________________
૧૯ ]
[ શાસનનાં શમણીરત્ન
વધમાનતપની ૧૦૦ ઓળીના આરાધક અને ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસી
પૂ. સાધવરત્નાશ્રી સંવેગથીજી મહારાજ કે પણ તીર્થંકર પરમાત્માએ કે કોઈ પણ આચાર્ય ભગવંતે યા તો કઈ પણ ગુરુભગવતે ક્યારેય એકાન્ત સ્ત્રીવર્ગને વખોડ્યો નથી. કેમ કે સ્ત્રીવર્ગમાં અનેક મહાગુણનું દર્શન થતું હોય છે. ચતુવિધ શ્રીસંઘમાં સ્ત્રીવર્ગનું સ્થાન સમાન છે. તીર્થકરથી માંડીને અનેક ભવ્યાત્માઓને જન્મ આપનાર સ્ત્રી છે. પત્રાદિ પરિવારમાં સુસંસ્કારોનું સિંચન કરનાર પણું સ્ત્રી છે. સુલસા, રેવતી આદિ સ્ત્રી (શ્રાવિકા માં તીર્થકરનો જ આત્મા છે ને! વિશેષમાં, સ્ત્રી સાધ્વીરૂપે શેષ સ્ત્રીવર્ગમાં ધર્મનું બીજ વાવે છે, એને પિષે-સંવધે છે, એ સર્વ હકીકત નોંધપાત્ર છે. એવાં એક સાદવીરના શ્રી સંવેગશ્રીજી મહારાજ હતાં.
તેઓશ્રીને જન્મ અમદાવાદમાં પાંજરાપોળની બાજુમાં આવેલા શ્રી મૂળવા પાર્શ્વનાથના દહેરાસરની ખડકીમાં રહેતા સુશ્રાવક ફૂલચંદભાઈ બાલાભાઈના કુળમાં થયું હતું. માતા ધનકારબેન સ્વયં ધર્મપરાયણ હતાં. માતાપિતાનાં છ સંતાનમાં પૂજ્યશ્રી ત્રીજા નંબરનાં પુત્રી હતાં. તેમનું સંસારી નામ શારદાબહેન હતું. માતાએ પિતે પણ જીવનમાં સુંદર આરાધના કરી હતી. ૨૨૯
૨૪ માસક્ષમણ તથા વરસીતપ આદિ તપશ્ચર્યા કરી હતી. આ સંસ્કારની દઠ છાપ શારદાબેન પર બાલ્યકાળથી હતી. એમાં વૈરાગ્યની ભાવનાનાં બીજ રોપાયાં. તે સાથે ૫. સા. શ્રી રંજનશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજનો સંગ થતાં તપસ્યાનાં મંડાણ મંડાયાં. વર્ધમાન તપનો પાયો નાંખે, તેમાં ૩૭ માળ ચણ્યા. તેમ જ વીસ સ્થાનક તપ, ચમાસી નવપદજીની ઓળીએ, બાવન જિનાલય, કલ્યાણક તપ વગેરે તપસાધના કરી. જ્ઞાનસાધનામાં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, ક્ષેત્રસમાસ, કમ્મપયડી, વિંશિકાચતુષ્ક, મુક્તાવલિ આદિ અભ્યાસ તથા લોકપ્રકાશ, પંચસંગ્રહ આદિનું વાચન આદિ ફક્ત ૧૦ વર્ષના સંસારીપણામાં, ૧૮ થી ૨૮ વર્ષની વયે પૂર્ણ કરેલ. આખરે, ૨૮ વર્ષે સંયમ માટે સંમતિ મળતાં, બાલબ્રહ્મચારી શારદાબેન વિ. સં. ૧૯૯૯ના વે. સુદ ૫ના દિવસે કદંબગિરિ તીથે પૂ. આ. શ્રી નેમિસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને પૂ. વિદુષી સાદવીશ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા રૂપે સા. શ્રી સંવેગશ્રીજી નામે ઘોષિત થયાં. ઉપસ્થાપના પૂ. આગમેદ્વારકશ્રી સાગરજી મહારાજના કરકમલે કપડવંજ મુકામે થઈ.
બાલબ્રહ્મચારીપણાના પ્રબળ પ્રભાવે વૈરાગ્યભાવ પ્રખર હતા. પરિણામે જ્ઞાન-તપસાધનામાં અવિરત અવિરામ આગળ વધતાં રહ્યાં. લગભગ અઢાર-સાડા-અઢાર વર્ષમાં તો ૧૦૦મી ઓળીના પારણે આવી પહોંચ્યાં હતાં. પાલીતાણ શ્રી સિદ્ધક્ષેત્રની પુનિત છત્રછાયામાં પૂ. શાસન
રિક શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજની પવિત્ર નિશ્રામાં અને શ્રી સમેતશિખરજી-ઉદ્ધારિકા પૂ. સા. શ્રી રંજનશ્રીજી મહારાજ આદિ ઠાણ ૮૦ ના સાન્નિધ્યમાં ચૈત્ર વદ ૧ સં. ૨૦૧૮ના મહોત્સવ પૂર્વક ૧૦૦ મી ઓળીનું પારણું કર્યું. તે સિવાય પણ અનેકવિધ તપશ્ચર્યામાં અગ્રેસર હતાં. સંયમપર્યાયમાં શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આચારાંગસૂત્ર, શ્રી
ઘનિર્યુક્તિ, શ્રી પિડનિયુક્ત આદિનું વાંચન કર્યુ હતું. વૈરાગ્યશતક, ઇન્દ્રિયપરાજયશતક તથા કુલક આદિ કંઠસ્થ કર્યા હતાં. તપ અને સ્વાધ્યાયના સંગે પૂજ્યશ્રીને સંયમપર્યાય દેદીપ્યમાન હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org