________________
શાસનનાં શમણીરત્ન |
[ ૧૭૩ દીક્ષા ગ્રહણ કરીને પૂ. સા. શ્રી રંજનશ્રીજી મહારાજ પૂજ્ય ગુરુવર્યોની સુરમ્ય શીતલ છાયામાં વિનય વૈયાવચાદિ ગુણેમાં નિરંતર ઓતપ્રેત રહેવા લાગ્યાં. વડીલોની કૃપાદૃષ્ટિથી જ્ઞાનની સુંદર પ્રાપ્તિ કરીને કર્મસાહિત્યના નિષ્ણાત બન્યાં. સૌરાષ્ટ્ર, ગુજરાત, માલવદેશ, મભૂમિ આદિ પ્રદેશોમાં વિચરીને અનેક જીવોને પ્રતિબંધ કર્યા. તેમાં દશવિધ યતિધર્મના પ્રતીક રૂપ તેમનાં દશ શિષ્ય બન્યાં. ચહેરા પર સ્મિત રેલાવતાં. નયનોથી અમી વરસાવતાં, ધર્મલાભ ઉચ્ચતાં પૂજ્યશ્રી અનેક જીવને શીતળતા અપી રહ્યાં.
પૂજ્યશ્રીનાં પ્રભાવક કાર્યોની વિરલતા જૈનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત છે. તે છે સમેતશિખરજી મહાતીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય. વિ. સં. ૨૦૧૦માં ૨૪ શમણુઓ સાથે પૂજયશ્રીએ શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રા માટે પ્રયાણ કર્યું. કઠિન અને ઉગ્ર વિહાર છતાં ઘણાની વર્ધમાન તપની ઓળીઓ અને એકાસણાં આદિ ચાલુ હતાં. ઉગ્ર વિહાર બાર મધુવનમાં પ્રવેશ કર્યો અને ચૈત્ર સુદ પૂનમને દિવસે સમેતશિખરજી મહાતીર્થની યાત્રા કરી, જલમંદિરમાં બિરાજમાન કામળિયા પાર્શ્વનાથની પ્રશાંત પ્રતિમાજીનાં દર્શન કર્યો. સાથે સાથે દેરીઓ, સ્તૂપ, જલમંદિર વગેરેની જીર્ણ અવસ્થા જોઈ તેમનું દિલ દ્રવી ઉઠયું. જ્યાં વીશ વીશ તીર્થકરાનું
.. જૈન સાધ્વીઓને જેનશાસનની ઉન્નતિમાં પિતાના જીવનના વિશિષ્ટ ફળ આપે છે અને શ્રમણ-વીર-વર્ધમાન પ્રભુના શાસનને પ્રભાવિત કર્યું છે. પાટણ, માતર આદિમાં સાધ્વી મહત્તરાની પ્રાચીન મૂતિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો છે જ કે કોઈપણ એવી શાસનપ્રભાવિક મહત્તર ગણિની કે સાધ્વીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીત જૈન વાલ્મયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાંમોટાં જીવનચરિત્ર લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે.
–આગમપ્રભાકર પૂ. મુનિપ્રવરશ્રી પુણ્યવિજયજી મ. સા.
શ્રી સમેતશિખર તીર્થ દશન” પુસ્તકના આમુખમાંથી સાભાર ઉધૃત. નિર્વાણ થયું છે તેની આ દશા! તે જ વખતે આ મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવવાનો તેઓશ્રીએ સંકલ્પ કર્યો. એ ચાતુર્માસ કલકત્તા કર્યું. ત્યાં શ્રી સમેતશિખરજી મહાતીર્થના વહીવટતાં મહારાજા બહાદુરસિંહજી સાથે સંપર્ક સાધ્યો અને તેમની સાથે મહાતીર્થના જીર્ણોદ્ધારની ચર્ચા - વિચારણા કરી. સં. ૨૦૧૧માં કલકત્તાથી વિહાર કરીને જેઠ માસમાં સુરત પધાર્યા. ચાતુર્માસ
ત્યાં કર્યું અને જીર્ણોદ્ધાર સમિતિની રચના કરી. વચ્ચે અનેક વિધ્રો આવતાં રહ્ય, છતાં પાંચ વર્ષના અલ્પ સમયગાળામાં શ્રી સમેતશિખરજી મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યા અને સં. ૨૦૧૭ મહા વદ છે ને દિવસે પૂ. ગચ્છાધિપતિ શ્રી માણેકસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. તે સમયે પૂ. રંજનશ્રીજી મહારાજની તબિયત સારી ન હોવા છતાં અમદાવાદથી કારતક મહિને વિહાર કરી મહા સુદ પાંચમ શ્રી સમેતશિખરજીમાં પ્રવેશ કર્યો. આ ઉગ્ર વિહાર તેઓશ્રીની તીર્થભક્તિને પરિચાયક છે.
પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ કરી. પાછાં અમદાવાદ તરફ વિહાર કર્યો. વચમાં સમાચાર મળ્યા કે પૂ. ગુરુદેવની તબિયત નરમ છે, તેથી વધુ વિહાર લંબાવી ગુરુમહારાજની નિશ્રામાં આવી પહોંચ્યા અને ગુરુદેવની સારી નિર્ચામણું કરાવી. ગુરુમહારાજના સ્વર્ગવાસથી ખૂબ દુઃખ પામ્યાં, છતાં સમતા ધારી રહ્યાં. સં. ૨૦૧૮ માં સિદ્ધક્ષેત્રમાં નવ્વાણું યાત્રા કરી અને સિદ્ધક્ષેત્રમાં જ તેઓશ્રીની નિશ્રામાં છે. શ્રી સવગશ્રીજી મહારાજની વર્ધમાન તપની સમી ઓળીની પૂણતા નિમિત્ત ઉદ્યાપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org