સ્વાતિ નક્ષત્રમાં પડેલું જલબિંદુ મોતી બની જાય તેમ, મરઘાબેનને દ્વિતીયા પુત્રી પ્રાપ્ત થઈ પુણ્યના પુંજ સમી આ પુત્રીને જોતાં જ તેનું નામ સમતા રાખવામાં આવ્યું. સંતાનોને બાળપણથી જ ધમ સંસ્કારો હતા. એમાં સમતાબેને ૧૨ વર્ષની વયે સુરેન્દ્રનગરમાં ઉપધાન તપ કર્યું અને તેમનામાં વૈરાગ્યની ભાવના જન્મી. તેમણે માતાપિતાને જણાવ્યું કે મારે દીક્ષા લેવી છે. દીક્ષાનું નામ પડતાં જ માતાએ ધર્મારાધના પર પ્રતિબંધ મૂકી દીધો. પણ બાલિકા પિતાના સંકલ્પમાં નિશ્ચલ રહી. ધાર્મિક અભ્યાસમાં આગળ વધતી રહી. અઢાર વર્ષની વય થતાં દઢ સંકલ્પથી છ વિગઈને ત્યાગ કરીને માતાપિતાની અનુમતિ મેળવી સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને દિવસે સુરેન્દ્રનગરમાં મહામહેસૂવપૂર્વક દીક્ષા અંગીકાર કરી, સંસારી મેટાં કાકી પૂ. શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી સુશીમાશ્રીજી મહારાજ તરીકે જાહેર કરાયાં.
બાલ્યકાળથી ધર્મારાધનમાં મગ્ન એવાં સા. શ્રી સુશીમાશ્રીજી દીક્ષા ગ્રહણ કરીને, ગુરુ મહારાજની નિશ્રામાં થોડા સમયમાં પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થ, વૈરાગ્યશતક, ઇન્દ્રિય-પરાજય-શતક, વીતરાગસ્તોત્ર, યેગશાસ્ત્ર, પંચસંગ્રહ, વિશેષાવશ્યક, ઉત્તરાધ્યયન, ઉપદેશમાળા. રત્નસંચય આદિ ગ્રંથે તેમ જ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, પંચકાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org