________________
૧૮૦ ]
શાસનનાં શમણીરત્નો સંયમ, સમતા, સૌમ્યતાદિ ગુણગણ-ભંડાર સાધ્વીવર્યાશ્રી ફલ્ગશ્રીજી મહારાજ
खींच पाओ तो मधुर व्यवहार से खींचो, सींच पाओ तो हृदय की धार से सींचो; तलवार की जीत से तो हर हार अच्छी है,
जीत पाओ तो मनुज को प्यारसे जीतो । હા, એ જ પૂજ્યશ્રીને અખૂટ મંત્રજાપ હતે. એ ક્ષમાના આધાર અને સર્વના શ્રદ્ધાપાત્ર હતાં. પૂજ્યશ્રીનાં ગુરુણું પણ કહેતાં કે, તેઓ ભેળાં અને ભદ્રિક છે. માણસ કાં તે વિદ્વત્તાથી પૂજાય, કાં પોતાના નિર્મળ ગુણેથી પૂજાય. પૂ. સા. શ્રી ફગુશ્રીજી મહારાજના જીવનમાં ક્ષમા, વિનય, વિવેક, સરળતા, ભદ્વિક્તાના ગુણેને એ વિકાસ થયે હતું કે વડીલે બધા વચ્ચે કંઈક ઠપકે આપે તો “તહત્તિ, સાહેબ” એટલું જ વિનમ્રપણે બોલવાનું. અને નાનાંથી કંઈ ભૂલ થઈ જાય તો પિતે હસવા માંડે, નાનાં પર વાત્સલ્ય વરસાવે, કે સામાની આંખો ભીની થઈ જાય!
ભારતમાતાની આંખ હોય તેમ જાહોજલાલીથી પ્રખ્યાત માલવ નામે દેશ છે. આ દેશની ગરિમા પોતાની અને ખી આભા લઈને ઊભી છે. એમાં મેટા રાજા-મહારાજાઓ અને ત્રાષિમુનિએનાં પવિત્ર જન્મ-કર્મથી પાવન થયેલી અવંતિકા નગરી છે, જેને આજે ઉજજેન કહે છે. આ ઉજજેનથી થોડે દૂર આગર માલવા કરીને ગામ છે. આ ગામમાં ભેળાંભલાં – ધર્મપરાયણ લોક વસે છે. તેમાં સુશ્રાવક ખેતીલાલજી અને તેમનાં ધર્મપત્ની જડાવબેનને ત્યાં સં. ૧૯૬૬ માં એક સુપુત્રીને જન્મ થયો. જેમ વસંતના આગમન સાથે પશુ-પંખી– વનસ્પતિમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય, તેમ આ પુત્રીના જન્મ સાથે કુટુંબમાં આનંદનું મોજું ફરી વળ્યું. ફૂલ સમી કેમલ બાલિકાનું નામ ફઈએ ફૂલકુંવર પાડ્યું, પણ હુલામણું નામ ફૂલા પ્રખ્યાત થઈ ગયું. માતાપિતાના ધાર્મિક સંસ્કારોની જબરદસ્ત અસર થઈ, જે મોટપણે સંન્યાસની ભાવનામાં પરિણમી. પણ ૩ વર્ષે પિતાની છાયા ગુમાવી. મેહવશ માતાએ ૯ વર્ષની વયે ફૂલકુંવરનાં લગ્ન કરી નાખ્યાં. પણ માત્ર ૯ મહિનામાં વૈધવ્ય પ્રાપ્ત થયું અને આ આઘાતે સિદ્ધ કરી આપ્યું કે તેમનું જીવન સ્વ-પર-કલ્યાણ માટે જ નિર્માયું છે. સાસરેથી પિયર આવીને રહ્યાં. સ્વજીવનને વધુ ધર્મમય બનાનવા લાગ્યાં. સાધુ-સાધ્વીજીઓનાં પ્રવચને સાંભળવા લાગ્યા અને સંયમ ગ્રહણ કરવાની તાલાવેલી જાગી. પરંતુ મેહગ્રસ્ત પરિવાર અનુમતિ આપે તેમ ન હતો. તેમનું દેરાસર - ઉપાશ્રય જવાનું બંધ થયું. છ મહિના સુધી એક ઓરડામાં પૂરી રાખ્યાં. છતાં ફૂલાબેન સાચું સુવણું નીકળ્યાં. અને વિ. સં. ૧૯૯૦ના ફા. વદ ૬ ના શુભ દિવસે, ૨૩ વર્ષની ભરયુવાનીમાં, માલદ્ધારક આચાર્યદેવશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે રજોહરણ ગ્રહણ કરી નાચી ઊઠયાં. પૂ. આચાર્યશ્રીએ નામ પાડ્યું શ્રી ફત્રુશ્રીજી.
- સંયમની સાધના સાથે સાથે જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગમાં પણ પ્રગતિ સાધતાં રહ્યાં. ક્ષમાગુણ તે પ્રભુની બક્ષિસ રૂપે જ મળ્યો હતો. સરળતા એટલી કે કઈ દિવસ નાના-મોટાને ભેદ રાખે નહિ. મા સમાન વાત્સલ્ય નીતરતા હૈયે સૌને આવકારે. સંઘયાત્રા, ઉજમણું, પ્રતિષ્ઠા આદિ શાસનેન્નતિનાં કાર્યો સાથે પ્રાણી માત્ર પ્રત્યે કરુણ રાખે. પરિચયમાં આવનારને તેમના સંવેદનશીલ હદયનો પરિચય થયા વિના ન રહે. આવા પ્રેમાળ વ્યક્તિત્વને લીધે મધુર ઉપદેશથી અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org