________________
૧૮૮ ]
| [ શાસનનાં શ્રમણરત્ન સાધ્વાચારના દતચિત્ત પાલક અને આગ્રહી, મહાન વિદુષી, બાલબ્રહ્મચારિત્રી
પૂ. સાધ્વીરત્નાશી સુલભાશ્રીજી મહારાજ ગુજરાત કર્મભૂમિ સાથે ધમભૂમિનું સ્થાન પણ ધરાવે છે. આ ધર્મભૂમિ પર અનેક વીરરત્ન પાક્યાં છે. મહેસાણા જિલ્લામાં નાનકડું ઉનાવા (મીરાં દાતાર) એક રળિયામણું ગામ છે. ગામની મધ્યમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનું ભવ્ય મંદિર છે. આ ગામમાં તલાટી કુટુંબ અગ્રેસર સ્થાન ધરાવે છે. તે કુટુંબના નાયક નહાલચંદભાઈના નબીરા મૂળચંદભાઈ પહેલાં તે ગાંધીવાદી પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા; પણ મુંબઈ ધંધાથે ગયા અને ત્યાં મિત્રોના સહવાસે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા થયા. પૌષધ, વ્યાખ્યાનશ્રવણ આદિ નિયમિત કરતા. યૌવનવયે તેમનાં લગ્ન મણિબહેન સાથે થયાં, તેઓ પણ નાનપણથી ધર્મ રંગે રંગાયેલા જીવ હતાં. આવા ધર્મસંસ્કારી દંપતીને ધમસંતાને પ્રાપ્ત થાય તેમાં શી નવાઈ! મૂળચંદભાઈને બે પુત્ર (પછીથી પૂ. શ્રી મહોદયસાગરજી અને પૂ. પં. શ્રી અત્યસાગરજી મહારાજ) તથા એક પુત્રી પ્રાપ્ત થતાં ચતુર્થવ્રતનો સ્વીકાર કર્યો અને સંયમ લેવા પ્રતિબદ્ધ થયા.
પુત્રીનો જન્મ વિ. સં. ૧૯૮૪ ના ચૈત્ર સુદ ૧૧ને દિવસે થયો. આ તેજસ્વી બાલિકાનું નામ સવિતા રાખ્યું. સવિતાબેનની ૪-૫ વર્ષની ઉંમરમાં તો પિતા અને બંને ભાઈઓ સંયમપ્રવ્રજ્યાના પંથે વળ્યા હતા. તેથી નાની બાલિકાને પણ બાળપણથી જ દીક્ષા લેવાના મનોરથ જાગ્યા હતા. તેમની આ ભાવનાની પુષ્ટિ માટે, વધુ સારી રીતે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે માતા મણિબેન પુત્રી સાથે મહેસાણા આવીને રહ્યાં. તે અરસામાં પૂ. સાગરાનંદસૂરિ સમુદાયના પૂ. સાધ્વી શ્રી તિલકશ્રીજી, પૂ. સરસ્વતી શ્રીજી આદિનું ચોમાસું મહેસાણા હતું. પૂ. શ્રી સરસ્વતી શ્રીજી મહારાજમાં ધીર-ગંભીરતા અને શાંતિ-સૌમ્યતા જોઈને મણિબહેનને તેમના સાન્નિધ્યમાં રહીને સંયમની આરાધના કરવાનું મન થયું. પરંતુ તે કાળે ગુજરાતના વડેદરા રાજ્યમાં બાળદીક્ષા થતી નહિ; તેથી મધ્યપ્રદેશમાં રતલામમાં દીક્ષા આપવાનું નક્કી થયું. તે સમયે પૂ. શ્રી ચંદ્રસાગરજી (પછી આચાર્ય) મહારાજ, પૂ. શ્રી ધર્મસાગરજી (પછી ઉપાધ્યાય) મહારાજ આદિ એ બાજુ વિચરતા હતા. વિ. સં. ૧૯૯૧ ના માગશર સુદ ૩ ને દિવસે મહામહોત્સવપૂર્વક દીક્ષાનો વરઘેડો નીકળ્યો અને પહેલી વાર સાડા-છ વર્ષની બાલિકાની દીક્ષા માલવભૂમિ પર થઈ. આજુબાજુનાં ગામોથી અસંખ્ય લેકે ઊમટી પડ્યાં હતાં અને સૌને એક જ વિચાર આવતું હતું કે, આટલી નાની ઉંમરમાં સંયમની ભાવના થવી એ જ આશ્ચય છે ! માતાપુત્રીની દીક્ષા રંગેચંગે થઈ. મણિબેન સાધ્વીશ્રી સરસ્વતીજી મ. નાં સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી નામે અને સવિતાબેન સાધ્વીશ્રી સગુણાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી સુલભાશ્રીજી નામે ઘોષિત થયાં.
દીક્ષા બાદ માલવા ચાતુર્માસ કરીને પૂજ્યશ્રીઓ અમદાવાદ પધાર્યા. ત્યાં તેઓની વડી દીક્ષા થઈ. ત્યાર પછી પૂ. સાધ્વીશ્રી સરસ્વતી શ્રીજી મહારાજે બંનેના શાસ્ત્રીય અભ્યાસ માટે અને સાધ્વાચારના ઊંડા સંસ્કાર રેડવામાં ઘણી જહેમત ઉઠાવી. મેગ્ય આત્માને કશું જ દુર્લભ નથી. નાની ઉમરમાં સાધ્વીશ્રી સુલભાશ્રીજી સંસ્કૃત અભ્યાસમાં ઓતપ્રેત બની ગયાં. જ્ઞાનને સોપશમ એટલે જબરદસ્ત કે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય! જ્ઞાનોપાસનામાં પણ ખૂબ જ સહનશીલતા, ધીરજ આદિની જરૂર રહે છે. પૂજ્યશ્રીનો સંયમ-અનુરાગ અને પૂ. ઉપા) શ્રી ધર્મસાગરજી મહારાજની પત્ર દ્વારા સમજાવટને લીધે પૂ.શ્રી સુલભાશ્રીજી મહારાજે નાની વયે અનેકવિધ શાનું જ્ઞાન સંપાદન કર્યું”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org