________________
શાસનનાં શમણું રત્ન મહારાજ શિષ્યા–પ્રશિષ્યાઓથી પરિવૃત્ત હતાં. આ શિષ્યાવૃદમાં પૂ. શ્રી હેમશ્રીજી મહારાજ અગ્રસ્થાને બિરાજતાં હતાં, અને પિતાનું ઉત્તરદાયિત્વ સુચારુરૂપે સંભાળતાં હતાં.
સુપ્રસિદ્ધ ધર્મનગરી સુરતમાં શ્રી કલ્યાણચંદ ભાઈચંદ ધર્મનિષ્ઠ ઝવેરી હતા. તેમનાં ધર્મપત્નીનું નામ ધનકેરબાઈ હતું. તેઓને અમરચંદ અને બાબુભાઈ નામે બે પુત્રો હતા તથા મણિબહેન, દયાકુંવર અને રતનબહેન નામની ત્રણ પુત્રીઓ હતી. દયાકુંવરબહેનનો જન્મ સં. ૧૯૪૬ના ભાદરવા સુદ ૧૩ના દિવસે થયો હતો. તેઓ પૂર્વજન્મના સંસ્કારથી નાનપણથી જ ભદ્રિક અને ધમરુચિવાળાં હતાં. યોગ્ય વયે તેમનાં લગ્ન થયાં, પણ થોડા જ સમયમાં પતિને દેહાન્ત થયે. આથી દયાકુંવરબહેનની ધર્મભાવના પ્રબળપણે પુનર્જાગૃત થઈ અને દીક્ષા ગ્રહણ કરવા તત્પર થયાં. પણ માતાપિતાના માહથી તુરત દીક્ષા લઈ શકયાં નહિ. આખરે તેમની દીક્ષા માટેની ઉત્કટ
જોઈને માતાપિતાએ સંમતિ આપી. વિ. સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૯ ના દિવસે ધામધૂમપૂર્વક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી અને તેઓ સાધ્વીશ્રીજી હેમશ્રીજી નામે પૂ. સા. શ્રી તિલકશ્રી મહારાજનાં શિષ્યા ઘોષિત થયાં.
સં. ૧૯૭ર માં કપડવણજમાં પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ આગમવાચના આપતા હતા ત્યાં તેઓશ્રીએ અનુગદ્વાર સૂત્રની વાચના શ્રવણ કરી. સં. ૧૯૭૪માં અમદાવાદના વતની ગજરાબહેન અને તેમનાં પુત્રી વિમળાબહેનને આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી. તેમનાં નામ સાધ્વીશ્રી તીર્થ શ્રીજી મહારાજ અને સાધ્વીશ્રી રંજનશ્રીજી મહારાજ આપવામાં આવ્યાં; અને પૂ. હિમશ્રીજી મ.ની શિષ્યાપ્રશિષ્યા બનાવવામાં આવ્યાં. પૂ. સા.શ્રી હેમશ્રીજી મહારાજ શાંત, પ્રતિભાશાળી, દીર્ઘદ્રષ્ટા અને વૈયાવૃત્યના ઉત્તમ ગુણો ધરાવતાં હતાં. તેઓશ્રીએ પિતાનાં પૂ. ગુરણીની સારી વૈયાવૃત્ય કરી હતી. પૂજ્યશ્રીના પ્રેમાળ વ્યક્તિત્વના પ્રતાપે તેમનો શિષ્યા-પ્રશિષ્યાગણ ખૂબ વિસ્તર્યો અને તેઓના શુભ હસ્તે અનેકવિધ ધર્મકાર્યો પણ થતાં રહ્યાં. સં. ૨૦૦૮ને વૈશાખ વદ ૩ના અમદાવાદ નગરે પૂ. હેમશ્રીજી મહારાજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આજે તેમને વિશાળ પરિવાર જૈનશાસનમાં ધમ પ્રભાવના અને જ્ઞાનોદયનાં અનેક કાર્યો દ્વારા ધર્મજાગૃતિ લાવી શાસનને જયજયકાર પ્રવર્તાવી રહેલ છે.
પૂ. સાધ્વીશ્રી હેમશ્રીજી મહારાજ ની બાજી પ્રધાનશ્રીજી દર્શનથી, હંસાથીજી નિર્મલાથીજી રાજુલશ્રીજી [જુઓ
에 ચશ્રીજી પરિચય કચનશ્રીજી સુશીલાશ્રીજી અનુપમા કલાગુણ અરૂને અમીવ ભટશીલા શ્રીજી શ્રી શ્રીજી થી
શ્રી શીલભદ્રાબ્રીજ
------*-----
શ્રી વર્ધમાન તપની ૧૦૦ ઓળીની પ્રથમ આરાધક અને વર્તમાન
શ્રમણીરત્નોમાં મૌલીભૂત પૂ. સાધ્વીવર્યાશ્રી તીર્થ શ્રીજી મહારાજ સંસ્કૃત સુભાષિત મુજબ જેમ દરેક પર્વતમાંથી મણિમાણેકની પ્રાપ્તિ થતી નથી, દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org