________________
૧૯૮ ]
[ શાસનના શ્રમણરત્નો વિતાવ્યો ન હતો ત્યાં વિયોગનું તીક્ષણ તીર આ બાળકુસુમોને નિઃસહાય બનાવી ગયું! હેત પ્રીતના સાગરસમા પિતાશ્રી પરલોક સિધાવ્યા. ત્યારે જાસૂદબેનની ઉંમર ૧૩ વર્ષની હતી. મા-બાપ વિનાનાં સંતાનો સૂનાં પડ્યાં. યૌવન પ્રાપ્ત કરતાં જાસૂદબેનને સગાંવહાલાંઓએ લગ્નગ્રંથિથી જેડડ્યાં પણ જ્યાં ભાગ્યની ભૂતાવળ ભૂખી હોય ત્યાં સુખના સ્વપ્નની કલ્પના શું થઈ શકે ? એક પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તિ થઈ ત્યાં પતિ વરધીલાલના પ્રાણને કાળરાજાએ હરી લીધા. જાસૂદબેનનું જીવન દુઃખની પરાકાષ્ટાએ પહોંચ્યું. આ આઘાતથી તે દિશાહીન થઈ ગયાં. પરંતુ સત્સંગની સોનેરી સુવાસથી તેમને જીવનની સાચી દિશા સાંપડી. ભૌતિક સુખ તરફ વહેતા ઝરણાને અધ્યાત્મના સાચી દિશા પ્રાપ્ત થઈ. રાધનપુરના આંગણે ઉપધાન તપની આરાધના કરી મોક્ષમાળા પહેરી. અને તાત્કાલિક શાશ્વતસ્થાનની શેધ કરવા શાશ્વતગિરિ તરફ પગલાં ભર્યા. દયાળુ દાદા યુગાદિદેવને એક વાર ભેરવ્યાં, પણ સંતોષ ન થયો, તેથી પ્રતિદિન દાદાના દર્શને દોટ મૂકીને નવ્વાણું યાત્રા કરી. અનંતા કર્મમૂળને ઉખેડી નાખ્યાં. એવામાં મા કરતાં પણ અધિક વાત્સલ્ય વરસાવનાર પૂ. સા.શ્રી મલયાશ્રીજી મહારાજને સમાગમ થયા અને મહા મઘા માનવભવનું મૂલ્યાંકન થયું. વૈરાગ્યની વાટિકામાં વિહરવા મનડું અધીરું બન્યું. ભાવના દઢ થતાં વડીલ બંધુ હરગોવિંદભાઈ પાસે વિનંતી કરી. તેમણે સહર્ષ આ ભાવનાને વધાવી લીધી. જગવિખ્યાત ધ્યાનસ્થ આગદ્ધારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયવતી પૂ. સા. શ્રી તીર્થ શ્રીજી મહારાજનાં વિનય શિષ્યા સમેતશિખર-ઉદ્વારિકા પ્રેમમૂતિ શ્રી રંજનશ્રીજી મહારાજના અંકમાં અદ્ભુત ઉલ્લાસથી અને અનુપમ અધ્યવસાયની ઊમિથી જીવન સમર્પણ કર્યું. પુપની કળી સરખી કમલ કુમારિકા પ્રેમિલાને સાથે લીધી. વ્હાલસોયી માવડીને પુત્રીના સહકારથી સંયમ સાંપડ્યો. વિ. સં. ૧૯૯૯માં ત્રણ નવડા ભેગા થયા, એ ર૭ ગુણેથી વિભૂષિત પદે વે. સુદ ૧૧ના મા-દીકરી સુશોભિત બન્યાં. જાસૂદબેન પૂ. શ્રી પ્રિયંકરાશ્રીજી નામ અને પ્રેમિલાબેન પૂ. શ્રી નિરંજનાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. માતાને પગલે દસ વર્ષની ખીલતી કળી સમી બાલિકાએ પણ દિવ્ય જીવનના પંથે જોગ માંડ્યો, તેથી શ્રી નિરંજનાશ્રીજીને નિહાળી લોકો આશ્ચર્યમુગ્ધ થઈ જતાં !
- યથારામગુણ પૂ. પ્રિયંકરાશ્રીજી મહારાજ પ્રકૃતિથી શાંત અને પ્રસન્નકર હતાં. વિનયવિવેકયુકત વ્યક્તિત્વ અને મધુરભાષી વાણીને લીધે સૌને પ્રિય થઈ રહેતાં. તેઓશ્રીએ નવકાર મંત્રના જપથી શ્રેચ માન્યું, આયંબિલ તપથી હિત જાણ્યું, આત્મદયાનથી કલ્યાણ સાધ્યું. બાલ્યવયમાં માતાનો વિયોગ, કિશોરવયમાં પિતાનો વિયોગ અને યુવાન વયમાં પતિના વિયોગે ઘડાઈ ગયેલાં પૂજ્યશ્રીએ સંયમજીવનની સંપૂર્ણતામાં જ શ્રેય માન્યું. તપ અને અધ્યયનમાં લીન રહેવા લાગ્યાં. પાંચ સમિતિની પ્રતીતિરૂપ પાંચ શિખ્યાઓ થયાં. પૂજ્યશ્રીનું જીવન સંયમશ્રીની સમૃદ્ધિ વચ્ચે સુખ-શાંતિ-આનંદમાં પસાર થવા લાગ્યું. પરંતુ કાળરાજાને એ પણ મંજૂર ન હોય તેમ, માંદગીના મહાગ્રંઝાવાતે તેઓશ્રી ત્રણ ત્રણ વરસ પથારીવશ પડી રહ્યાં! વિવિધ વ્યાધિઓમાં ઘેરાઈ ગયાં. મહાપુરુષના સમતાભાવને સ્મરીને કમરાજા સામે તુમુલ યુદ્ધ ખેલતાં રહ્યાં. આખરે, સં. ૨૦૧૧ના કારતકના કૃષ્ણપક્ષમાં પિતાના શિશુપરિવારને છોડીને અનંત યાત્રાએ નીકળી પડ્યાં! એવાં એ ગુણગરવાં ગુરુણી અનેક ભવ્યાત્માઓના પથપ્રદર્શક બની રહ્યાં હતાં, બની રહેશે! પૂજ્યશ્રીને કેટિશઃ વંદના!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org