________________
શાસનનાં શમણીરને ]
[ ૧૪પ ઉપાસકદશાંગસૂત્ર, વિશેષાવશ્યક ભાષ્ય, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર, જ્ઞાતાધર્મકથા, જૈન ધર્મને મૌલિક ઈતિહાસ વગેરે ગ્રંથના અભ્યાસથી ઉપલબ્ધ થશે.
આ રીતે જૈન સાધ્વી સંસ્થાના વિકાસને કમિક પરિચય આપતું આ પ્રકરણ સાધ્વીઓ અને સ્ત્રીઓની પ્રગતિને મૂલ્યવાન દસ્તાવેજ પ્રવર્તમાન સાથ્વી સંસ્થા અને શ્રાવિકાઓને માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું રક્ષણ અને સંવર્ધન દ્વારા આત્મોન્નતિના માર્ગનું પુણ્યકાર્ય કરવા દિશાસૂચન કરે છે.
ઉત્તર ભારતમાં નંદરાજાના સમયમાં જેનધર્મ પ્રચાર પામ્યું હતું. ત્યાર પછી ગુપ્ત સમયમાં પણ જૈનધર્મને પ્રચાર અને પ્રભાવ કાર્યરત રહેલો જોવા મળે છે. ચીની યાત્રી ફાહિયાને ભારતને પ્રવાસ કરીને નોંધ કરી છે, તેમાં એવો ઉલ્લેખ છે કે, ગુપ્ત સમયમાં જૈનધર્મને રાજ્યાશ્રય પ્રાપ્ત થયું હતું. રાજ્યમાં જેનધર્મના આચાર પ્રમાણે આહાર ગ્રહણ કરવામાં આવતું હતું. એટલે કે “અહિંસા પરમે ધર્મનું પાલન કરવામાં આવતું હતું.
ગુપ્તવંશના આદ્ય સ્થાપક શ્રી ગુપ્તરાજા ચંદ્રપ્રભુ ભગવાનના પરમ ભક્ત હતા. તેણે ચંદ્રપ્રભુ ભગવાનની મૂર્તિ બનાવડાવી હતી. તેના પર શિલાલેખ બ્રાહ્મી લિપિમાં લખેલે છે. પ્રાચીન કાળમાં માળવા જૈન ધર્મનું સુપ્રસિદ્ધ કેન્દ્ર હતું. ત્યાં જેનધર્મના અનુયાયીઓની મોટી સંખ્યા હતી. ગુપ્તકાલીન રાજાઓએ પ્રતિમા ભરાવી હશે એમ માનવામાં આવે છે. ગુપ્ત સમયના ત્રીજા રાજા રામગુપ્તના સમયની મૂતિ પણ પ્રાપ્ત થાય છે. એટલે જેન ધર્મ મેટા પ્રમાણમાં વિસ્તર્યો હશે એમ માનવાને કારણે મળે છે.
કુમારદેવી: ગુપ્ત સમયના મહાપ્રતાપી, તેજસ્વી અને બુદ્ધિશાળી રાજા ચન્દ્રગુપ્ત (પહેલા)ની રાણી કુમારદેવી હતી. કુમારદેવી મહાવીર સ્વામીના લિચ્છવી વંશની રાજકુમારી હતી. ચંદ્રગુપ્ત (પહેલે) કુમારદેવીથી અત્યંત પ્રભાવિત થયે હતું. રાજા દ્વારા સિકકા પર તેણીનું નામ અંકિત કરવામાં આવ્યું હતું. રાણી જૈનધમી હોવાથી અન્ય રાણીઓ અને સ્ત્રીઓએ તેણીના પગલે પગલે ચાલીને જૈનધર્મ સ્વીકાર્યો હતો. કુમારદેવીની પ્રેરણાથી રાજાએ જિનમંદિરમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ ભરાવીને સ્થાપિત કરાવી હતી. રાજાએ આ પુણ્યકાર્ય માટે અઢળક ધનસંપત્તિને સદ્વ્યય કર્યો હતો. આ સમય ઈ. સ. ૩૧૯ થી ૩૩પને હતું, જેમાં કુમારદેવીનું નામ આર્ય સન્નારી તરીકે ગૌરવ અપાવે છે.
શ્રાવિકા શ્યામાઢય: રાજા કુમારગુપ્તના સમયમાં (ઈ. સ. ૪૫૦માં) જૈનધર્મ પ્રત્યે રાજદરબારીઓ સન્માન રાખતા હતા. આ સમયના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય દંતિલની નિશ્રામાં શ્રાવિકા શ્યામાચે જિનેશ્વર ભગવાનની મૂર્તિ ભરાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. આ શ્રાવિકા ધર્મપરાયણ અને જૈનધર્મની મૂર્તિ પ્રતિષ્ઠા, શિલ્પ અને વિધિની જાણકાર હતી એમ માનવામાં આવે છે. રાજ્યમાં ઊજવાતા ધાર્મિક ઉત્સવમાં સ્ત્રીઓ ધર્મભાવનાથી પ્રેરાઈને અપૂર્વ આનંદોલ્લાસથી ભાગ લેતી હતી. આ સમયમાં ઉદયગિરિ પરને એક શિલાલેખ મળી આવે છે. તેમાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાની વિગતો પ્રાપ્ત થાય છે. આ ઐતિહાસિક માહિતીને
શા. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org